SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमन्मङ्गलसाधुनाऽऽप्तचरणः श्रीप्रेमसूरीशितुराद्यं शिष्यपदं दुरापमधुनाऽसौ प्राप्तवान् पावनम् । भावी त्वं प्रबलोपसर्गविजयी-वात्यास्फुरद्दीपके निर्वाते हि जगाद मङ्गलमुनिनैमित्तिकानां वरः ॥५४॥ શ્રીમંગલવિજયજી મ.એ દીક્ષા આપી. શ્રી પ્રેમસૂરિજીમ.ના પ્રથમશિષ્ય તરીકેનું દુર્લભ અને પવિત્ર સ્થાન તેમને મળ્યું. દીક્ષાવિધિના સમયે વાવંટોળમાં ધ્રુજતી દીપશિખા બુઝાઈ નહી તે જોઈને, નિમિતશાસ્ત્રના જાણકારોમાં ઉત્તમ એવા શ્રીમંગલવિજયજીમાએ કહ્યું કે ‘તું મોટા ઉપદ્રવોને પણ જીતી જઈશ.’ ૫૪ प्रेष्यैरस्य समक्षमेव विहिता क्रुद्धैरूपालम्भना शान्तेनाऽथ नवेन संयमवता सर्वेऽपि सन्तोषिताः । देवी रत्नमणिनिजस्य परमा माता गृहद्वारगा स्वग्रामेऽनुगतेन पुण्यवचनैरुद्बोधिता रागिणी ॥५५॥ દીક્ષા થયા બાદ, એમના પરિવાજનોએ એમની સમક્ષ ઝઘડો માંડ્યો. નૂતનદીક્ષિતે શાંત રહીને સૌને સંતોષ આપ્યો. વિહાર કરીને પોતાના ગામ પાદરામાં જવાનું થયું ત્યારે ઘરના દરવાજે ઊભા રહેલા વડદાદી શ્રીરતનબાને પાવનવાણી દ્વારા ધર્મ પમાડ્યો. રતનબાને તેમની પર અતિશય રાગ હતો. ૫૫ सिन्नोरे शुभनर्मदाजलवतीतीरे स्थिते वाचकैरादिष्टेन हि दर्शनस्य विषये दत्ताऽऽदिमा देशना । मन्ये तत् किरणं सहस्रमहसो नलं तमोनाशकं दृष्ट्वा वीरगुरुर्जगौ परिणतप्रौढप्रतापो भव ॥५६॥ ઉપાધ્યાયશ્રી વીરવિજયમ.ના આદેશથી, પવિત્ર એવી નર્મદાનદીના કિનારે રહેલા સિનોર ગામમાં તેમણે સમકિતના વિષય પર પહેલી દેશના આપી. જાણે સુરજનું એ પહેલું કિરણ અંધકારને હરનારું છે તે જોઈને શ્રીવીરવિ.મ.એ કહ્યું કે ‘તું અતિશય પ્રભાવશાળી બનશે.' પ૬ शास्त्राभ्यासरतस्सदा गुणगणानामर्जने तत्परो धीमानुन्नतलक्षलक्षितमतिस्सौभाग्यशाली शमी । वैयावृत्यरसानुलिप्तहृदयो निर्दम्भचित्तः क्रमाद् सद्धर्मस्य जयाय रामविजयो व्याख्यानदाताऽभवत् ॥५७॥ તે હંમેશા શાસ્ત્રાભ્યાસમાં લીન રહેતા, ગુણોને મેળવવામાં તત્પર રહેતા. તે બુદ્ધિમાન હતા, ઊંચા લક્ષ તરફ નજર રાખનારા હતા, સૌભાગ્યવાન અને શાંત હતા. તેમનાં હૈયે હંમેશા યાવચ્ચ કરતા રહેવાના મનોરથો રમ્યા કરતા. તેમના મનમાં કશો દંભ હતો નહીં. આવા શ્રીરામવિજયજી મ. હવે, સદ્ધર્મને જીત મળે તે કાજે વ્યાખ્યાન આપતા થયા. પ૭ व्याख्यानैश्चविकारसव्यसनिनां पेयं तदुत्त्याजितं रुद्धा निघृणभद्रकालिकहवे हिंसा पशोस्सर्वतः । दिष्टो चाऽन्यविकल्पजल्पदलनै नीमहिंसाञ्जयः सोन्मूलं प्रहतं सुधारकमतं रामेण पापाऽरिणा ।।५८॥ પાપના શત્રુ એવા શ્રીરામવિજયમ.એ, ચા પીવાના રસિયાઓને તેનાં વ્યસનનો ત્યાગ કરાવ્યો, ભદ્રકાળીમંદિરના યજ્ઞમાં થતી નિર્દય પશુબલિરૂપ હિંસા તેમણે બંધ કરાવી, અન્યધર્મી લોકો દ્વારા અયોગ્ય તર્કો થતા હતા તેનો પ્રતિકાર કરીને જૈનશાસનની અહિંસાના સિદ્ધાંતને સર્વોચ્ચ પદે સ્થાપિત કર્યો. સમાજમાં સુધારો લાવવાની વાતો કરનારા સુધારકોની માન્યતાને તેમણે મૂલસોતી ઉખેડી નાંખી. ૫૮
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy