SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૩૫ અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની વાવ્યા મૈગમ-વ્યવહારનય સંમત હોમનપૂર્વ પ્રમાણે જાણની અતિ એક દ્રવ્યની અપેક્ષાએ તે બંને દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સવલોકમાં અવગાઢ નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ તે બંને અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય સર્વ લોકમાં વ્યાપ્ત છે. કાલાનુપૂર્વના સ્પર્શના દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું. • વિવેચન-૧૩૫/ર : આ બે સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર અને સ્પર્શનાનો વિચાર કરવામાં આવ્યો છે. કાલાનુપૂર્વીની અપેક્ષાએ ત્રણથી વધુ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વી કહેવાય છે. આ ત્રણ, ચાર, સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્યાકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરી શકે છે. આ આનુપૂર્વી દ્રવ્ય જો એક-બે-ત્રણ વગેરે આકાશ પ્રદેશને અવગાહે તો લોકનો અસંખ્યાતમો ભાગ તેનું ક્ષેત્ર કહેવાય. તે જ રીતે કેટલાક લોકના સંખ્યાતમા ભાગને, કેટલાક આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત ભાગોને, કેટલાક અસંખ્યાત ભાગોને અને કેટલાક દેશોન લોકને અવગાહે છે. પરંતુ કોઈ ચોક પુદ્ગલ સ્કંધની અપેક્ષાએ કાલાનુપૂર્વીગત આનુપૂર્વી દ્રવ્ય સર્વલોક વ્યાપી નથી. અયિત મહાકળ દ્રવ્ય સર્વલોકવ્યાપી બની શકે છે પરંતુ કાલની વિવક્ષામાં તે આનુપૂર્વી દ્રવ્ય નથી. તે એક સમય માટે લોકવ્યાપી બને છે. સર્વલોક વ્યાપી સ્કંધરૂપે તેની સ્થિતિ એક સમયની જ છે અને એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. તેથી અચિત મહાત્કંધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોકવ્યાપી ન કહી શકાય. કાલાનુપૂર્વીગત આનુપૂર્વીનું મ દેશોન લોક છે. કાળમાં માત્ર ફોગની વિવાથી ત્રણ પ્રદેશ ન્યૂન અથgિ દેશોન ન્યૂન આનુપૂર્વી દ્રવ્ય માનવા જોઈએ. તેથી તે ત્રણ પ્રદેશમાંથી એક પ્રદેશ પર અનાનુપૂર્વી અને બે આકાશ પ્રદેશ ઉપર અવકતવ્ય દ્રવ્ય રહી શકે. આ વિધાન ક્ષેત્રની વિવક્ષાથી કાલાનુપૂર્વમાં સમજવું. • સૂઝ-૧૩૫/3 - પુન: • નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂવરૂપે કેટલો કાળ રહે છે આથતિ તેની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક આનપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ આનુપૂવ દ્રવ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે. પ્રથમ - મૈગમ વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય-અનુcકૃષ્ટ સ્થિતિ એક સમયની અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સકાલિક છે. ઘન :- નૈગમ વ્યવહાર નયસંમત વક્તવ્ય દ્રવ્યની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક વકતવ્ય દ્રવ્યની અપેક્ષાએ રાજઘન્ય-અનુષ્કૃષ્ટ સ્થિતિ બે “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમયની છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે. • વિવેચન-૧૩૫/૩ - આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિનું વર્ણન છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વરૂપે જેટલો સમય રહે તે કાલમયદાને સ્થિતિ કહે છે. કાલની અપેક્ષાએ જઘન્ય ત્રણ સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને જ કાલાતુપૂર્વી કહે છે. તેથી તેની સ્થિતિ તે પ્રમાણે જ સંભવિત છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અવક્તવ્ય કહ્યા છે. તે બંનેમાં એક જ સ્થિતિ સ્થાન છે. તેથી તેની અજઘન્ય અનુકૂટ સ્થિતિ ક્રમશઃ એક અને બે સમયની છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એવી બે પ્રકાસ્ની સ્થિતિ સંભવિત નથી. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય દ્રવ્ય સર્વકાળમાં હોય છે. એક પણ સમય એવો ન હોય કે જયારે આ ત્રણે દ્રવ્ય ન હોય. તેથી તેની સ્થિતિ સર્વદ્ધા-સર્વકાલની કહી છે. • સૂp-૧૩૫૪ - પ્રશન :- બૈગમ વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્યનું કાળપેક્ષાએ અંતર કેટલા સમયનું હોય છે ? ઉત્તર :- એક આનપર્વ દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ને સમયનું અંતર છે અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. ધન :- નૈગમ વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું છે ? ઉત્તર + એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે અને અનેક નાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. પ્રવન :- નૈગમ વ્યવહારનયણાંમત આવકતવ્ય દ્રવ્યનું અંતર કેટલા સમયનું છે ? ઉત્તર - એક દ્રવ્યની અપેક્ષાએ અવકતવ્ય દ્રવ્યનું જElી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક વકતવ્ય દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. વિવેચન-૧૩૫૪ - આ સૂત્રોમાં આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું અંત-વિરહકાળને વર્ણવવામાં આવ્યો છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપ પરિણામને ત્યાગી અન્ય પરિણામને પામી પુનઃ જેટલા સમય પછી આનપૂર્વીપણાને પ્રાપ્ત થાય તેટલા સમયને અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે. (૧) આનપર્વદ્રવાનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમયનો છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય બે સમય, ઉcકૃષ્ટ અસંખ્યાત કાળનો છે. (3) અવક્તવ્યદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. આનુપૂર્વીદ્રવ્યના જઘન્ય-ઉત્કૃષ્ટ એક-બે સમયના વિરહકાળનું કારણ એ છે. કે ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. તે આનુપૂર્વીપણાને ત્યાગી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યરૂપે પરિણત
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy