SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૪3 જ્યારે બીજું ચાતુમસ આવ્યું ત્યારે સિંહગુફામાં વર્ષાવાસ કરનાર મુનિયો ગુરુ પાસે કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કQાની આજ્ઞા માંગી. પરંતુ ગુરુએ તેને આજ્ઞા ન આપી. ગુરુની આજ્ઞા વિના તે મુનિ કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા માટે ગયા. કોશાએ પોતાની ચિત્રશાળામાં તે મુનિને ચાતુમસ કરવાની અનુમતિ આપી. પરંતુ વેશ્યાના રૂપ અને લાવણ્યને જોઈને મુનિ પોતાની તપસ્યા અને સાધના ભૂલી ગયા. તે વેશ્યાના પ્રતિ પ્રેમ નિવેદન કરવા લાગ્યા. એ જાણીને વેશ્યાને બહુ દુ:ખ થયું. ધર્મ પામેલી વેશ્યાએ મુનિને સન્માર્ગ પર લાવવાનો ઉપાય શોધી કાઢયો. તેણીએ મુનિને કહ્યું – મુનિરાજ ! પહેલાં મને એક લાખ સોનામહોર આપો. મુનિએ કહ્યું - હું ભિક્ષુ છું. મારી પાસે ધન કયાંથી હોય ? વેશ્યાએ કહ્યું - તો તમે નેપાલ જાઓ. નેપાલના નરેશ દરેક ભિક્ષને એક એક રત્નકંબલ પ્રદાન કરે છે તેનું મૂલ્ય એક લાખ સોનામહોરનું છે. માટે તમે ત્યાં જઈને મને એ રત્નકંબલ લાવી આપો. કામરાગમાં આસક્ત થયેલ વ્યક્તિ શું ન કરે ? મુનિ પણ રત્નકાંબળી લેવા માટે સ્વાના થયાં. માર્ગમાં અનેક કષ્ટો સહન કરતાં કરતાં મહામુસીબતે તે નેપાલ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી એક રત્નકાંબળી મેળવી. પછી તેણે વાંસળીમાં એ રાકાંબળીને છુપાવી દીધી રસ્તામાં ચાલતાં ચાલતાં ફરી ચોર મળ્યા. તેઓએ ધમડી આપી. મુનિએ કહ્યું - હું ભિક્ષુ છું, મારી પાસે ધન કયાંથી હોય ? વાંસળીમાં છૂપાવેલ રત્નકાંબળીને ચોર લોકો જોઈ શક્યા નહીં તેથી ચાલ્યા ગયાં. ત્યારબાદ મુનિ ભૂખ, તરસ વગેરે અનેક શારીરિક કષ્ટો સહન કરીને છેવટે પાટલિપુર પહોંચ્યા અને કોશા વેશ્યાને તેણે રત્નકાંબળી આપી. પરંતુ કોશાએ તે બહુમૂલ્યવાન રત્નકાંબળીને મુનિ જુએ એ રીતે દુર્ગધમય અશુચિ સ્થાન પર ફેંકી દીધી. એ જોઈને દખિત હદયે મુનિએ કહ્યું - તમે આ શું કરો છો ? હું અનેક કષ્ટો સહન કરીને આ રત્નકાંબળી લઈ આવ્યો છું અને તમે આમ એકાએક ફેંકી કેમ દીધી? વેશ્યાએ કહ્યું - મુનિરાજ ! મેં તમારી પાસે રત્નકાંબળી મંગાવી અને પછી ગંદકીમાં ફેંકી દીધી, આ બધું તમને સમજાવવા માટે કર્યું. જેવી રીતે અશુચિમાં પડવાથી રત્નકાંબળી દૂષિત થઈ ગઈ, એ જ રીતે કામભોગમાં પડવાથી તમારો આત્મા પણ મલિન થઈ જશે. રત્નકાંબળીની કિંમત સીમિત છે, ત્યારે તમારો સંયમની કિંમત અણમોલ છે. આખા સંસારનો વૈભવ પણ આની તુલનામાં નગણ્ય છે. એવા સંયમરૂપી ધનને તમે કામભોગ રૂપી કીચડમાં ફસાઈને મલિત કરવા માંગો છો ? જરાક વિચાર તો કરો. વિષયોને તમે વિષ સમાન સમજીને છોડી દીધા છે, શું આપ વમન કરેલા ભોગોને ફરી ગ્રહણ કરવા ઈચ્છો છો ? કોશાની વાત સાંભળીને મુનિને પારાવાર પશ્ચાતાપ થયો. જેમ હાથી અંકુશથી ઠેકાણે આવી જાય એમ વેશ્યાના હિત શબ્દો રૂપી અંકુશથી મુનિ ફરી સંયમમાં સ્થિર બન્યા અને બોલ્યા - ખરેખર સંપૂર્ણ સાધુઓમાં સ્થૂલભદ્ર મુનિ જ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર અદ્વિતીય છે. જે બાર વર્ષ સુધી વેશ્યાની વિગશાળામાં કામભોગમાં આસકત હતા. ૧૪૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પરંતુ સંયમ ગ્રહણ કર્યા બાદ વેશ્યાની કામુક પ્રાર્થનામાં લેપાયા નહીં, મેરુ પર્વત સમાન દેઢ રહ્યા. માટે ગુરુદેવે તેને પ્રશસ્યા તે યથાર્થ છે. આ રીતે વિચાર કરતાં કરતાં તે મુનિ પોતાના ગુરુની પાસે ગયા અને પોતાના પતન વિષે પશ્ચાત્તાપ કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈને આત્માની શુદ્ધિ કરી. વારંવાર સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા કરતાં તે કહેવા લાગ્યા - પ્રેમ કરનારી તથા તેમાં અનુરક્ત વેશ્યા, પરસ ભોજન, મનોહર મહેલ, સુંદર શરીર, તરુણ અવસ્થા અને વર્ષાકાળ એ બધી અનુકૂળતા હોવા છતાં જેઓએ કામદેવને જીતી લીધો તેમજ વેશ્યાને પ્રતિબોધ પમાડીને ધર્મના માર્ગે લાવ્યા જોવા શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વારંવાર પ્રણામ કરું છું. નંદરાજાએ સ્થલભદ્રને મંત્રી પદ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ભોગવિલાસ અને સંસારના સંબંધોને દુ:ખનું કારણ જાણીને તેઓએ મંત્રીપદને ઠોકર મારીને સંયમનો સ્વીકાર કર્યો. સાધના અને આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ સ્થૂલભદ્રજીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪) સુંદરીનંદ - નાસિકપુરમાં એક શેઠ રહેતા હતા. તેનું નામ નંદ હતું. તેની પત્નીનું નામ સુંદરી હતું. નામ પ્રમાણે તે બહુ સુંદર હતી. નંદ શેઠ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેને તે અતિ વલ્લભ અને પ્રિય હતી. શેઠ તે સ્ત્રીમાં એટલા અનુક્ત હતા કે એક ક્ષણ માટે પણ તેનો વિયોગ સહન કરી શકતા ન હતા. એ કારણે લોકો તેને સુંદરીનંદના નામથી બોલાવતા હતા. સુંદરીનંદને એક નાનો ભાઈ હતો. જેણે દીક્ષા ધારણ કરી હતી. જ્યારે મુનિને ખબર પડી કે મારો મોટો ભાઈ સુંદરીમાં અત્યંત આસક્ત છે ત્યારે મુનિ તેને પ્રતિબોધ દેવા માટે નાસિકપુરમાં પધાર્યા. લોકો મુનિના આગમનના સમાચાર જાણીને ધર્મ ઉપદેશ સાંભળવા માટે મુનિની પાસે ગયા. પરંતુ સુંદરીનંદ મુનિ પાસે ન ગયાં. મુનિરાજ આહારની ગવેષણા કરતાં સુંદરીનંદના ઘરે ગયા. પોતાના ભાઈની સ્થિતિ જોઈને મનિના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેને વધુ પ્રમાણમાં પ્રલોભન નહીં આપવામાં આવે ત્યાં સુધી તે પત્ની પ્રત્યેની આસક્તિ નહીં છોડે. મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિ વડે એક સુંદર વાંદરી બનાવી. પછી તેણે નંદને પૂછયું “શું આ વાંદરી સુંદરી જેવી સુંદર છે ? શેઠે કહ્યું - સુંદરીથી અડધી સુંદર છે. બીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક વિધાધરી બનાવી. પછી શેઠને પૂછયું - આ કેવી છે ? શેઠે કહ્યું “આ સ્ત્રી સુંદરી જેવી જ છે.” બીજીવાર મુનિએ કરી પોતાની લબ્ધિથી એક દેવીની વિક્ર્વણા કરી, પછી તેણે ભાઈને પૂછયું - આ સ્ત્રી કેવી છે ? શેઠે કહ્યું - આ સ્ત્રી સુંદરીથી પણ અધિક સુંદર છે. મુનિએ કહ્યું - જો તમે થોડું પણ ધર્મનું આચરણ કરશો તો આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે. મુનિના એવા પ્રતિબોધપર્ણ વયનોને સાંભળીને સુંદરીનંદને પોતાની સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો થયો. થોડો સમય વ્યતીત થયા બાદ તેણે પણ દીક્ષા અંગીકાર કરી અને સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કર્યું. પોતાના ભાઈને પ્રતિબોધિત કરવા માટે
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy