SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૪૬ પ્રકારનાં શો અને અસ્ત્રો બનાવવાનો આદેશ આપ્યો. વરસચિને આ વાતની જાણ થઈ. તેને બદલો લેવાનો મોકો મળ્યો. તેણે અમુક શિષ્યોને નિમ્નલિખિત શ્લોક યાદ કરાવીને નગરમાં પ્રચાર કરાવી દીધો. લોકો જાણતા નથી કે શકપાલ મંત્રી શું કરશે ? તે રાજા નંદને મારીને પોતાના પુત્ર શ્રિયકને સજસિંહાસન પર બેસાડી દેશે. રાજાએ પણ એ વાત સાંભળી. તેણે શકપાલના પયંત્રની વાતને સાચી માની લીધી. સવારે મંત્રી સજદમ્બારમાં આવ્યો અને રાજાને પ્રણામ કર્યા પણ સજાએ કુપિત થઈને મોઢું ફેરવી લીધું. રાજાનો એવો વ્યવહાર જોઈને મંત્રી ભયભીત બની ગયો. તેણે ઘેર આવીને આ વાત પોતાના પુત્ર શ્રિયકને કરી. બેટા ! રાજાનો ભયંકર કોપ સંપૂર્ણ વંશનો પણ નાશ કરી શકે છે માટે કાલે જ્યારે હું રાજસભામાં જઈને રાજાને નમસ્કાર કરું એ સમયે જો રાજા મોટું ફેરવી લે તો તે સમયે તું મારા ગળા પર તલવાર ફેરવી દેજે. પુત્રે કહ્યું – પિતાજી હું એવું ઘાતક અને લોક નિંદનીય કાર્ય શી રીતે કરી શકું ? મંત્રીએ કહ્યું - બેટા! હું એ સમયે તાલપુટ નામનું વિષ મારા મોઢામાં રાખી દઈશ એટલે મારું મૃત્યુ એ વિષથી થશે. જેથી તને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. પરંતુ મને તલવાર મારવાથી રાજાનો કોપ તમારા ઉપર નહીં ઊતરે અને આપણા વંશની રક્ષા થશે. શ્રિયકે વંશની રક્ષા માટે વિવશ થઈને પિતાની આજ્ઞા માન્ય રાખી. બીજા દિવસે મંત્રી પોતાના પુત્ર શ્રિયકની સાથે રાજદરબારમાં ગયો. જ્યારે તેણે રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ મોટું ફેરવી લીધું. પ્રણામ કરવા માટે મંત્રીએ માથું નમાવ્યું કે તરત જ શ્રિયકે તલવાર પિતાના ગર્દન પર મારી દીધી જેથી ધડ અને માથું અલગ થઈ ગયાં. આ દેશય જોઈને રાજાએ ચકિત થઈને કહ્યું - શ્રિયક ! તેં આ શું કર્યું? શ્રિયકે કહ્યું – દેવ જે વ્યક્તિ આપને ઈષ્ટ ન લાગે તે અમને કેમ ઈટ લાગે ? શકપાલના મૃત્યુથી સજા દુ:ખી થયા પરંતુ શ્રિયકની વફાદારી જોઈને સજા પ્રસન્ન થયા. રાજાએ કહ્યું - શ્રિયક ! તારા પિતાના મંત્રીપદને હવે તું સંભાળ. ત્યારે શ્રિયકે વિનયપૂર્વક કહ્યું - પ્રભો ! હું મંત્રી પદનો સ્વીકાર નહીં કરી શકું. મારા મોટા ભાઈ થૂલભદ્ર બાર વર્ષથી કોશા ગણિકાને ત્યાં રહે છે. પિતાજીની ગેરહાજરી બાદ મંત્રીપદનો અધિકારી મારા ભાઈ જ થઈ શકે. શ્રિયકની એ વાત સાંભળીને રાજાએ પોતાના કર્મચારીઓને કહ્યું- તમે કોશા વેશ્યાને ત્યાં જાઓ અને સ્થૂલભદ્રને કોશાને ત્યાંતી સન્માનપૂર્વક અહીં લઈ આવો. તેને મંત્રીપદ આપવાનું છે. સજાના કર્મચારીઓ કોશા વેશ્યાના નિવાસે ગયાં. ત્યાં જઈને સ્થૂલભદ્રને બધું વૃતાંત સંભળાવ્યું. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્થૂલિભદ્રને અત્યંત દુ:ખ થયું. રાજપુરુષોએ સ્થૂલભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું “હૈ મહાભાગ્યશાળી ! આપ રાજસભામાં પધારો. મહારાજ આપને સન્માનપૂર્વક બોલાવે છે.” કર્મચારીઓની વાત સાંભળીને ચૂલભદ્ર રાજદરબારમાં આવ્યા. રાજાએ તેને સન્માનપૂર્વક આસન પર બેસાડ્યા. બેસાડીને કહ્યું - તમારા પિતાજીનું મૃત્યુ થયું ૧૪૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે માટે હવે તમે મંત્રીપદનો સ્વીકાર કરો. સ્થૂલભદ્રે વિચાર્યું - જે મંત્રીપદ મારા પિતાજીના મૃત્યુનું કારણ બન્યું તે પદ મારા માટે શી રીતે હિતકર થશે ? રાજાનો કોઈ ભરોસો ન કરાય. આજે તેઓશ્રી મને મંત્રીપદ સહર્ષ પ્રદાન કરે છે અને કાલે તે નાખુશ થઈને છીનવી પણ શકે છે. માટે એવું પદ અને ધન પ્રાપ્ત કરવાથી લાભ શું ? આ રીતે વિચાર કરતાં કરતાં સ્થૂલભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ રાજ દરબાથી પાછા ફરીને આચાર્યશ્રી સંભૂતિ વિજયની પાસે ગયા અને દીક્ષા અંગીકાર કરી. સ્થૂલભદ્ર મુનિ બની ગયા. એટલે રાજાએ શ્રિયકને મંત્રીપદ આપ્યું. સ્થૂલભદ્ર મુનિ પોતાના ગુરુની સાથે પ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. એકવાર વિહાર કરીને તેઓ પાટલિપુત્ર શહેરની નજીક પહોંચ્યા. ગુરુએ વર્ષાકાળ નજીક હોવાથી ત્યાં જ વષકાળ રહેવાનો નિશ્ચય કર્યો. તેઓશ્રીને સ્થૂલભદ્ર વગેરે ચાર શિષ્યો હતા. ચારે ય મુનિએ જુદા જુદા સ્થળે વર્ષાકાળ વ્યતીત કરવાની ગુરુ પાસે આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી. એક સિંહની ગુફામાં, બીજા ભયાનક સપના દર પાસે, બીજા કૂવાના કાંઠા પર અને ચોથા સ્થૂલભદ્ર મુનિ કોશા વેશ્યાને ઘેર, વકિાળ માટે ગયા. કોશા વેશ્યા સ્થૂલભદ્ર મુનિને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. તેણે વિચાર્યું કે પહેલાની જેમ ભોગ વિલાસમાં સમય વ્યતીત થશે. સ્થૂલભદ્ર મુનિની ઈચ્છાનુસાર કોશાએ પોતાની ચિત્રશાળામાં રહેવાની આજ્ઞા આપી. વેશ્યા પ્રતિદિન પહેલાંની માફક નિત્ય નવા નવા શૃંગાર સજીને પોતાના હાવભાવ પ્રદર્શિત કરવા લાગી. સ્થૂલભદ્ર હસ્તે પહેલાં જેવા સ્થૂલભદ્ર ન હતાં કે જે તેણીના શૃંગારમય કામુક પ્રદર્શનથી વિચલિત થાય. તેણે કામભોગને કિંપાક ફળ જેવા સમજીને છોડી દીધા હતા. તેઓ વૈરાગ્યના રંગે રંજિત હતા. તેથી તે પોતાના આત્માને પતની ખાઈમાં પાડે એમ ન હતા. કોશાએ લાખો પ્રયત્ન કર્યા પણ સ્થૂલભદ્ર મુનિનું મન વિચલિત ન થયું. પૂર્ણ નિર્વિકાર ભાવે તે તેની સાધનામાં મસ્ત રહેતા હતા. જેમ અનિ પર શીતળ જળ પડવાથી તે શાંત થઈ જાય છે તેમ સ્થૂલભદ્ર મુનિનું શાંત અને વિકાર રહિત મુખમંડલ જોઈને વેશ્યા, વિલાસી હૃદય શાંત બની ગયું. પછી સ્થૂલભદ્ર મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને તેણીએ બાર વ્રત ધારણ કરી લીધાં. ચાતુર્માસની સમાપ્તિ થવા પર ચારે ય શિષ્યો ગુરુની સેવામાં પહોંચી ગયા. સિંહગુફા, સપનું દર અને કૂવાના કિનારા પર ચાતુમસ કરનાર મુનિઓએ આવીને ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુએ તેઓની પ્રશંસા કરતાં કહ્યું - હે મુનિઓ ! તમે દુકર કાર્ય કર્યું છે. પરંતુ જ્યારે સ્થૂલભદ્ર મુનિએ પોતાનું મસ્તક ગુરુના ચરણમાં ઝુકાવ્યું ત્યારે ગુરુએ કહ્યું - હે મુનિ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે. સ્થૂલભદ્રને ગુરુએ જ્યારે અતિ દુકર કાર્ય માટે શાબાશી આપી ત્યારે ત્રણે ય મુનિઓનાં હૃદયમાં ઈષ્યભાવ ઉત્પન્ન થયો.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy