SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧ • સૂગ-૧ - જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે. (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. • વિવેચન-૧ : અનુયોગદ્વાર સૂત્રનું આ પ્રથમ સૂર મંગલાચરણાત્મક છે. જો કે સંપૂર્ણ શાસ્ત્ર પોતે મંગલ સ્વરૂપ જ છે, તેમ છતાં સૂત્રકારે ત્રણ કારણથી મંગલાચરણ કર્યું છે. (૧) આચાર પરંપરાનું પાલન કરવા, (૨) શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ કરવા, (3) શિષ્યોને શાસ્ત્રના વિષયભૂત અર્થજ્ઞાનની દેઢ પ્રતીતિ કરાવવા. જ્ઞાન, સર્વ શેય પદાર્થનું જ્ઞાયક, વિનોનું ઉપશામક, કર્મનિર્જનનું કારણ, નિજાનંદનું દાયક અને આત્મગુણોનું બોધક હોવાથી મંગલરૂપ છે. તેથી સૂત્રકારે પાંચ જ્ઞાનના વર્ણન દ્વારા આ શાસ્ત્રનું મંગલાચરણ કર્યું છે. ‘જ્ઞાન’ શબ્દની વ્યુત્પત્તિ : (૧) ભાવસાધન વ્યુત્પત્તિ - 'નાતિ:શાનમ્' જાણવું તે જ્ઞાન. આ ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર જાણવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. (૨) કરણસાધન વ્યુત્પત્તિ :- ‘ણાવતે મનેન તિ સાનમ્' આભા જેના દ્વારા પદાર્થને જાણે તે જ્ઞાન. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ દ્વારા પદાર્થને જાણે છે. આ ક્ષય કે ક્ષયોપશમ પદાર્થને જાણવામાં કારણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય-ાયોપશમ જ્ઞાન કહેવાય છે. (3) અધિકરણ મૂલ વ્યુત્પત્તિ - 'ગાયત અતિ ગાનHTAT' પદાર્થ જેમાં જણાય તે જ્ઞાન. પદાર્થ આત્મામાં જણાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે આભા જ જ્ઞાન સ્વરૂપ છે. અહીં પરિણામ જ્ઞાન અને પરિણામી આત્મામાં અભેદ હોવાથી આત્માને જ્ઞાનરૂપ માનેલ છે. (૪) કડૂસાધન વ્યુત્પત્તિ :- *નાનાતીત જ્ઞાનમ્' જાણનાર તે જ્ઞાન. આત્મા જાણવાની ક્રિયાનો કત છે. ક્રિયા અને કતમાં અભેદોપચાર થવાથી આત્માને જ્ઞાન કહેલ છે. સંક્ષેપમાં જેના દ્વારા વસ્તનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન, જેમાં વસ્તુ જણાય તે જ્ઞાન. જે નિજ સ્વરૂપનું પ્રકાશક હોય તે જ્ઞાન. જ્ઞાનાવરણ કર્મના ય કે ક્ષયોપશમના નિમિતથી ઉત્પન્ન થાય તે જ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકાર ની અપેક્ષાએ તીર્થકરો અને સૂત્ર અપેક્ષાએ ગણધરોએ પ્રરૂપિત કર્યા છે. સૂત્રકારે આ બાબતનો સંકેત ‘પાત્ત' શબ્દ દ્વારા આપેલ છે. પત્ત શબ્દની સંસ્કૃત છાયા પ્રાપ્ત, પ્રાપ્ત, પ્રાપ્ત થાય છે. (૧) પ્રાપ્ત :- પ્રરૂપિત. અર્થરૂપે તીર્થકરોએ, સૂત્રરૂપે ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. (૨) પ્રસાપ્ત-પ્રારા+જ્ઞપ્ત, પ્રાજ્ઞ એટલે તીર્થકર અને આત એટલે પ્રાપ્ત કરવું. તીર્થકરો પાસેથી ગણઘરોએ જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કર્યો છે. (3) prખં-pr[+, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આ એટલે પ્રાપ્ત કરવું. ભવ્ય ૨૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જીવોએ સ્વપ્રજ્ઞા-બુદ્ધિ દ્વારા જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કરેલ છે. સારાંશ એ છે કે સૂત્રકારે ‘પા' શબ્દ પ્રયોગ દ્વારા પોતાની લઘુતા ગટ કરી છે. તે ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકારનું કથન સ્વબુદ્ધિ કે કલાનાથી કર્યું નથી પરંતુ તીર્યકરો દ્વારા પ્રરૂપિત આશયને જ પ્રગટ કર્યો છે. (૧) આભિનિબોધિક જ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી, યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. આભિનિબોધિક જ્ઞાનનું જ બીજું નામ મતિજ્ઞાન છે. (૨) શ્રુતજ્ઞાન = (૧) પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ગ્રહણ કરેલ અર્થનો વિશેષ બોધ, મતિજ્ઞાનથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ વિચારણા તે શ્રુતજ્ઞાન. (૨) શ્રત એટલે સાંભળવું અથવા શ્રત એટલે શબ્દ. શબ્દ સાંભળીને અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન. ઉપલક્ષણથી રૂપ જોઈને, ગંધ સુંધીને, રસ આસ્વાદીને, સ્પર્શ કરીને જે અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન મન અને ઈન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થાય છે છતાં પણ તેમાં મનની મુખ્યતા છે. તેથી તે મનનો વિષય મનાય છે. ‘શ્રત પાકિયણ' - શ્રુતજ્ઞાન મનનો વિષય છે. મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. પાંચ ઈન્દ્રિય દ્વારા થતું મતિજ્ઞાન કારણ છે અને તેની વિશેષ વિચારણા દ્વારા થતું શ્રુતજ્ઞાન કાર્ય છે. તીર્થંકર પ્રરૂપિત, ગણધર રચિત દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે સ્થવિર ભગવતો દ્વારા રચિત આગમો “શ્રુતજ્ઞાન” રૂપે પ્રસિદ્ધ છે. () અવધિજ્ઞાન :- ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિ એટલે મયદા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થને જાણે તે અવધિજ્ઞાન. જે જ્ઞાન મર્યાદા સહિત રૂપી પદાર્થને ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી જાણે તે અવધિજ્ઞાન. (૪) મન:પર્યવ જ્ઞાન :- સંજ્ઞી જીવો ચિંતન કરે ત્યારે ચિંતનાનુરૂપ મનના જે પરિણામો થાય તેને સર્વપ્રકારે અવગમ કરે-જાણે તે મન:પર્યવ જ્ઞાન. સંજ્ઞી જીવોએ કાયયોગથી ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવેલ, મનોવÍણાના પુદ્ગલને મન કહેવામાં આવે છે અને ‘પરિ' એટલે સર્વ પ્રકારે, ‘અવ' એટલે બોધ-જાણવું. સંજ્ઞી જીવોના મનરૂપે પરિણમેલા પુદ્ગલોને સર્વથા પ્રકારે જાણવા તે મન:પર્યવજ્ઞાન. (૫) કેવળજ્ઞાન - સંપૂર્ણ ડ્રેય પદાર્થોના નિકાલવર્તી ગુણ-પચયિને યુગપદ્ જે જ્ઞાન વિષય કરે, જાણે તે કેવળજ્ઞાન. પાંચ જ્ઞાનનો ક્રમ :- સમ્યક્રરૂપે અથવા મિથ્યારૂપે મતિ અને શ્રુત સર્વ સંસારી જીવોને અવશ્ય હોય જ છે. તે બંને જ્ઞાનમાંથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, તેથી પ્રથમ મતિજ્ઞાન અને ત્યારપછી શ્રુતજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને અવધિજ્ઞાન સાથે કંઈક અંશે સમાનતા છે. મિથ્યાત્વના ઉદરમાં મતિ-શ્રુતની જેમ અવધિ પણ મિથ્યાર્ષ પરિણત થાય છે. મિથ્યાત્વીજીવ સમ્યકcવી બને ત્યારે ત્રણે જ્ઞાન સમ્યકરૂપે પરિણત થઈ જાય છે. મતિ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy