SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં ભાયખલામાં શ્રીદાનસૂરિજીમ.એ તેમને બે પદ આપ્યા હતા. વ્યાખ્યાનવાચસ્પતિ અને પરમશાસનપ્રભાવક, મહારાષ્ટ્રના નાનાં ગામડાઓ અને મોટા શહેરોમાં ધર્મબોધ ફેલાવ્યો હોવાથી તેમને મહારાષ્ટ્ર-દેશોદ્ધારક એવી પદવી અનેક સંઘો દ્વારા આપવામાં આવી. पूर्वं भायखलापुरे पदमहो ! व्याख्यानवाचस्पतीत्येतद् दानगुरुर्ददौ च परमो धर्मप्रभावीत्यपि । पुरीग्रामकुलेषु बोधकरणात् सङ्खैरनेकैस्तथा देशोद्धारकसत्पदं शुभमहा-राष्ट्रस्य दत्तं मुदा ॥७४॥ वीरात् सूरिपदस्थितौ दधुरहो ये वर्षपञ्चाशती पर्यायस्य किल त्रयोदश जिनाद् भद्रादयश्शासने । तेषामेकतमाऽनुकारकरण: श्रीरामचन्द्रप्रभुस्सूरित्वे कलयत्यनुत्तरसमानां पञ्चपञ्चाशतीम् ॥७५॥ यत्राऽऽयाति च यत्र यत्र विहरत्यत्रोत्सवोत्सर्पिभिभूयो वैभववर्षिभिः परिणतानन्दोन्मदै विकैः । सङ्गीतानुरतैश्शुभैरवहिताऽऽस्थैरासमन्ताद् वृतः शक्रस्येन्द्रपुरस्थितस्य मनुते पुण्योदयं क्षुल्लकम् ॥७६॥ શ્રીજિનભદ્રસૂરિમ. વગેરે તેર આચાર્યો પ્રભુવીરની પટ્ટપરંપરામાં પચાસથી વધુ વરસનો સૂરિપદ પર્યાય ધરાવતા હતા. તેમના એકમાત્ર અનુકારક તરીકે શ્રીરામચંદ્રપ્રભુએ સૂરિપદના પંચાવન વરસનો પર્યાય ધારણ કર્યો હતો. ૭૫ તેઓ જયાં પધારે છે, બિરાજે છે અને વિચરે છે ત્યાં ભક્તો તેમને ઘેરી વળે છે. આ ભક્તો ઉત્સવોની રચના કરે છે, સંપત્તિનો સદુપયોગ મોટે પાયે કરે છે, અત્યંત આનંદનો અનુભવ કરે છે, પૂર્ણ સમર્પણ દાખવે છે, સંગીતનો રસ ધરાવે છે. આવા ઉત્તમ અને શ્રદ્ધાબદ્ધ ભક્તજનોને લીધે આ સૂરિરામ, એક માત્ર ઇન્દ્રપુરીમાં જ રહીને વૈભવ માણનારા શક્રનાં પુણ્યને પામર પૂરવાર કરે છે. प्रत्युत्पन्नमतिनिहन्ति विकटप्रश्नैरनान्दोलितश्शङ्कां संशयमाग्रहं परमतं व्याख्यामहापर्षदि । एकान्ते बत ! रामचन्द्रभगवान् कारुण्यकल्लोलिनीकल्लोलैरवति स्मरादिदहनात् शिष्याँस्तथा सेवकान् ॥७७॥ વ્યાખ્યાનની મોટીમોટી સભાઓમાં અઘરા પ્રશ્નોથી ગભરાયા વગર તેઓ મનની શંકાને, સંશયને, ખોટા આગ્રહને અને વિરોધી માન્યતાને તત્કાળ મતિપ્રતિભા દ્વારા ખતમ કરી નાંખે છે. પરંતુ એકાંતમાં કરુણા રૂપ નદીના તરંગો પસારીને શ્રીરામચંદ્રપ્રભુ, ભક્તો અને સેવકોને કામ વગેરે દુષ્ટભાવોના તાપથી બચાવી લે છે. निर्देशोऽस्ति महानिशीथसमये सम्बोधशास्त्रे च य स्सूरिस्तीर्थकरप्रभो भवति सोऽयं नूनमस्मै स्थितः । विश्वं भासयते व्यथां गमयते वाचं सुधां वर्षते धर्म स्थापयते हदि प्रगुणितैः पुण्यस्सदा स्फूर्जते ॥७८॥ મહાનિશીથ અને સંબોધશાસ્ત્રમાં, આચાર્ય તીર્થકર જેવા હોય છે એવું જે જણાવવામાં આવ્યું છે તે આમને લાગુ પડે છે કેમ કે આ આચાર્ય ભગવંત તીર્થંકરની જેમ જ વિશ્વને પ્રકાશિત કરે છે, વ્યથાને હરે છે, વચનરૂપી અમૃતને વરસાવે છે, હૃદયમાં ધર્મનું આરોપણ કરે છે અને ઉત્કૃષ્ટ કક્ષાનાં પુણ્યથી દેદીપ્યમાન છે.
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy