SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ संसारस्य सुखं कुतः परवशं क्लेशप्रधानं क्षयि दद्यादात्मनि शर्ममर्मसरसां सन्तोषसंवेदनाम् । मोक्षश्चात्मवशो विनष्टकलुषश्शश्वत्तु दत्ते मुदमित्यात्मोद्धरणोपदेशकुशलः श्रीरामचन्द्रोऽवतु ॥३९॥ ૪૦ सौख्यं पुण्यहरं समस्ति सकलं कष्टञ्च दोषापहृत् तत् सौख्यं परिहत्य दुःखसहने साफल्यमस्त्यायुषः । सौख्ये मढधियं निवारयत च क्लेशे विषण्णां मति धर्मस्येति रहस्यमुक्षति हृदि श्रीरामचन्द्रप्रभुः ॥४०॥ (સૂરિરાનવૃત્તસિદ્ધાન્તરક્ષાવનમ્) मोक्षकाशयिनो भयानकभवोद्विग्नस्य धर्मो वरः सौख्याकाङ्क्षिजनस्य सैष नियतं पापावसानोऽफलः । इत्याख्यातवतो निदाननिहते धर्मे तिरस्कारिणो नूनं मुक्तिकनी स्वयं परिणयायोत्साहवाहिन्यभूत् ॥४१॥ સંસારનું સુખ પરાધીન છે, ક્લેશ આપનારું છે અને ક્ષય પામનારું છે. તે આતમાને (સુખનાં સારથી સુંદર એવી) સંતોષની અનુભૂતિ શી રીતે આપી શકે ? મોક્ષનું સુખ સ્વાધીન છે, દોષ વિનાનું છે અને શાશ્વત છે તે આતમાને જરૂર સાચો આનંદ આપશે.’ આ રીતે આત્માનો ઉદ્ધાર કરનારો ઉપદેશ આપવામાં કુશલ એવા શ્રીરામચંદ્રસૂરિજી મ. અમારી રક્ષા કરો. ૩૯ ‘સુખ પુણ્યને ઓછું કરે છે. દુઃખ પાપને ઓછું કરે છે. સુખનો ત્યાગ કરીને દુ:ખ સહન કરીએ તેમાં જ જીવનની સફળતા છે. માટે સુખમાં રાજી થવાનું છોડો અને દુઃખમાં નારાજ થવાનું છોડો. આ રીતે શ્રીરામચંદ્રપ્રભુ ધર્મનું રહસ્ય હૃદયમાં રોપે છે. (સૂરિરાજની સિદ્ધાન્ત રક્ષા) મોક્ષના એક માત્ર આશયપૂર્વક ધર્મ કરીએ, ભયાનક એવા સંસારનો ઉગ જીવંત રાખીને ધર્મ કરીએ તો એ ધર્મ ઉત્તમ નીવડે છે. સુખ મેળવવાની અપેક્ષા રાખીને ધર્મ કરીએ તો એ અંતે પાપમાં પરિણામ પામતો હોવાથી નિષ્ફળ જાય છે.' આમ સમજાવી નિદાનથી કલંકિત થતા ધર્મનો તિરસ્કાર કરનારા આ સૂરિરાજને મુક્તિરૂપી કન્યા સામે ચાલીને વરવા ઉત્સુક બની હતી. ‘દેરાસરમાં ભગવાનની પૂજા માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ભક્ત હૃદયવાળાએ તો પોતાની સંપત્તિ જ પૂજા માટે વાપરવી જોઈએ.' સૂરિદેવે જયારે આ રીતે ધર્મસંપત્તિની રક્ષાનો ઉપદેશ આપ્યો ત્યારે થોડી જ ક્ષણોમાં શ્રાવકોએ શ્રી શત્રુંજયતીર્થનાં મુખ્ય દેરાસર માટે કરોડ રૂપિયાનો સચ્ચય કર્યો હતો. ૪૨ આકાશમાં દરેક તિથિઓ વૃદ્ધિ અને ક્ષયનો આવેધ પામે છે. જ્યોતિષ્યચક્રની ગતિ પર્વતિથિ અને અપર્વ તિથિના વિભાગ પ્રમાણે થતી હોતી નથી. તેથી આરાધના કરવા માટેનો દિવસ વૃદ્ધિ અને ક્ષય મુજબ જ નક્કી કરવો જોઈએ. સુવિહિત આચાર્ય ભગંવતોએ તિથિનો ચોક્કસ નિર્ણય કરવા માટે લૌકિક પંચાંગ માન્ય રાખ્યું છે. ૪૩ देवद्रव्यनियोजनाऽर्चनविधौ नो युज्यते मन्दिरे स्वीयस्वाऽर्पणमेव भक्तमनसां पूजाकृते सङ्गतम् । इत्यादेशितधर्मसम्पदवनस्याऽल्पक्षणैः श्रावका: श्रीशत्रुञ्जयमुख्यदेवनिलये कोटिव्ययं निर्ममुः ॥४२॥ आकाशे हि भवन्ति सर्वतिथयो वृद्धिक्षयाऽऽवेधिताः पर्वाऽपर्वविभागतो न भवति ज्योतिष्यचक्रक्रमः । तेनाऽऽराधनसेवनाय दिवसो वृद्धि क्षयं प्रेक्ष्य वा निर्णेयोऽत्र हि लौकिकं सुविहितैः पञ्चाङ्गपत्रं मतम् ॥४३॥
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy