SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૫૯ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નોઆગમથી દ્રવ્યસ્કંધ સ્વરૂપ છે. આ સમુચ્ચય દ્રવ્યસ્કંધ છે. • વિવેચન-૫૯ - આ સૂત્રમાં અનેકદ્રવ્યસ્કંધનું નિરૂપણ કર્યું છે. એક દેશ ચપચિતભાગ અર્થાત્ જીવપદેશથી રહિત, અચેતન હોય-નખ, વાળ વગેરે એકદેશ અપચિત ભાગ કહેવાય છે. એકદેશ ઉપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ભાગ- ચેતન ભાગ, પગ, માથ, પીઠ, ઉદર વગેરે. અપચિત ભાગ એટલે જીવપદેશથ વ્યાપ્ત ન હોય તેવા શરીરના અવયવ, કેશ, નખ વગેરે. તે બંને ભાગના સંયોગથી દેહરૂપ સમુદાય બને છે. તે અનેક દ્રવ્યસ્કંધ છે, જેમકે ગય, હય કંધ. - સચિત સ્કંધ, કૃમ્ન સ્કંધ અને આ અનેક દ્રવ્ય સ્કંધમાં ઉદાહરણ એક જ છે પણ પ્રત્યેકમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત સ્કંધમાં માત્ર જીવની વિવા છે, કૃસ્ત સ્કંધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત અવયવની જ વિવેક્ષા છે. ત્યાં જીવપદેશથી વ્યાપ્ત નખ-કેશ વગેરેની વિવક્ષા નથી. જ્યારે આ અનેકદ્રવ્ય સ્કંધમાં જીવપદેશથી વ્યાપ્ત અવયવ સાથે જીવપદેશથી રહિત એવા નખાદિ અવયવની પણ વિવેક્ષા છે. મિશ્ર સ્કંધમાં હાથી-અa-તલવાર વગેરે સચિત-અચિતદ્રવ્ય પૃથક્ પૃથક્ રૂપથી અવસ્થિત હોય. અનેક દ્રવ્ય સ્કંધમાં સચેત-અચેત દ્રવ્યોનો વિશિષ્ટ પરિણામથી પરિણત એક સમુદાય રૂ૫ સમુદાયની વિવક્ષા છે. આ રીતે દ્રવ્યખંઘની વક્તવ્યતા પુરી થાય છે. • સૂત્ર-૬૦,૬૧ - [૬૦] પ્રમા - ભાવસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ભાવસ્કંધના બે પ્રકાર છે. તે પ્રમાણે છે – આગમતઃ ભાવકંધ અને નોઆગમત: ભાવસ્કંધ. ૬િ૧] પુન :- આગમત: ભાવસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અંધાપદના અમિાં ઉપયોગવાન જ્ઞાતા આગમતઃ ભાવસ્કંધ છે. • વિવેચન-૬૦,૬૧ - આવશ્યક સૂત્રરૂપ શ્રતખંઘનું જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય ત્યારે તે આગમતઃ ભાવ શ્રુતસ્કંધ કહેવાય છે. • સૂઝ-૬૨ : આ સામાયિક વગેરે છ આદધ્યયનો એકમત થવાથી જે સમુદાય સમૂહ (આવશયક સત્ર રૂપ એક ગ્રુતસ્કંધ થાય છે) તે નોઆગમથી ભાવકંધ કહેવાય છે. આ નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ છે. ભાવઅંઘનું સ્વરૂપ પૂર્ણ થયું. • વિવેચન-૬૨ - આ ત્રમાં નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ દર્શાવ્યું છે. છ અધ્યયનના સમુદાય રૂપ આ સ્કંધમાં તલ્લીન થવા રૂ૫ ઉપયોગના કારણે તે ભાવસ્કંધ છે. છ અધ્યયનના સમૂહ રૂપ આ ભાવસ્કંધમાં વંદનાદિ વ્યાપાર રૂપ ક્રિયા હોય ત્યારે તેને નોઆગમત કહે છે. છ અધ્યયન સમુદાયનું એકત્રિત થઈ એક સ્કંધરૂપ આવશ્યક સૂત્રરૂપ થવું. • સૂત્ર-૬૩ થી ૬૫ - આ ભાવ સ્કંધના વિવિધ ઘોષ અને વજનવાળા એકાઈક પર્યાયવાચી નામ આ પ્રમાણે છે. ગણ, કાય, નિકાય, કંધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિક, સંઘાત, આકુળ અને સમૂહ. આ ભાવસ્કંધના એકાઈક પયયવાચી નામ છે. • વિવેચન-૬૩ થી ૬૫ : (૧) ગણ - મલ્લ વગેરે ગણોની જેમ સ્કંધ અનેક પરમાણુઓના સંશ્લિષ્ટ પરિણામયુક્ત હોવાથી ગણ કહેવાય છે. (૨) કાય ?- પૃથ્વીકાયાદિની જેમ સમૂહરૂપ હોવાથી સ્કંધને કાય કહેવાય છે. (૩) નિકાય :- મસ્જવનિકાયની જેમ સ્કંધ નિકાય રૂપ છે. (૪) સ્કંધ - દ્વિપદેશી, ગિપ્રદેશી આદિરૂપે સંગ્લિટ હોવાથી સ્કંધ કહેવાય છે. (૫) વર્ગ - ગાયના વર્ગની જેમ હોવાથી વર્ગ કહેવાય છે. (૬) શશિ - ચોખા, ઘઉં વગેરે ધાન્યની જેમ સશિવત્ ઢગલારૂપ હોવાથી સ્કંધ રાશિ કહેવાય છે. () પુંજ :- એકત્રિત કરેલ ધાન્યના ઢગલાની જેમ હોવાથી પુંજ કહેવાય છે. (૮) પિંડ - ગોળ વગેરેની જેમ પિંડવત હોવાથી પિંડ કહેવાય છે. (૯) નિકર :- ચાંદી વગેરેના સમૂહની જેમ હોવાથી નિકર કહેવાય છે. (૧૦) સંઘાત - એકત્રિત જનસમૂહની જેમ હોવાથી સંઘાત કહેવાય છે. (૧૧) આકુળ :- આંગણામાં એકત્રિત હોવાથી આકુળ કહેવાય છે. (૧૨) સમૂહ :- નગરાદિના જનસમૂહ જેવા હોવાથી સમૂહ કહેવાય છે. આ રીતે સ્કંધ નિફોપનું વર્ણન સમાપ્ત થાય છે અને કરેલ પ્રતિજ્ઞાનુસાર આવશ્યક નિક્ષેપ અને સ્કંધ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. હવે અધ્યયનના નિરૂપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એક મૃત સ્કંધ રૂપ આવશ્યક સૂત્રમાં ૬ અધ્યયન છે. તેમાં જ સૂરનો સંપૂર્ણ વિષય છે. તેથી સૂત્રકાર તે અધ્યયનોનો પરિચય આપી, પછી પ્રથમ અધ્યયન સામાયિકનું ચાર અનુયોગદ્વારથી વ્યાખ્યાન કરશે. તે ચાર દ્વારમાં બીજું દ્વાર નિફોપ છે. તેમાં આ અધ્યયનનો નિક્ષેપ કરાશે. • સૂત્ર-૬૬ થી ૬૯/૧ : - [૬૬] આવશ્યક સૂત્રના અધિકારના નામ આ પ્રમાણે છે [૬] (૧) સાવધયોગ વિરતિ (૨) ઉત્કીર્તન (1) ગુણવાનની વિનય પતિપતિ (૪) ખલિત પાપ-દોષની નિંદા (૫) gણ ચિત્સિા (૬) ગુણધારણા. [૬૮] આ રીતે આવશ્યક સૂત્રના સમુદાયાનું સંક્ષેપ કથન કર્યું છે, હવે એક-એક અધ્યયનનું વર્ણન કરીશ. [૬૯/૧] તે છ આવશ્યકના નામ આ પ્રમાણે છે. (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (3) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન • વિવેચન-૬૬ થી ૬૯/૧ - આવશ્યકતા છ અધિકારના નામ દ્વારા તેના છ અધ્યયનોના વિષય
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy