SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. ચિત્તાવશ બનેલા સૂરિજી એ પણ તુરંત મારવાડની બહાર જવા વિહાર આદર્યો. ઘણી વખત સમય લંબાવાને લીધે પણ આપત્તિઓનું વારણ મુશ્કેલ બની જતું હોય છે. ૪૯. સૂરિજી પદયાત્રા દ્વારા ઘણું બધું ચાલ્યા પછી એક ગાઢ જંગલમાં પહોંચ્યા. અગણિત વૃક્ષો હતા. ભય લાગે તેવું નહોતું અને શાંતિ પુષ્કળ હતી. સૂરિજીએ તે સ્થાને જ ધીરજપૂર્વક તપસ્યા આદરી. પી. સૂરિજી ધ્યાનમાં બેઠા. આંખો મીંચાયેલી હતી. શરીર સ્થિર હતું. જાપ મનમાં ચાલતો હતો, આંગળીના વેઢા પર નહીં. જાપ અખંડ રીતે ચાલતો હતો. એક જ મંત્ર પર જાપ સ્થિર હતો. સૂરિજી વિશાળ વટવૃક્ષની નીચે બેઠા હતા. ત્યાં સૂરજનો તડકો પણ આવતો ન હતો અને ચંદ્રની ચાંદની પણ આવી શકતી નહોતી. ૫૧. વનમાં પંખીઓ ગાઈ રહ્યા હતા તે જાણે ઉજળા ભવિષ્યની આગાહી હતી. વૃક્ષનાં પાંદડાં નાચતાં હતાં તે જાણે ઉત્તમ ભવિષ્યની સ્વાગતયાત્રા હતી. વનમાં એકાંત હતું તે આપત્તિને ધરમૂળથી ઉખેડી નાંખવાનો સંકેત કરતું હતું અને વનમાં વાયુ વહેતો હતો તે જાણે ગુરુદેવના અભ્યદયનું ગીત ગાતો હતો. પર. અચાનક હવામાં કરેણની અને ચમેલીની સુવાસ આવવા લાગી. હવાના કણ કણમાં અગરુધૂપની સુગંધ પથરાઈ ગઈ. પ૩. હાથીના ગળે બંધાતી ઘંટડીનો રણકાર સંભળાયો. સાથે ઘુઘરા વાગતા હતા. એ અવાજ ધીમેધીમે નજીક આવી રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધી રહેલાં પગલાના આઘાતથી રોમાંચિત બનીને ભૂમિ સ્પંદન અનુભવી રહી હતી. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૭
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy