SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તમે મારા મનને જેટલું જાણો છો તેટલું તો હું પોતે પણ જાણતી નથી. તમે મારાં મનને જાણતા હો અને હું તમારી સમક્ષ એ વાતનું પુનરાવર્તન કરું તો એ તમારું અપમાન ગણાય. હું કેવી રીતે તમારું અપમાન કરું ? ૪૯. તમે સાથે છો તો અહીં જ સ્વર્ગ છે. તમે દૂર છો તો અહીં જ નરક છે. મારું મન તમને જ સમર્પિત છે. ચોક્કસ કારણને લીધે મનમાં વ્યથા નીપજી છે. ૫૦. મારું મન તો તમારા વિચારોમાં જ રમતું હોય છે. મારાં મનમાં જો આવો અંધકાર પથરાયો હોય અને દુઃખ આપતો હોય તો એ મારો દોષ નથી, એ દોષ કોનો ? તે તમે જ વિચારી લો. ૫૧. ફૂલની પાંદડીમાં સુગંધ વસે તેમ મારી આંખોમાં જ મારી ભાષા વસે છે. ભ્રમર વિના બીજું કોઈ સુગંધ ન માણી શકે તેમ તમારા સિવાય બીજું કોઈ મારી ભાષા ન સમજી શકે. પ ૨. તમારાં ઘરનાં આંગણે મોટા હાથીઓ બંધાયેલા છે. એમનાં મદજળથી આ ઘરનાં આંગણની ધૂળ ધોવાય છે. આવાં તમારાં ઘરનાં આંગણિયે હું રંગોળી બનીને પડી રહું તો પણ મારું સૌભાગ્ય ગણાયપ૩. તમારા હૃદયમાં મારાં કારણે ચિન્તા જાગી છે તેની હું માફી માંગું છું. આપણી આદરણીય માતાનાં ચરણકમળની સેવામાં રહીને મને આ દુઃખનું કારણ જાળવા મળ્યું છે. તેટલું જ હું આપને જણાવું છું. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૭
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy