SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ प्रव्रज्यापरिपन्थिपिञ्जलकुले जाज्वल्यमानाऽनलो रागव्यालहलाहलाऽऽकुलबलेषूत्तालितो जाङ्गली । तेने नव्ययुगप्रवर्तनयशः श्रीरामचन्द्रस्तदा भव्येष्वस्खलितोत्सवेन शतशः श्रामण्यमारोपयन् ॥६४॥ (युग्मम्) ત્યારે શ્રીરામચંદ્રગુરુએ નવા યુગનું પ્રવર્તન કર્યું. તેઓ દીક્ષાના વિરોધ કરનારા લોકો રૂપ ઘાસ પર ભડભડતી આગની જેમ પથરાઈ જતા, રાગરૂપ સાપના ઝેરથી બેભાન થઈ ચૂકેલા લોકો માટે તેઓ ઝેરમારણ ઔષધિ ધરાવનારા મદારીનું કામ કરતા. તેમણે ઘણી વાર અનેક ભવ્યજીવોમાં દીક્ષાધર્મની સ્થાપના કરીને દીક્ષાના નવા યુગનું પ્રવર્તન કર્યું. ૬૪ दीक्षाया नवयौवने विलसिते सद्धर्मशृङ्गारिणि भव्या रामगुरुं व्रजन्ति भवतो भीता यमार्थं सुखम् । दीक्षाः षोडश विंशतिर्गुरुवरैर्दत्ता चतुर्विंशतिश्चैका त्वर्थिन एकविंशतिरहो षड्विंशतिस्सङ्ख्यया ॥६५॥ (ગુરુકૃપાવન) સદ્ધર્મની શોભા વધારનારા દીક્ષાની નવયુવાનીના એ દિવસોમાં ભવ્યજીવો સુખપૂર્વક દીક્ષા પામવા માટે શ્રીરામગુરુ પાસે જતા. એમણે ભવ્યજીવોને સોળ, વીશ, ચોવીશ, એકવીશ, છવીશ, એક વગેરે સંખ્યામાં દીક્ષા આપી. ૬૫ मातेवाऽऽत्मजमेकतानमनसा संस्कारयत्युत्तमस्नेहानां सुधया च सिञ्चति तथा श्रीदानसूरीश्वरः । रामं काममसङ्ख्यसद्गुणनिधि प्रेम्णा सदाऽस्नापयद् धर्मोद्भासविलासरासरमणे हासप्रकाशं मुनिम् ॥६६॥ (ગુરુકૃપાવર્ણન) માતા પોતાના બાળકને એકાગ્રતાપૂર્વક સંસ્કાર આપે છે. અને સ્નેહનાં અમૃતથી ભીંજવે છે તે રીતે શ્રીદાનસૂરિજી મ., શ્રીરામવિજયજી મ.ને વાત્સલ્યથી હંમેશા ભીંજવી દેતા. શ્રીરામવિજયજી મ., અગણિત ગુણોનું નિધાન હતા, ધર્મપ્રભાવનારૂપ આનંદની રાસક્રીડામાં તેઓ સદા પ્રસન્ન રહેતા હતા. यत् सत्यं यदपि प्रभाविवचनं या चैव पुण्यावलि8षा भक्तपरम्परा यदपि चोत्कृष्टं यशोघोषणम् । तत्सर्वं गुरुराज-दान-करुणाक्रोडस्थितस्याऽभवन् मे हीत्थं मुनिराम आकलयति स्वाऽऽख्यानसम्मोहितान् ॥६७॥ શ્રીરામવિજયજીમ. પોતાનાં વ્યાખ્યાનથી પ્રભાવિત થનારા ભક્તોને જણાવતા હતા કે “મારી પાસે જે સત્યનો બોધ છે, મારી પાસે જે વચનલબ્ધિ છે. મારી પાસે જે પુણ્યાઈ છે, ભક્તો અને યશખ્યાતિ છે તે બધું, શ્રીદાનસૂરિ મ.ના કૃપાભર્યા ખોળે રહું છું તેનો જ પ્રભાવ છે.’ ૬૭ स्वाध्यायेऽखिलशास्त्रबोधविषये श्रीप्रेमसूरीश्वरो नानाऽभिग्रहधारणेन सततं रामं ददौ प्रेरणाम् । तेनैवाऽस्य समस्तशास्त्ररहसामुद्घाटनाकृद्वचो द्रोणे शिक्षयति स्वयं न किमभूत् पार्थे कलासक्रमः ॥१८॥ શ્રી પ્રેમસૂરીશ્વરજીમ. દરેક શાસ્ત્રનો બોધ મેળવવા રૂપ સ્વાધ્યાયમાં શ્રીરામવિજયજી મ.ને, જાતે અભિગ્રહો ધારણ કરીને પ્રેરણા આપતા હતા માટે જ તેમનું વચન દરેક શાસ્ત્રોનાં રહસ્યોને વ્યક્ત કરી શકતું શકતું હતું. દ્રોણ શિક્ષાપ્રદાન કરતા તેને લીધે જ અર્જુનમાં કળાનો અવતાર થયો હતો.
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy