SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સુત્ર-૩૩ થી ૩૩૯ ૨૬૫ અપેક્ષાએ સર્વત્ર બે સામાયિક લાભે છે. ૪. ગતિ અપેક્ષાઓ - મનુષ્યગતિમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્યંચગતિમાં ત્રણ પ્રકારની સામાયિક હોય છે. દેવ-નર્કગતિમાં બે પ્રકારની સામાયિક હોય છે. ૫. ભવ્ય અપેક્ષાએ:- ભવ્ય જીવોમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. અભવ્ય જીવોમાં સમ્યક્ત્વ સિવાયની ત્રણ સામાયિક હોય છે. અભવ્યો નવપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તેઓમાં શ્રુતસામાયિક માનવમાં આવે છે અને વ્યવહાર નથી તેઓમાં દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક માનવામાં આવે છે. નિશ્ચય નયથી તેઓમાં એક પણ સામાયિક નથી. નોભવ્ય-નોઅભવ્ય (સિદ્ધો)માં એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. ૬. સંજ્ઞા અપેક્ષાએ :- સંજ્ઞી જીવોમાં ચારે સામાયિક હોય છે. અસંજ્ઞી જીવોમાં સમ્યકત્વ સામાયિક હોય છે. છે. ઉચ્છવાસ અપેક્ષાઓ :- ઉચ્છવાસક-નિઃસ્વાસક જીવોમાં ચારે સામાયિક હોય છે. ૮. દેષ્ટિ અપેક્ષાએ - સમ્યગ્દષ્ટિમાં ચારે સામાયિક હોય છે. મિથ્યા-મિશ્રા દષ્ટિમાં એક પણ સામાયિક નથી. ૯. આહારક અપેક્ષાઓ :- આહારકમાં ચારે સામાયિક હોય છે. અનાહારકમાં દેશવિરતિ છોડી ત્રણ સામાયિક હોય છે. (૧૭) શેમાં ? :સામાયિક શેમાં હોય છે ?, સખ્યત્વે સામાયિક સર્વદ્રવ્યસર્વ પર્યાયિોમાં તેના શ્રદ્ધાન રૂપ હોય છે. શ્રુત સામાયિક સમસ્ત દ્રવ્યમાં છે પણ સમસ્ત પયયિમાં નહીં કારણ કે શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય છે, સર્વ પર્યાય નહીં. યાત્રિ સામાયિક સર્વ દ્રવ્યમાં છે, સર્વ પર્યાયમાં નહીં. દેશવિરતિ સામાયિક ન સર્વ દ્રવ્યમાં, ન સર્વ પર્યાયમાં હોય. (૧૮) કેવી રીતે ? :- સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ? મનુયત્વ, આયોગ, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધમવધારણ, શ્રદ્ધા અને સંયમ. આ બાર સ્થાનની પ્રાપ્તિ થાય ત્યારે જીવ સામાયિકને પ્રાપ્ત કેર છે. (૧૯) કેટલા કાળ સુધી ? :- સામાયિક કેટલા કાળ સુધી રહી શકે છે ? કાળમાન કેટલું ? સભ્યત્વ અને શ્રુત સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક વધુ ૬૬ સાગરોપમની છે. ચારિત્ર સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહd છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે. (૨૦) કેટલા ? :- વિવક્ષિત સમયમાં (૧) સામાયિકના પ્રતિપધમાન (સામાયિકને વર્તમાનમાં ગ્રહણ કરતા જીવ), (૨) પૂર્વપતિપન્ન-પહેલાં જેણે સામાયિક ગ્રહણ કરી લીધી છે, તેવા જીવ, (૩) સામાયિકથી પતિત જીવ કેટલા ? ૧. પ્રતિપધમાન - કોઈ એક વિવક્ષિત કાળમાં સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિકના પ્રતિપધમાનક જીવ જઘન્ય એક, બે, ત્રણ હોય, ઉત્કૃષ્ટ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ હોય છે. તેમાં પણ દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિકને ધારણ કરનાર અસંખ્યાતગુણ અધિક હોય છે. એક કાળમાં શ્રુતસામાયિકના પ્રતિપધમાનક જીવ જઘન્ય એક-બે અને ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. સર્વ વિતિ સામાયિકના પ્રતિપદ્યમાન જીવ એક કાળમાં, જઘન્ય એક-બે અને ઉત્કૃષ્ટ સહપૃથg. ૨. પૂર્વપતિપન્ન :સભ્યત્વ તથા દેશવિરતિ સામાયિકના પૂર્વપતિપક જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે. સમ્યક્રમિથ્યાના ભેદ હિત સામાન્યરૂપે શ્રુતસામાયિકના પૂર્વપતિપન્નક ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાવમાં રહેલ અસંખ્યાત શ્રેણીઓના આકાશપ્રદેશ જેટલા હોય છે. સર્વવિરતિ સામાયિકના પૂર્વપર્તિપન્નક અનેક હજાર ક્રોડ છે. તેમાં જઘન્ય બે હજાર કોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ છે. 3, પતિત :- ચાસ્ત્રિ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સભ્યત્વ સામાયિકથી પતિત જીવ સમ્યકત્વ વગેરે સામાયિકના પ્રતિપધમાન તથા પૂર્વપતિપt જીવોની અપેક્ષાએ અનંતગુણ છે. (૨૧) અંતર :- સમાયિકનો વિરહકાળ કેટલો છે? એક જીવ અપેક્ષાઓ સમ્ય-મિથ્યા એવા ભેદ વિના સામાન્યથી (શ્રત સામાયિકનું) જઘન્ય-તમુહd અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર થઈ શકે. એક જીવની અપેક્ષાએ સમ્યકશ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિકનું અંતર જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ દેશોના અધપુદ્ગલ પરાવર્તન-માલનું છે. અનેક જીવની અપેક્ષાઓ સામાયિકમાં વિરહ નથી. (૨૨) નિરંતર :- લગાતાર-અંતર વિના કેટલા કાળ સુધી સામાયિક ગ્રહણ કરનાર થઈ શકે ? સમ્યકત્વ અને શ્રત સામાયિકના પ્રતિપતા ગૃહસ્થ નિરંતર ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત અને ચાત્રિ સામાયિકના પ્રતિપતા જીવ નિરંતર આઠ સમય સુધી હોય છે. ત્યારે સામાયિકને ગ્રહણ કરનાર જીવ જઘન્ય બે સમય સુધી નિરંતર હોય શકે. (૨૩) ભવ - કેટલા ભવ સુધી સામાયિક રહે ? સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિક પત્રના અસંખ્યાતમા ભાગ પર્વત, સર્વ વિરતિ સામાયિક આઠ ભવ પર્યત અને શ્રુત સામાયિક અનંત કાળ સુધી હોય છે. (૨૪) આકર્ષ :- એક ભવમાં કે અનેક ભવમાં સામાયિકના આકર્ષ કેટલા હોય છે ? અર્થાત્ એક કે અનેક ભવમાં સામાયિક કેટલી વાર ધારણ કરી શકાય? ચારે સામાયિકને એક ભવમાં જઘન્ય એક આકર્ષ હોય છે. સમ્યકત્વ, બૃત અને દેશવિરતિના એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર, આકર્ષ હોય છે અને સર્વવિરતિના અનેક સો આકર્ષ હોય છે. અનેક ભવોની અપેક્ષાએ સમ્યક્ત્વ અને દેશવિરિત
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy