SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीणा चेत्तिथिरत्र पूर्वदिवसे धर्मक्रिया सेव्यता वृद्धावन्यदिने-प्रघोषवचने दिष्टं ह्युमास्वातिभिः । नूनं द्वादशसङ्ख्यपर्वतिथिषु प्रामाणिकोऽयं विधि रासामौदयिकत्वहानकरणे त्वाज्ञाक्षयाद्यापदः ॥४४॥ તિથિનો ક્ષય હોય તો પૂર્વના દિવસે તે તિથિ સંબંધી આરાધના કરવી. તિથિની વૃદ્ધિ હોય તો બીજા દિવસે તે તિથિની આરાધના કરવી આવું શ્રી ઉમાસ્વાતિજી મ. એ પ્રઘોષમાં જણાવ્યું છે. બારેય પર્વતિથિઓમાં આ જ વિધિ પ્રામાણિક છે. આ તિથિઓને ઔદયિક તિથિ તરીકે જેવી હોય તેવી ન સ્વીકારીએ તો આજ્ઞાભંગ, અનવસ્થા વિ. દોષ લાગે છે. ૪૪ वादं दुर्धरसूरिभिस्समममुं सिद्धान्तमाप्त्वा स्थितं जित्वा भारतवर्षविस्तृतमहाकीर्तिश्रियाऽऽवर्जितः । वादी स्फीतवया ह्ययं तनुतनुर्लब्धा तथाप्युन्नति श्चन्द्रस्सागरतर्जनस्समभवत्तच्चित्रमाभासितम् ॥४५॥ આ સિદ્ધાંતને લઈને મહાનું જ્ઞાની આચાર્ય સાથે વાદ થયો. આ વાદમાં જીત થઈ તેથી સમગ્ર ભારતમાં ફેલાયેલી કીર્તિરૂપી લક્ષ્મી તેઓ પામ્યા. સામા પક્ષના વાદીની વય ખુબ મોટી હતી. આ સૂરિજીની વય નાની હતી. તેમ છતાં એ જીત્યા. નાનો એવો ચંદ્ર મોટા સાગરને ક્ષુબ્ધ કરી શકયો સાચે જ આશ્ચર્યજનક વાત બની. ૪૫ काशीस्थैविबुधैश्शतात् समधिकैष्षड्दर्शनेषूद्धरै ग्रन्थो मक्षु समर्थितो नवकृतोऽथाऽर्हत्तिथैर्भास्करः । नैकैस्तत्त्वतरङ्गिकादिसमयैर्यस्मिन् हि रामोदिता पर्वापर्वतिथिक्षयादिघटना प्रामाण्यमापादिता ॥४६॥ કાશીમાં રહેલાં સોથી વધુ ષડ્રદર્શનવિદ્ પંડિતોએ શ્રી અહત્તિથિભાસ્કર નામના (નવરચિત) ગ્રંથનું સમર્થન કર્યું. આ ગ્રંથમાં શ્રીરામે જણાવેલી પર્વાપર્વતિથિની ક્ષયવૃદ્ધિની પ્રરૂપણાને તત્ત્વતરંગિણી વિ. અનેક શાસ્ત્રોના આધારે સાચી પૂરવાર કરવામાં આવી હતી. आचार्यादिगुरोर्नवाङ्गनिहितां पूजां वदन् शास्त्रगां जैन सूतककर्म धर्मदलनं नास्तीत्यदो दर्शयन् । देवद्रव्यमनन्तकालमहितं रक्षन्नहो ! दुर्व्ययात् सत्यांशुस्नवरामचन्द्रसविता भूयादपायापहा ॥४७॥ આચાર્ય વગેરે ગુરુજનોની નવાંગીપૂજા શાસ્ત્રીય છે તેવું જણાવનારા, જૈન મત મુજબ સૂતકકર્મ એ ધર્મને રોકે છે તેવું નથી-આ સત્ય પ્રકાશિત કરનારા, અનંત કાળથી પૂજાતાં આવેલા દેવદ્રવ્યને (ખોટા વપરાશથી) સુરક્ષિત રાખનારા, સત્યરૂપી કિરણોના પ્રકાશક એવા શ્રીરામચંદ્ર નામના સૂર્યદેવ અમારા અપાયોને દૂર કરનારા બનો. (શ્રીગન્મપરિવારવિનમ્) (શ્રીજન્મપરિવારાદિ વર્ણન) उत्पत्तिश्चरणव्रताङ्कसितरुग्वर्षे (१९५२)ऽभवद् विक्रमाद् धन्ये फाल्गुनकृष्णतुर्यदिवसे श्रीमद्दहेवाणके । छोटालालसमर्थिनीति पितरौ श्रीतारचन्द्रः पितुबन्धुः पुण्यपितामही गुणमयी श्रीरत्नदेवी मता ॥४८॥ | વિ. સં. ૧૯૫૨માં ફાગણ વદ ચોથના દિવસે ધન્ય એવા દહેવાણમાં જન્મ થયો. પિતા છોટાલાલ, માતા સમરથબેન. કાકા તારાચંદભાઈ. અને વડદાદી હતા ગુણસંપન્ન એવા શ્રીરત્નમણિબેન. ૪૮
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy