SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ प्रव्रज्याग्रहणे निजं बहुतरैर्विघ्नैर्यथाऽभूत् श्रमः माभूत् भाविनि कस्यचित् क्वचिदपीत्यालोच्य रामप्रभुः । व्याख्यानैरवरोधरोधकुशलैश्चिते जनानां यममाहात्म्यं भवतापवारणगुणाऽऽख्यानैस्समस्थापयत् ॥५९॥ શ્રીરામવિજયજીમ.એ વિચાર્યું કે “મને દીક્ષા લેવામાં જે રીતનો શ્રમ પડ્યો છે તેવો શ્રમ ભવિષ્યમાં બીજા કોઈને ક્યારેય પડવો ના જોઈએ.’ આ ભાવનાથી તેમણે દીક્ષાવિરોધને દૂર કરનારા વ્યાખ્યાનો આપવા દ્વારા તેમ જ સંસારના તાપને ટાળવાની શક્તિ દીક્ષામાં છે તેવું સમજાવવા દ્વારા લોકોનાં મનમાં સાધુજીવન માટે આદર સ્થાપિત કર્યો. ૫૯ दीक्षादानविधावभूद् बहुविधः क्लेशः स सोढो मुदा यातस्त्रिंशतिवारमुद्धतकृतैायालये प्रासनैः । तत्राऽऽत्मीयचरित्रपूतवचनैायाधिपान् वाक्कलान् जित्वा शत्रुजनान् चकार विरसश्यामाननानेककः ॥६०॥ દીક્ષા આપવામાં જે તકલીફો પડે તે બધી એમણે આનંદપૂર્વક સહી લીધી. વિરોધીઓએ કરેલા આક્ષેપોને લીધે ત્રીસ વખત કોર્ટમાં જવું પડ્યું, તેમને ત્યાં પણ એકલે હાથે જ તેમણે ન્યાયાધીશ અને વકીલોને પોતાના ચરિત્રપૂત વચનોથી જીતી લીધા અને પોતાના વિરોધીઓનાં મુખને ઝાંખાં અને શ્યામ બનાવ્યાં. ૬૦ कालेऽस्मिन्नथ राज्यशासनकृता शिष्टिः प्रवृत्ता यथा बालानां गृहवासिना सवयसां दीक्षाऽपराधो महान् । आदाताऽथ समर्पकस्तदुभयं दण्डास्पदं राज्यतो हन्ताऽऽर्येऽपि भुवि ह्यनार्यचरितं दीक्षाविनाशि स्थितम् ॥११॥ આ સમય દરમ્યાન રાજયશાસન દ્વારા એ કાયદો નક્કી થવાનો હતો કે- ‘બાળકો અને યુવાન કે મોટી વયના ગૃહસ્થોની દીક્ષા એ અપરાધ છે. દીક્ષા લેનાર અને આપનાર આ બંનેને રાજય તરફથી શિક્ષા કરવામાં આવશે.’ કેવું વિચિત્ર ? આર્ય દેશમાં પણ દીક્ષાને રોકનારું અનાર્ય આચરણ આવી પડ્યું ! रामेणोगविरोधबोधनिपुणेनाऽऽपाद्य सूरिव्रजस्याज्ञामाहितमेतदन्धनियमस्योद्दण्डनिर्भर्त्सनम् । जाता भारतदेशसर्वजनता तच्छिष्टिनिर्बाधिका तस्मात् सर्वकृता कृताऽहितकृतस्तस्या विसृष्टिर्भयात् ॥६२॥ અનેક વડીલ આચાર્ય ભગવંતોની આજ્ઞા મેળવીને, શ્રી રામવિજયજીમ.એ આ અન્યાયી નિયમનો જબરદસ્ત વિરોધ કર્યો. તેઓ ઉગ્ર પ્રતિકાર કરવામાં કુશળ હતા. આખા ભારતનો જનસમાજ એ નિયમનો વિરોધ કરવા લાગ્યો તેથી સરકારે ગભરાઈને એ અહિતકારી કાયદાને રદબાતલ જાહેર કર્યો. ૬૨ दीक्षाधर्ममुरभ्रवृन्दगतिभिर्भोगाऽऽपथप्रस्थितो लोको विस्मरति स्म लक्षितरसः कामार्थनिष्पादने । दुष्कालेऽधिकमासवत् कलिवशै रे ! साक्षरम्मानिभिर्दीक्षामार्गविरोधिभिर्विनिहतप्रायश्च धर्मोऽभवत् ॥६३॥ કામ અને અર્થની પ્રાપ્તિમાં રસ ધરાવનારા લોકો, ઘેટાનાં ટોળાની જેમ આનંદપ્રમોદના માર્ગે ચાલી રહ્યા હતા તેથી દીક્ષાધર્મ ભૂલાઈ ગયો હતો. અને દુકાળમાં અધિક માસ હોય તે રીતે કેટલાક કલિયુગના પ્રચારકો પોતાને જ વિદ્વાન તરીકે ખપાવી રહ્યા હતા તેમણે ધર્મને મરણતોલ અવસ્થાએ પહોંચાડી દીધો. ૨૭
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy