SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ તો કોઈ પણ વાત ક્યારે ય ભૂલતી નહીં. ગમે ત્યારે ગમે તેને એ વાત સંભળાવી શકે એવી તેની સ્મરણશક્તિ હતી. ૧૩૯ એ જ નગરમાં એક વરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. તે પ્રતિદિન ૧૦૮ શ્લોકની રચના કરીને રાજસભામાં રાજા નંદની સ્તુતિ કરતો. રાજા નિત્ય નવા નવા ૧૦૮ શ્લોક વડે કરાતી પોતાની સ્તુતિ સાંભળતા અને સાંભળીને મંત્રીના સામે જોતા. તેનો અભિપ્રાય એવો હતો કે મંત્રી તેની પ્રશંસા કરે તો તેને કંઈક પુરસ્કાર આપી શકાય. પરંતુ શકડાલ મંત્રી કાંઈ પણ બોલ્યા વગર ચુપચાપ સાંભળતા તેથી રાજા તેને કાંઈ પણ પુરસ્કાર આપતા ન હતા. વરરુચિ પ્રતિદિન રાજસભામાંથી ખાલી હાથે ઘેર જતો. વરુચિની પત્ની તેને ઉપાલંભ આપતી કે તમે કાંઈપણ કમાઈને કેમ લઈ આવતા નથી ? આ રીતે આપણું ઘર શી રીતે ચાલશે ! ૫ત્નીની વાત સાંભળીને વરરુચિએ વિચાર્યું – જ્યાં સુધી મંત્રી રાજાને કાંઈ કહેશે નહીં ત્યાં સુધી રાજા મને કાંઈ પણ આપશે નહીં. એક વાર તે શકડાલ મંત્રીના ઘેર ગયો અને તેની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. તેની સ્ત્રીએ પૂછ્યું – પંડિતરાજ ! આપ આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો ? વરરુચિએ તેણીને સર્વ વૃત્તાંત સંભળાવી દીધો શકડાલની પત્નીએ કહ્યું – ભલે ! આજે હું મંત્રીને વાત કરીશ. શકડાલની પત્ની બુદ્ધિમતી અને દયાળુ હતી. તેણીએ રાત્રે પોતાના પતિને કહ્યું – સ્વામિન્ ! વરરુચિ પ્રતિદિન એક સો આઠ નવા નવા શ્લોકની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે. શું એ શ્લોક આપને સારા નથી લાગતા ? તેના પતિએ કહ્યું મને સારા લાગે છે. તો પછી આપ પંડિતજીની પ્રશંસા કેમ નથી કરતા ? મંત્રીએ કહ્યું – તે મિથ્યાત્વી છે માટે હું તેની પ્રશંસા કરતો નથી. પત્નીએ ફરી વિનયપૂર્વક કહ્યું – નાથ ! જો આપના કહેવાથી એ બિચારાનું ભલું થતું હોય તો આપને એમાં શું નુકશાની છે ? મંત્રીએ કહ્યું – ભલે, કાલે હું એ બાબત વિચાર કરીશ. બીજા દિવસે મંત્રી જ્યારે દરબારમાં ગયો ત્યારે વરુચિએ પોતાના બનાવેલા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી. રાજાએ મંત્રીના સામું જોયું. મંત્રીએ કહ્યું “સુભાષિત” છે. એટલું કહેવા પર જ રાજાએ પંડિતજીને એક સો આઠ સુવર્ણમુદ્રાઓ આપી. વરરુચિ હર્ષિત થઈને પોતાના ઘરે ગયો. વરુચિ ગયા પછી મંત્રીએ રાજાને પૂછ્યું મહારાજ ! આપે તેને સુવર્ણમુદ્રા શા માટે આપી ? રાજાએ કહ્યું – તે પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોકથી સ્તુતિ કરે છે અને આજે તમે પણ તેની પ્રશંસા કરી એટલે મેં તેને પારિતોષિક રૂપે સુવર્ણમુદ્રાઓ આપી. મંત્રીએ કહ્યું – મહારાજ ! તે તો જગતમાં પ્રચલિત જૂના શ્લોકો જ આપને સંભળાવે છે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું – તેનું પ્રમાણ શું છે ? મંત્રીએ કહ્યું – હું સત્ય કહું છું. જે શ્લોક વરરુચિ આપને સંભળાવે છે એ તો મારી દીકરીઓને પણ આવડે છે. જો આપને વિશ્વાસ ન આવે તો કાલે વરુચિ જે શ્લોક આપને સંભળાવશે એ — જ શ્લોકો મારી સુપુત્રીઓ આપને સંભળાવશે. રાજાએ કહ્યું ભલે. બીજા દિવસે ચાલાક મંત્રી પોતાની સાતે ય કન્યાને રાજદરબારમાં લઈ આવ્યો અને તે દરેકને “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન પડદાની પાછળ બેસાડી દીધી. નિયત સમય પર વરુચિ સભામાં આવ્યો. તેણે પોતાના બનાવેલા શ્લોકથી રાજાની સ્તુતિ કરી પરંતુ શકડાલ મંત્રીએ પોતાની મોટી દીકરી સક્ષાને બોલાવી. રાજાની સમક્ષ આવીને વરુચિઓ સંભળાવેલા ૧૦૮ શ્લોકો ૧૪૦ તેણે પણ સંભળાવી દીધા. યક્ષા એકવાર જે સાંભળે તે તેને યાદ રહી જતું. વરુચિના બોલેલા સમસ્ત શ્લોકો સાંભળી રાજાને સંભળાવ્યા ત્યારે રાજા વરરુચિ પર ક્રોધિત થયાં અને કહ્યું, “તું કહે છે ને કે હું દરરોજ નવા શ્લોક સંભળાવું છું, આટલું ખોટું બોલે છે ?'' આજથી તારે રાજસભામાં આવવાનું નથી. રાજાએ કરેલા અપમાનથી વરરુચિ બહુ દુઃખી થયો અને શકડાલનો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે એક લાંબા લાકડાનો ત્રાપો બનાવ્યો. પછી એ ત્રાપો લઈને તે ગંગા નદીના કિનારે ગયો. અર્ધો ત્રાપો તેણે પાણીમાં રાખ્યો, તેની ઉપર સોનામહોરની ચેલી રાખી, અર્ધો ત્રાપો જે પાણીથી બહાર હતો તેના પર બેસીને તે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ પૂર્ણ થયા બાદ તેણે ત્રાપાને દબાવ્યો એટલે સોનામહોરની થેલી સહિત તે ભાગ ઉપર આવ્યો. થેલીને જોઈને વરરુચિએ લોકોને કહ્યું – રાજા મને ઈનામ ન આપે તો તેમાં મુંઝાવાનું શું ? ગંગા તો પ્રસન્ન થઈને મને પ્રતિદિન સુવર્ણની એક થેલી આપે છે. એમ કહીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. ગંગા માતાની વરરુચિ પર કૃપા ઉતરી છે, એ વાત આખા ય નગરમાં ફેલાઈ ગઈ. રાજાના કાન સુધી એ વાત પહોંચી ગઈ. રાજાએ શકડાલને વરુચિની વાત વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું – “મહારાજ ! સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરતાં પ્રાતઃકાળ આપણે ત્યાં જઈને જોવું જોઈએ.” રાજાએ તેની વાત માન્ય રાખી. ઘરે જઈને શકડાલે પોતાના એક વિશ્વાસુ સેવકને આદેશ આપ્યો કે તું રાતના ગંગાના કિનારા પર છુપાઈને બેસી જજે. જ્યારે વરુચિ સોનામહોરની થેલી પાણીમાં છુપાવીને ચાલ્યો જાય ત્યારે તારે એ થેલી લઈને મારી પાસે આવવું. સેવકે મંત્રીના કહેવા મુજબ કાર્ય કર્યું. તે ગંગાના કિનારા પર છુપાઈને બેસી ગયો. અર્ધી રાત વરરુચિ ત્યાં આવ્યો અને પાણીમાં સોનામહોરની થેલી છુપાવીને ચાલ્યો ગયો. તેના ગયા પછી સેવકે ત્યાંતી પેલી થેલી લઈને મંત્રીને સોંપી દીધી. બીજા દિવસે સવારે વરુચિ ગંગાકિનારે આવ્યો અને ત્રાપા પર બેસીને ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સમયે રાજા અને મંત્રી પણ ત્યાં આવ્યા. સ્તુતિ સંપૂર્ણ થયા બાદ વરરુચિએ ત્રાપાને દબાવ્યો પણ ચેલી ઉપર આવી નહીં. બે ત્રણવાર તેણે મહેનત કરી પણ સોનામહોરની થેલી દેખાણી નહીં, ત્યારે શકડાલે કહ્યું – પંડિતરાજ ! પાણીમાં શું જુઓ છો ? રાતના છુપાવેલી આપની થેલી તો મારી પાસે છે. એમ કહીને તેણે ત્યાં બેઠેલા લોકોને થેલી બતાવીને વરુચિની પોલ ખુલ્લી કરી. લોકો માયાવી, કપટી એમ કહીને પંડિતજીની નિંદા કરવા લાગ્યા. પણ મંત્રી સાથે વેરનો બદલો લેવા માટે વરુચિ તેના છિદ્રો શોધવા લાગ્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ શકડાલ પોતાના પુત્ર શ્રિયકના લગ્નની તૈયારીમાં પડી ગયો. મંત્રીએ વિવાહની ખુશાલીમાં રાજાને ભેટ આપવા માટે ઉત્તમ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy