SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ जन्मन्यत्ययमाप्तवानिह पिता माता गता शैशवे नीतं तेन च वर्षसप्तदशकं श्रीपादराऽऽख्ये पुरे । धर्माचारसुगात्रमुत्तमधियं श्रीरत्नदेवी मुदा श्रामण्याय समुत्सुकं तमकरोत्तत्त्वोपदेशैस्सदा ॥४९॥ જન્મના સમયે પિતાજી મૃત્યુ પામ્યા. શૈશવના દિવસોમાં મા મૃત્યુ પામી. પાદરા શહેરમાં તે સત્તર વરસ રહ્યા. શ્રીરતનબાએ ધર્મનો ઉપદેશ આપતા રહીને તેમના દેહને ધર્માચારથી પવિત્ર બનાવ્યો, તેમની બુદ્ધિને ઉત્તમ બનાવી અને એમના આત્માને દીક્ષા માટે ઉત્સુક બનાવ્યો. ૪૯ ज्ञानागारगताननेकविषयान् ग्रन्थानसावात्मना बाल्येऽभ्यासितवान् महाजनमतः सक्तस्सदा साधुषु । श्रीभागुद्यमसिंहधर्मवचनाऽभ्यासेन संस्कारवान् सम्यग्दर्शनमूलमन्त्ररचनां दीक्षामियेषाऽऽतुरः ॥५०॥ બાળવયમાં જ જ્ઞાનભંડારમાં રહેલા જુદા જુદા વિષયોનાં પુસ્તકોનો તેમણે જાતે અભ્યાસ કર્યો હતો. પાદરા ગામનું મહાજન તેમને સન્માન આપતું હતું. સાધુની ભક્તિમાં તેઓ રસ ધરાવતા હતા. શ્રીઉજમસિંહ નામના ધર્મશિક્ષક પાસે ધાર્મિક અભ્યાસ કરવા દ્વારા સંસ્કાર પામીને તે સમકિતનાં મૂળમંત્ર સમાન દીક્ષાની ભાવના સેવતા થયા. પ0 दीक्षार्थं घृतपूरमिष्टपरिहृद् वर्षान्नवाङ्कादसौ सर्वाऽऽवश्यककर्मसेवनरतोऽचित्ताम्बुपायी सुधीः । नित्योपाश्रयवासकश्च सततं जीवादितत्त्वाऽनुवाकू श्रीमत्सम्भवपार्श्वदेवसविधे दीक्षाव्रतप्रार्थकः ॥५१॥ દીક્ષા મળે તે માટે નવ વરસની ઉંમરે તેમણે ઘેબરનો ત્યાગ કર્યો હતો. આવશ્યક ક્રિયાઓમાં તે નિયમિત હતા, હંમેશ ઉકાળેલું પાણી વાપરતા, કાયમ ઉપાશ્રયમાં જ રહેતા, જીવાદિ નવ તત્ત્વોના અભ્યાસુ હતા, રોજ શ્રીસંભવનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન પાસે એ દીક્ષા પામવાની પ્રાર્થના કરતા. तत्काले न हि संयमाय गृहिणां प्रेष्याज्जनाल्लभ्यत आज्ञा सम्मतिरत्र कारणमहो ! मोहातरं मानसम् । तेनैवाऽस्य महाभिनिष्क्रमणमप्येकान्तभागेऽभवदारादेव कुटुम्बकाच्च नगरादत्यन्तदूरस्थले ॥५२॥ તે સમયે ગૃહસ્થને દીક્ષા લેવા માટે આજ્ઞા કે રજા ન મળતી. કેમકે સૌનાં મન મોહથી ઘેરાયેલાં રહેતાં. આથી જ એનું, દીક્ષાગ્રહણ એકાંતમાં થયું. પરિવારથી દૂર અને ગામથી પણ દૂર. પર तत्त्वाङ्गाङ्कशिवे (१९६९) त्रयोदशदिने वर्षे च पोषे सितेऽ नापृच्छ्य स्वकुटुम्बमात्मशरणो गन्धारके दीक्षितः । पूर्वा पालकलालिता त्रिभुवनेत्याख्या परावर्तिता जाता श्रीमुनिराजरामविजयेत्याख्या रमारामिणी ॥५३॥ | વિ. સં. ૧૯૬૯ના વરસમાં પોષ સુદ તેરસના દિવસે પોતાના પરિવારને પૂછ્યા વિના તેણે એકલાએ, ગંધારમાં દીક્ષા ગ્રહણ કરી. પૂર્વે વડીલોએ રાખેલું નામ ત્રિભુવન હવે બદલાયું. શ્રીરામવિજયજી એવું લક્ષ્મીની ક્રીડાનું આકર્ષણસ્થાન થનારું નામ રાખવામાં આવ્યું. ૫૩ २४
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy