SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૯ ૩૧ • સૂત્ર-૧૦૯ : પ્રશ્ન :- ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (૧) પૂર્વાનુપૂર્વી (૨) પાનુપૂર્વી (૩) નાનુપૂર્વી. • વિવેચન-૧૦૯ : કોઈ એક વસ્તુને સ્થાપિત કરી, તેની સમીપે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અન્યવસ્તુઓને સ્થાપિત કરવામાં આવે તેને ઉપનિધિ કહેવાય છે. ઉપનિધિ જેનું પ્રયોજન છે તે ઔપનિધિકી કહેવાય છે. દ્રવ્યવિષયક આનુપૂર્વી તે દ્રવ્યાનુપૂર્વી. (૧) પૂર્વાનુપૂર્વી :- વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે પ્રથમ દ્રવ્ય છે ત્યાંથી પ્રારંભ કરી અનુક્રમે પછીના દ્રવ્યોને સ્થાપવામાં આવે અથવા તે રીતે ગણના કરાય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. (૨) પશ્ચાનુપૂર્વી :- વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાંથી અંતિમ છેલ્લે જે દ્રવ્ય છે ત્યાંથી શરૂ કરી વિપરીતક્રમથી પ્રથમ દ્રવ્ય સુધીની ગણના કે સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. (૩) અનાનુપૂર્વી :- પૂર્વાનુપૂર્વી પશ્ચાતુર્વીના ક્રમને છોડી, વચ્ચે-વચ્ચેના દ્રવ્યથી પ્રારંભ કરી, કોઈપણ ક્રમથી કથન કે સ્થાપન કરવામાં આવે તે અનાનુપૂર્વી. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી-અનાનુપૂર્વી અને અવક્તવ્ય તેમ ત્રણ પ્રકારે દ્રવ્ય બતાવ્યા છે. ત્યાં અનાનુપૂર્વીનો અર્થ છે ક્રમ ન હોવો. પરમાણુમુદ્ગલ એક નિર્વિભાગ અંશ રૂપ છે. તેમાં આદિ-મધ્ય-અંતરૂપ ક્રમ નથી. તેથી પરમાણુની ગણના અનાનુપૂર્વીમાં કરી છે. જ્યારે ઔપનિધિકીના પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી, આ ત્રણ ભેદમાં અનાનુપૂર્વી અનુક્રમ કે વિપરીત ક્રમ સિવાયના ક્રમરૂપ છે અર્થાત્ અહીં અનાનુપૂર્વીમાં વચ્ચે-વચ્ચેના કોઈ પણ દ્રવ્યથી શરૂ કરી ક્રમ બનાવવામાં આવે છે. તે ક્રમ પૂર્વાનુપૂર્વી અને શ્વાનુપૂર્વીથી ભિન્ન ક્રમ હોય છે. - સૂત્ર-૧૧૦ - [ « પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- (૧) ધમસ્તિકાય, (ર) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધકાળ. આ પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. આ પુર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પશ્ત્ર :- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- (૬) અદ્ધારામય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૧) ધર્માસ્તિકાય. આ પ્રમાણે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તે પશ્ચાનુપૂર્વી yoot :- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- એકથી પ્રારંભ કરી, એક-એકની વૃદ્ધિ કરતાં છ સંખ્યા પતિની સ્થાપિત શ્રેણીના અંકોને પરસ્પર ગુણી-અભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતના (પૂનુપૂર્વી અને પદ્માનુપૂર્વીરૂપ) “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બે ભંગ ન્યૂન કરતાં જે સંખ્યા રહે, તેટલી (આ છ દ્રવ્યોની) અનાનુપૂર્વી છે. • વિવેચન-૧૧૦ : ૩૨ આ ત્રણ સૂત્રોમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ ભેદ, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે. ધર્માસ્તિકાયથી શરૂ કરી અનુક્રમથી અદ્ધાસમય સુધી દ્રવ્યોને સ્થાપન કરવામાં આવે, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. અદ્ધા સમયથી શરૂ કરી વિપરીતક્રમથી ધર્માસ્તિકાય પર્યંત કથન કરવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય છે અને આ બંને પ્રકારના ક્રમને છોડી, સંભવિત ભંગો દ્વારા જે ક્રમ રચવામાં આવે અને તે દ્વારા તેનું કથન કરાય તેને અનાનુપૂર્વી કહે છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના ક્રમની સાર્થકતા :- છ દ્રવ્યમાં ધર્મ' પદ માર્ગલિકરૂપ હોવાથી તીર્થંકરોએ પ્રથમ ધર્માસ્તિકાયનું કથન કર્યું છે. ધર્મનું પ્રતિપક્ષી પદ ‘અધર્મ' છે. તેથી ત્યારપછી અધર્મનું, ધર્મ અને અધર્મનો આધાર આકાશ હોવાથી ત્યારપછી આકાશનું, આકાશની સાથે અમૂર્તતાની અપેક્ષાએ સામ્યતા હોવાથી ત્યારપછી જીવનું, જીવના ભોગોપભોગનું સાધન પુદ્ગલ હોવાથી ત્યારપછી પુદ્ગલનું કથન છે અને જીવ તયા અજીવની પર્યાય હોવાથી અને જીવ અને અજીવ દ્રવ્યો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું હોવાથી અંતે અદ્ધારામય-કાલદ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. - સૂત્ર-૧૧૧ : અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારે કહી છે. જેમકે પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી, (૩) અનાનુપૂર્વી. - * * પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે. • પરમાણુમુદ્ગલ, દ્વિદેશી સ્કંધ, પદેશી સ્કંધ યાવત્ દસ પ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, અસંખ્યાત પ્રદેશી કંધ, અનંતપદેશી સ્કંધ, આ ક્રમવાળી આનુપૂર્વી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પ્રથ્ન - પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે – અનંતપ્રદેશી કંધ, અસંખ્યાતપદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, યાવત્ દશ પ્રદશી સંધ યાવત્ ત્રિપદેશી સ્કંધ, દ્વિપદેશી સ્કંધ, પરમાણુયુદ્ગલ. આ રીતે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. પન્ન :- નાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- એકથી પારંભ કરી એક એકની વૃદ્ધિ કરવાથી નિર્મિત અનંતપદેશી સ્કંધ પર્યંતની શ્રેણીની સંખ્યાને પરસ્પર ગુણવાથી નિષ્પન્ન અન્યોન્યાભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતરૂપ ભે ભંગ ન્યૂન કરવાથી અનાનુપૂર્વી બને છે. આ રીતે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્યાનુપૂર્વી અને નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી તથા દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. • વિવેચન-૧૧૧ : આ સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયમાં ઘટિત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીનું - (૧)
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy