SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સુ-૧૮ ૨૪૪ વકતવ્યતા કહેવાય છે. • સૂત્ર-૩૧૮/ર : પ્રશ્ન :- સ્વસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વિરોધ ન આવે તે રીતે પ્રસિદ્ધlોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદન કરવામાં આવે, તેને સમયાવકતવ્યતા કહેવામાં આવે છે. • વિવેચન-૩૧૮/ર - પૂવપિર-પહેલાના અને પછીના કથનમાં વિરોધ ન આવે તે રીતે, પોતાના સિદ્ધાન્ત-માન્યતાથી અવિરોધી એવી ક્રમબદ્ધ વ્યાખ્યા કરવામાં આવે તે સ્વસમય વકતવ્યતા છે. માધવજ્ઞફ થી ૩૦ સજ્જડ્ડ સુધીના શબ્દો સમાનાર્થક લાગે છે પરંતુ શબ્દભેદથી અર્થભેદ થઈ જાય. તેથી તે સર્વનું ભિન્ન-ભિન્ન કથન છે. માધવન3 :- સામાન્ય રૂપથી કથન કરવું કે વ્યાખ્યા કરવી. [વનરૂ અધિકૃત વિષયની પૃથક પૃથક લાક્ષણિક વ્યાખ્યા કરવી. જેમકે જીવ અને પુદ્ગલની, ગતિમાં સહાયક બને તે ધર્માસ્તિકાય કહેવાય છે, વગેરે. પવનg :- અધિકૃત વિષયની વિસ્તૃત પ્રરૂપણા કરવી. જેમ ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. તે લોક વ્યાપી એક દ્રવ્ય છે, વગેરે. સિકન :- દષ્ટાંત દ્વારા સિદ્ધાન્તને સ્પષ્ટ કરવો. જેમકે ધમસ્તિકાયનો ચલન સહાયગુણ છે, for fક્ષ ન :- દૃષ્ટાંત દ્વારા સિદ્ધ સિદ્ધાંતને દોહરાવવો તે ઉપનય અને તેના દ્વારા અધિકૃત વિષયનું સ્વરૂપ નિરૂપણ કરવું. ૩fસન :- સમસ્ત કથનનો ઉપસંહાર કરી, પોતાના સિદ્ધાનનું સ્થાપન કરવું. સૂત્ર-૩૧૮/3 : પન • પરસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * જે વકતવ્યતામાં પસ્યમય-અન્યમતના સિદ્ધાંતોનું કથન કરવામાં આવે. ચાવ4 ઉપદર્શન કરવામાં આવે, તે પરસમય વકતવ્યા કહેવાય છે. • વિવેચન-૩૧૮/૩ : જેમાં સ્વમત નહીં પરંતુ પરમત-પર સિદ્ધાન્તની વ્યાખ્યા કરવામાં આવે છે પરસમયવકતવ્યતા છે. જેમકે સૂત્રકૃતાંગ સુટના પ્રથમ અધ્યયનમાં લોકાયતિકોનો સિદ્ધાન સ્પષ્ટ કર્યો છે. • સૂત્ર-૩૧૮૪ - પ્રશ્ન :- સ્વસમય-પરસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર કે જે વકતવ્યતામાં વસમય-પરસમય બંનેનું કથન, પ્રજ્ઞાપન, પરૂપમ, શનિ, નિદર્શન ઉપદર્શન કરવામાં આવે તેને સ્વસમય-સમય વક્તવ્યતા કહે છે. • વિવેચન-૩૧૮/૪ : જે કથન સ્વસમય અને પરસમય ઉભયરૂપે હોય તે સ્વસમય-પરસમય વકતવતા કહેવાય છે. જેમકે – જે વ્યક્તિ આગા-ઘરમાં રહેનાર ગૃહસ્થ હોય, “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અરણ્યવાસી હોય કે પ્રવજિત (શાક્યાદિ હોય), આ દર્શન-સિદ્ધાન્તને સ્વીકારે, ધારણ, ગ્રહણ કરે તો સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ કથનમાં ઉભયમુખી વૃત્તિ હોવાથી જૈન, બૌદ્ધ, સાંખ્ય કોઈપણ દર્શનવાળા માટે તે અર્થ પોતાના મતાનુરૂપ થાય છે. તેથી પોતા માટે સ્વસમય વકતવ્યતાપ અને અન્ય માટે પરસમયવક્તવ્યતા રૂપ થાય. • સૂગ-૩૧૮/૫ - ધન :- આ ત્રણ પ્રકારની વકતવ્યતાઓમાંથી કયો નય કઈ વકતવ્યતાને સ્વીકારે છે ? ઉત્તર :- નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નય, ત્રણે પ્રકારની વક્તવ્યતાને સ્વીકારે છે. યથા - (૧) સમય વકતવ્યતા (ર) પરસમય વકતવ્યતા (3) ઉભય વક્તવ્યતા. જુસૂઝનય સમયવકતવ્યતા અને પરસમય વકતવ્યતા, આ બે વક્તવ્યતાને સ્વીકારે છે. તેઓના મતે ‘સમય-પરસમય ઉભયરૂપ આ ગીજી વક્તવ્યતા સ્વીકારણીય નથી. ત્રીજી વકતવ્યતામાં જે સમયરૂપ અંશ છે, તે પ્રથમ ભેદ સમયમાં સમાવિષ્ટ થઈ જશે અને ત્રીજી વક્તવ્યતાનો ‘પરસમય' ૫ અંશ બીજ ભેદ “પરસમય વકતવ્યતા'માં સમાવિષ્ટ થઈ જશે, માટે વકતવ્યતાના બે જ પ્રકાર સ્વીકારવા જોઈએ. ગિવિધ વક્તવ્યતા નથી. શબદનય, સમભિરૂઢનય અને એનંભૂતનય, આ ત્રણે નય એક-વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેઓના મતે પરસમય વકતવ્યતા નથી, કારણ કે પરસમય વકતવ્યતા અનર્થ, હેતુ, અસદ્ભાવ, ક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિશ્રાદનિરૂપ છે, તેથી મસમયના વ્યતા તેઓને માન્ય નથી. તે જ રીતે સ્વસમય-પરસમય ઉભયરૂપ વકતવ્યતા પણ સ્વીકારણીય નથી. • વિવેચન-૩૧૮/૫ - નયર્દષ્ટિઓ લોકવ્યવહારથી લઈ વસ્તુના પોતાના સ્વરૂપ સુધીનો વિચાર કરે છે. પૂર્વના નયો ફૂલ દેષ્ટિથી વિચાર કરે છે. ઉત્તરોત્તર પછીના નયો સૂક્ષમતાથી વિચાર કરે છે. સાત નયમાંથી અનેક પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરનાર નૈગમનય, સર્વ ચાર્યનો સંગ્રાહક સંગહાય, લોકવ્યવહાર પ્રમાણે વ્યવહાર કરવામાં તત્પર વ્યવહારનય, આ ત્રણે નયની માન્યતા છે કે લોકમાં એવી પરંપરા, રૂઢી છે તેથી સ્વ, પર, ઉભય સમયરૂપ વકતવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. જુસૂઝ નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. જુસૂગ નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વસમય, પરસમય, આ બે વક્તવ્યતામાં સમાવેશ થઈ જાય છે માટે બે જ વક્તવ્યતા છે. ઉભયરૂપ વકતવ્યતા તે ઋજુસૂત્રનયને માન્ય નથી. શબ્દાદિ ત્રણે નય એકમાત્ર સ્વસમયવક્તવ્યતાનો સ્વીકાર કરે છે. તેઓના
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy