SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૪૫ અનુયોગદ્વાર-ચૂલિકાસૂત્ર સાનુવાદ - વિવેચન -ભાઈ-૪૧ ) આ ભાગમાં અમે “અનુયોગદ્વાર” નામક આગમને સમાવેલ છે. આ આગમને. પ્રાકૃતમાં “મનુ મોકાવારકહે છે, સંસ્કૃતમાં અનુયોગાદ્વાર કહે છે. ગુજરાતીમાં અને વ્યવહારમાં પણ આ જ નામ પ્રસિદ્ધ છે. નંદીસૂત્રમાં આગમના નામોલ્લેખમાં અનુમોરારજી” નામથી જોવા મળે છે. જુઓ સૂમ-૧૩] આ સૂત્રનો નામ પ્રમાણે તો મુખ્ય વિષય “અનુયોગ” થાય, પરંતુ આ આગમમાં આવશ્યક, શ્રત, સ્કંધ, ઉપક્રમ, આનુપૂર્વી, નામ, પ્રમાણ, સમવતાર, નિક્ષેપ, અનુગમ, નય આદિ વિષયોનો સમાવેશ થયેલો છે. અનુયોગદ્વાર ઉપર કોઈ નિર્યુક્તિ કે ભાષ્ય રચાયાનો ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી. આશરે ૨૦૦૦ શ્લોક પ્રમાણવાળા આ આગમ ઉપર ચૂર્ણિ રચાયેલ છે. શ્રી હભિદ્રસૂરિ વૃત્તિ છે, જે ચૂર્ણિ સાથે ઘણું નૈકટ્ય ધરાવે છે, બીજી વિપુલ પ્રમાણ ધરાવતી વૃત્તિ શ્રી મલ્લધારી હેમચંદ્રકૃત્ છે જેમાં પ્રત્યેક વિષયોની વિશદ્ છણાવટ પૂર્વકની સઘન ચર્ચા છે. આ સૂત્રને આગમોમાં ચાવીરૂપ સૂગ પણ ગણેલ છે, કેમકે પ્રત્યેક આગમની ટીકાઓમાં આરંભે અનુગમ, નિક્ષેપ, નય આદિ દ્વારા અર્થઘટનો કરાય છે, તેનું મૂળ આ સુગમાં જોવા મળે છે. પીસ્તાલીશ આગમોના વર્ગીકરણમાં અંગસૂત્રો, ઉપાંગસૂત્રોની માફક હાલ આને ચૂલિકા સૂગ રૂપે ઓળખાવાય છે. અંગબાહ્ય એવું આ સૂpl હાલ બીજી ચૂલિકારૂપે પ્રસિદ્ધ છે. અમોએ આગમ-૪૩-સુધી સટીક અનુવાદની પદ્ધતિ જ સ્વીકારેલ હતી, પરંતુ આ સૂત્રનું ગાંભીર્ય જોઈને અમે “સટીક અનુવાદ”ને બદલે તેમાં પ્રવેશવાના દ્વાર સમાન “સાનુવેદ વિવેચન' પદ્ધતિને સ્વીકારી છે. જેમાં મૂળ અનુયોગદ્વાર સૂત્રનો સગાઈ-ભાવાર્થ સ્વરૂપે આપેલ છે અને કોઈ ચોક્કસ ટીકાના અનુવાદને સ્થાને માત્ર બાલાવબોધ કે વિશેષ સ્પષ્ટીકરણ સ્વરૂપ વિવેચન કરેલ છે. સારાંશ એ કે “આગમ પ્રવેશદ્વાર' રૂપે પ્રચાર પામેલા આ આગમના ટીકા સાહિત્યમાં પ્રવેશવા માટે આ સાનુવાદ વિવેચન પણ “પ્રવેશદ્વાર” રૂપ જાણવું. પરંતુ જેઓ સૂઝના હાર્દને આસ્વાદવા જ ઉત્સુક છે, તેઓ તો માલધારી હેમચંદ્રીય વૃત્તિ જ જોવી સલાહભરી છે. [41/2] ૦ ભૂમિકા ૦ અનુયોગદ્વાર સૂત્રનો આરંભ મંગલિકરૂપે પાંચ જ્ઞાનના નામોલ્લેખથી થાય છે. પછી અભિધેયાદિનો નિર્દેશ કરીને, આવશ્યકના નામાદિ નિક્ષેપો જણાવે છે. આવશ્યકનું સ્વરૂપ વિવિધ રૂપે રજૂ કરી સૂત્રકારશ્રી શ્રુતના ભેદો અને પર્યાય નામો બતાવે છે. ત્યારપછી શ્રુતસ્કંધમાંના બીજા “સ્કંધ' પદને વ્યાખ્યાયીત કરતાં સ્કંધના પ્રકારોનું નિરૂપણ કરે છે. અનુયોગના મુખ્ય ભેદ એવા ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય એ પેટા પ્રકારોને દશવિ છે કે જે ઉપક્રમાદિથી પ્રત્યેક આગમોનું વિવેચન પૂર્ણ પુરુષોએ કરેલ છે. ઉપકમનું સ્વરૂપ સ્પષ્ટ કરી સૂટકારશ્રી “આનુપૂર્વી” નિરૂપણ કરે છે. જેમાં તૈગમ આદિ નય પૂર્વક અર્થપદની, ભંગોકીર્તનની ઈત્યાદિ પ્રરૂપણાઓ કરાયેલ છે. એ પ્રમાણે વિવિધ રૂપે આનુપૂર્વીનું સ્વરૂપ પ્રગટ કરીને, એકનામ બેનામ યાવતું દશનામની પ્રરૂપણા કરવા સાથે તેમાં દયિકાદિ ભાવો, સપ્તરવરાદિ જ્ઞાન, વીરરસ આદિ નવે રસો, વિવિધ રીતે નિપજ્ઞ નામો, સમાસનું સ્વરૂપ ઈત્યાદિ કહેલા છે. ત્યારપછી સૂગકાર મહર્ષિ આ અનુયોગદ્વાર સૂત્રમાં “પ્રમાણ''ના સ્વરૂપને ઘણાં જ વિસ્તારથી રજૂ કરે છે. તેમાં આમાંગુલ આદિ ત્રણ પ્રકારે ચાંગુલનું માપ, નાડી આદિની અવગાહના, નારકી આદિની સ્થિતિ, પલ્યોપમનસાગરોપમનું ગણિત, બદ્ધમુક્ત શરીરાદિને પણ વર્ણવે છે. ત્યારપછી નય નિરૂપણ અને સપ્તભંગીને વર્ણવેલ છે. ત્યારપછી સ્વસમય આદિ વક્તવ્યતા, નામ આદિ સમવતાર, નામ આદિ નિપા, અક્ષીણ, આય, ક્ષપણા, સામાયિક આદિના સ્વરૂપને પ્રગટ કરે છે અને છેલ્લે અનુગમ તથા સાત નયોનું વ્યાખ્યાન છે. “જો કે અનુયોગ અનેક ગ્રંથ વિષયક સંભવે છે, તો પણ તે પ્રતિશાસ્ત્ર, પ્રતિ અધ્યયન, પ્રતિ ઉદ્દેશ, પ્રતિવાક્ય, પતિ પદમાં ઉપકારી છે, માટે પહેલાં અનુયોગદ્વારને ધારણ કરવું જોઈએ" - આ પ્રમાણે કહીને શ્રી માલધારી હેમચંદ્રસૂરિજી આ સૂત્રની વ્યાખ્યાનો આરંભ કરે છે. તેથી આપણે પણ હવે મૂળભૂગથી મંગલ કરીએ છીએ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy