SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૭૯ બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયા. આ ત્રણ દષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપશસ્ત ભાવ ઉપક્રમ છે. • સૂઝ-૮૦ : અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) નવી () નામ (૩) પ્રમાણ (૪) વકતવ્યતા (8) અધિકાર (૬) સમવાર, • વિવેચન-૮૦ : પૂર્વે જ ભેદ વડે નિપની દષ્ટિએ ઉપક્રમનું સામાન્ય વર્ણન કરી શાસકારે પ્રસ્તુત સૂત્રમાં બીજી રીતે આનુપૂર્વી આદિ ઉપકમના છ પ્રકાર દશવ્યિા છે. (૧) આનુપૂર્વી :- આનુપૂર્વી એટલે અનુકમ-ક્રમ. વસ્તુના અનેક ભેદોપ્રકારોનું ક્રમ સાથે વર્ણન તે આનુપૂર્વી કહેવાય અથવા એક વસ્તુને સ્થાપી પછી બીજી, ત્રીજી વસ્તુને અનુક્રમે સ્થાપવી તે પણ આનુપૂર્વીનો પ્રકાર છે. (૨) નામ :- કોઈપણ વસ્તુનો અભિધાયક-વાચક શબ્દ ‘નામ' કહેવાય છે. (3) પ્રમાણ :- વસ્તુના સ્વરૂપને સારી રીતે જાણવું અથવા માપવું તે ‘પ્રમાણ'. (૪) વક્તવ્યતા - અધ્યયન વગેરેના પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ વિવેચન કરવું તે ‘વક્તવ્યતા' કહેવાય છે. (૫) અધિકાર :- અધ્યયનમાં વર્ણિત વિષયના અર્થનું કથન. (૬) સમવતાર - વસ્તુ સ્વ-પર-ઉભયમાં ક્યાં સમાવેશ પામે છે તે વિચારણા. • સૂત્ર-૮૧ - પ્રત આનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આનુપૂર્વના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામાનુપૂર્વી, (૨) સ્થાપનાનુપૂર્વી, (3) દ્રવ્યાનુપૂર્વી, (૪) હોમાનુપૂર્વી, (૫) કાલાનુપૂર્વી (૬) ઉકીર્તનાનુપૂર્વી, () ગણનાનુપૂર્વી, (૮) સંસ્થાનાનુપૂર્વી, (૯) સમાચાયનુપૂર્વ, (૧૦) ભાવાનુપૂર્વી. • વિવેચન-૮૧ : આનુપૂર્વી એટલે કમ, અનુકમ કે પરિપાટી, એક પછી એક, એમ ક્રમથી વસ્તુ વગેરેનું વર્ણન કરવાની અથવા ગોઠવવાની રીતને આનુપૂર્વી કહેવાય છે. ‘અનુ’ એટલે પાછળ, ‘પૂર્વે’ એટલે આગળ. પૂર્વે એકની સ્થાપના કરી તેની પાછળપાછળ ક્રમચી સ્થાપના કરqી તે આનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૮૨ - નામાનુપૂર્વ અને સ્થાપનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? નામ અને સ્થાપના આનુપૂર્વીનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જણવું. દ્રવ્યાનુપૂર્વના વર્ષ વનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વ સુધીનું સભેદ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું ( ‘નાવ’ શબ્દથી તે સૂચિત કર્યું છે.). પ્રવન - જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિકિત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : જ્ઞાચકશરીરૂભ શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વના બે પ્રકાર છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનુપૂવ. - તેમાં ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વ સ્થાપ્ય છે પહેલાં અનૌનિધિકીનું સ્વરૂપ સૂત્રકાર દશવિરે છે. તેમાં જે અનપનિધિકી દ્રવ્યાનપુર્વ છે, તેના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે -(૧) નૈગમ-qયવહાર નય સંમત(૨) સંગ્રહનયસંમત. - વિવેચન-૮ર : આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિદર્શન છે. ‘તવ' પદ દ્વારા અને ‘નાવ' પદ દ્વારા નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી અને દ્રવ્યાનુપૂર્વમાં આગમથી દ્રવ્યાનુપૂર્વી, જ્ઞાયકશરીર નોઆગમચી દ્રવ્યાનુપૂર્વી, ભવ્યશરીરનોઆગમથી દ્રવ્યાનુપૂર્વી સુધીનો પાઠ, આવશ્યક પ્રમાણે જાણી લેવાની સૂચના આપવામાં આવી છે. તવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ બતાવ્યા છે. ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :- “ઔપનિધિકી’ શબ્દમાં મૂળ શબ્દ ‘ઉપનિધિ” છે, ‘ઉપ' ઉપસર્ગનો અર્થ છે, સમીપ-નજીક અને ‘નિધિ'નો અર્થ છે રાખવું અતિ કોઈ વિવક્ષિત એક પદાર્થને પહેલા સ્થાપિત કરી, તત્પશ્ચાતું તેની પાસે-સમીપમાં પૂવનિપૂર્વી વગેરે ક્રમથી અન્ય-અન્ય પદાર્થને રાખવામાં આવે તો તે ઉપનિધિ કહેવાય છે. જે આનુપૂર્વીમાં આ ઉપનિધિ પ્રયોજનભૂત છે, તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય. છ દ્રવ્ય, સામાયિક વગેરે છ અધ્યયન, દ્વિ-નિ-ચતુઃપ્રદેશી વગેરે સ્કંધોનું પૂર્ણાનુપૂર્વી વગેરે ત્રણમાંથી કોઈ પણ ક્રમથી સ્થાપન કે કથન વિધિને ઔપનિધિની આનુપૂર્વી કહે છે. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વ :- અનુપનિધિ-પૂર્વનુપૂર્વી વગેરે કમથી પદાર્થની સ્થાપના, વ્યવસ્થા ન કરવી તે અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. લોકમાં હિપ્રદેશી, રિપ્રદેશી વગેરે સ્કંધો ક્રમચી ગોઠવાયેલા નથી. લોકમાં પરમાણું વગેરે જે પુદ્ગલો જેમ છે તેમ તેની વિચારણા કરવી તે અનૌપનિધિની કહેવાય છે. પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય ક્રમથી ગોઠવાયેલા ન હોવા છતાં આદિ, મધ્યમ અને અંત સંભવિત હોવાથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કંધોનું ક્રમથી કથન કરવામાં આવે તો તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્થિત પુદ્ગલ સ્કંધો ક્રમથી ગોઠવાયેલા નથી તેની, તે જ રીતે વિચારણા કરવી અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી, આ બે માં ઔપનિધિsી દ્રવ્યાનુપૂર્વી અા વિષયવાળી છે. તેથી અનૌપનિધિકીનું વર્ણન પહેલાં કરે છે. આ વાત સૂત્રકારે ‘ટપ્પા' પદ દ્વારા સૂચવી છે. અનૌપનિધિની આનુપૂર્વીના બે ભેદ :- અનૌપનિધિની આનુપૂર્વીના નૈગમવ્યવહારનય સંમત અને સંગ્રહનય સંમત એવા બે ભેદ છે. નૈગમ-સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નય, દ્રવ્યાર્થિક નય છે અને શેષ ચાર નય પયિને વિષય કરે છે માટે પર્યાયાર્થિક નય છે. પ્રસ્તુત અનૌપનિધિની આનુપૂર્વી પરમાણુથી લઈ અનંતપદેશી સ્કંધને વિષય કરે છે માટે દ્રવ્યાર્થિક નયથી જ અનૌપનિધિશ્રી આનુપૂર્વીનું સ્વરૂપ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy