SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૧૮ મતે પરસમય-વક્તવ્યતા અનર્થ, અહેતુ વગેરે મિથ્યાદર્શનરૂપ છે માટે અસ્વીકારણીય છે. સ્વમત જ હિતકારી, કલ્યાણકારી, આદરણીય છે, માટે તે એક જ સ્વીકારણીય છે. ૨૪૫ • સૂત્ર-૩૧૯ થી ૩૨૧ : પ્રશ્ન :- અધિકારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આવશ્યક સૂત્રના જે અધ્યયનનો જે વણ્ય વિષય-અર્થ વિષય હોય, તેનું કથન કરવું તે અધિકાર કહેવાય છે. જેમકે – (૧) સાવધ યોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપત્તિ (૪) સ્ખલનાઓની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા, આ સામાયિક આદિ છ અધ્યયનોનો અધિકાર છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૧ : જે અધ્યયનનો જે અર્થ હોય તે તેનો અર્થાધિકાર કહેવાય. આવશ્યક સૂત્રના છ અધ્યયનના ગાથામાં કહેલ છ વર્જ્ય વિષય છે. તે તેનો અધિકાર છે. (૧) સામાયિક અધ્યયનનો વર્જ્ય વિષય-તેનો અર્થ સાવધયોગ વિરતિ એટલે સાવધ વ્યાપારનો ત્યાગ છે. (૨) ચતુર્વિશતિસ્તવ અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી તે છે. (૩) વંદના અધ્યયનનો અર્થ ગુણવાન પુરુષને સન્માન આપવું, વંદના કરવી તે છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનનો અર્થ આચારમાં થયેલ સ્ખલનાઓનીઅતિચારોની નિંદા કરવી તે છે. (૫) કાર્યોત્સર્ગ અધ્યયનનો અર્થ વ્રણ ચિકિત્સા છે. (૬) પ્રત્યાખ્યાન અધ્યયનનો અર્થ ગુણધારણા છે. સૂત્ર-૩૨૨/૧ ઃ પ્રશ્ન :- સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ. • વિવેચન-૩૨૨/૧ : સમવતાર એટલે સમાવું-સમાવિષ્ટ થવું. વસ્તુ પોતાનામાં, પરમાં, ઉભયમાં ક્યાં સમાવિષ્ટ થાય છે ? ક્યાં અંતર્ભૂત થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. તેના સૂત્ર કથિત નામ આદિ છ ભેદ છે. ♦ સૂત્ર-૩૨૨/૨ : નામ સમવતારનું સ્વરૂપ કેવું છે ? નામ સમવતાર અને સ્થાપના સમવતારનું સ્વરૂપ વર્ણન પૂર્વવત્ અર્થાત્ આવશ્યકના વર્ણન પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય સમવતારના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – આગમથીદ્રવ્યરસમવતાર અને નોઆગમથી દ્રવ્યસમવતાર યાવત્ ભવ્યશરીર નોઆગમતઃ દ્રવ્યસમવાર સુધીનું વર્ણન આવશ્યકની સમાન જાણવું. પન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિતિ દ્રવ્યસમતતારના ત્રણ ભેદ છે. ૨૪૬ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જેમકે (૧) આત્મસમવાર, (૨) પરામવતાર (૩) ઉભયસમવતાર. આત્માસમવતારની અપેક્ષાએ સર્વદ્રવ્ય આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ રહે છે. પરસમવતારની અપેક્ષાએ કુંડામાં બોરની જેમ પરભાવમાં રહે છે. તભય સમવારની અપેક્ષાએ ઘરમાં થાંભલો અને ઘટમાં ગ્રીવાની જેમ પરભાવ તથા આત્મભાવ બંનેમાં રહે છે. • વિવેચન-૩૨૨/૨ : સમવતાર એટલે સમાવિષ્ટ થવું, રહેવું. પ્રત્યેક દ્રવ્ય-પદાર્થ ક્યાં રહે છે ? તેનો વિચાર નિશ્ચયનય અને વ્યવહારનયથી કરવામાં આવે છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં-આત્મભાવમાં જ રહે છે. નિજસ્વરૂપથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ જ નથી. વ્યવહારનયથી વિચાર કરતાં દ્રવ્ય પરભાવમાં પણ રહે છે. જેમ બોર કુંડામાં રહે છે. દેવદત્ત ઘરમાં રહે છે. દ્રવ્ય-પદાર્થનો જે આધાર, તેમાં તે રહે છે, તેમ લોકમાં વ્યવહાર થાય છે. ઉભયરૂપતામાં નિશ્ચય અને વ્યવહારનો યુગપદ્ એક સાથે વિચાર કરવામાં આવે છે. જે ઘરમાં થાંભલો રહે છે તે આત્મભાવમાં પણ રહે છે અને ઘરમા પણ રહે છે. તેમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી, અન્ય દ્રવ્યના આધારે પણ રહે છે. માત્ર પરભાવ સમવતારનું કોઈ દૃષ્ટાંત નથી. સૂત્રમાં ‘કુંડામાં બોર’નું જે દૃષ્ટાંત આવ્યું છે, તે ઉભયરૂપતાનું જ દૃષ્ટાંત કહેવાય, કારણ કે બોર સ્વસ્વરૂપમાં પણ રહે જ છે. એકલા પરભાવમાં રહેતા કોઈ દ્રવ્ય-પદાર્થ નથી. તેથી પરભાવ સમવતાનું દૃષ્ટાંત શક્ય નથી. તેથી અહીં આત્મભાવથી અલગ વિવક્ષા ન કરતાં નામ માત્રથી તેનો પૃથક્ નિર્દેશ કરેલ છે. વાસ્તવમાં સમવતારના બે પ્રકાર છે = • સૂત્ર-૩૨૨/૩ : અથવા ગાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય સમવતારના બે પ્રકાર કહ્યા છે. આત્મસમવતાર અને ભય સમવતાર. જેમ ચતુષ્પષ્ટિકા આત્મસમવતારથી આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષાએ દ્વાત્રિંશિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. દ્વાત્રિંશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભયસમવતારની અપેક્ષાએ પોડર્શિકામાં અને આત્મભાવમાં રહે છે. પૌડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તભય સમવતારથી અષ્ટભાગિકામાં અને આત્મભાવમાં સમવતરિત થાય છે. અષ્ટભાગિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તભય સમવતારથી ચાર્તુભાગિકામાં અને આત્મભાવમાં સતતી થાય છે. ચતુગિકા આત્મ સમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભય સમવતારની અપેક્ષાએ અર્ધમાનીમાં અને આત્મભાવમાં રહે છે. અર્ધમાનિકા
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy