SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૩૩ રાગૃહ તરફ વિહાર કર્યો. સંદિપેણ મુનિ સજગૃહ પધારવાના સમાચાર સાંભળીને મહારાજા શ્રેણિક પોતાના અંતઃપુર સહિત તેમજ નંદિવેણ કુમારની પત્નીઓને સાથે લઈને દર્શનાર્થે ગયાં. રાજા શ્રેણિકને, તેની સણીઓને તથા પોતાના ગુરુ નંદિપેણની અનુપમ રૂપવતી પત્નીઓને જોઈને મુનિપણામાં શિથિલ થઈ ગયેલ સાધુએ વિચાર્યું કે - અરે ! મારા ગુરુએ તો અપ્સરાને શરમાવે એવી રૂપવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે અને મન, વચન, કાયાથી સારી રીતે સંયમનું પાલન કરે છે અને હું વમન કરેલા વિષય ભોગોનું ફરી સેવન કરવા ઈચ્છું છું. ધિક્કાર છે મને ! એવો વિચાર કરીને તે પુનઃ સંયમી જીવનમાં દૃઢ બની ગયા અને આત્મ કલ્યાણના માર્ગમાં અધિક તન્મયતાથી પ્રવૃત થયા. નંદિપેણ મુનિની પારિણામિની બુદ્ધિથી શિથિલ મુનિ સંયમમાં સ્થિર થયા. (9) ધનદત્ત :- ધનદત્તનું ઉદાહરણ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના અઢારમાં અધ્યયનમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે માટે ત્યાંથી જાણી લેવું. (૮) શ્રાવક - એક ગામમાં એક ગૃહસ્થે પોતાના ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. સ્વદાસ સંતોષ વ્રતનું બરાબર પાલન કરતા હતા. ઘણા વર્ષો સુધી પોતાના વ્રતોનું પાલન કરતા રહ્યાં. પરંતુ કર્મના ઉદયથી એક વાર તેણે પોતાની પત્નીની સખીને દેખી. દેખતા જ તેમાં તે આસક્ત થયાં. આસક્તિના કારણે પ્રતિ સમય તે ચિંતિત રહેવા લાગ્યાં. લજ્જાવશ તે પોતાની ભાવના કોઈ પણ પ્રકારે પ્રગટ કરી શકતા ન હતાં. ચિંતાના કારણે તે દુબળા થવા લાગ્યાં ત્યારે તેની પત્નીએ આગ્રહપૂર્વક પૂછયું - નાથ ! તમને શું થયું છે ? તમારું શરીર કેમ ઘસાતું જાય છે ? પનીએ પૂછયું એટલે પતિએ પોતાની ઈચ્છા પ્રગટ કરી દીધી. વ્રતધારી પોતાના પતિની વાત સાંભળીને તેની સ્ત્રીએ વિચાર્યું- તેણે સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કર્યું છે છતાં મોહના કારણે એવી દુર્ભાવના ઉત્પન્ન થયેલ છે. જો આ રીતે કલુષિત વિચારોમાં તેમનું મૃત્યુ થશે તો અવશ્ય તેની દુર્ગતિ થશે. માટે પતિના કુવિચાર હટી જાય અને વ્રત પણ ન ભાંગે એવો કોઈ ઉપાય શોધું. વિચારીને તેણીએ તેના પતિને કહ્યું - સ્વામી ! આપ નિશ્ચિત રહો. હું આપની ભાવનાને પૂર્ણ કરી દઈશ. એ તો મારી સખી છે. મારી વાતને તે ટાળી નહિ શકે. એ આજે જ આપની સેવામાં ઉપસ્થિત થશે. એમ કહીને તેણી પોતાની સહેલી પાસે ગઈ. - સખીની સાથે વાર્તાલાપ કરીને તેણીએ કહ્યું - તારા દાગીના અને વસ્ત્ર મને આપ મારે પહેરવા છે. તેની સખીએ વસ્ત્ર તથા આભૂષણો આપ્યાં. તે લઈને પોતાના ઘરે આવી. સગિના તે શ્રાવકની પત્નીએ એ જ આભૂષણો અને એ જ વસ્ત્રો પહેર્યા. તૈયાર થઈને તે પોતાના પતિ પાસે ગઈ અને તેની ઈચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે તેના પતિએ કહ્યું - મેં બહુ અનર્થ કરી નાંખ્યો. મારા વ્રતનો મેં ભંગ કર્યો. તે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ દરેક વાત સ્પષ્ટ કરીને કહ્યું. શ્રાવક આ વાત સાંભળીને બહુ ખુશ થયા. પછી પોતાના ધર્મગુરુની પાસે જઈને આલોચના કરી ૧૩૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કર્યું. તેની સ્ત્રીએ પોતાના પતિના વ્રતની રક્ષા કરી, આ તે શ્રાવિકાની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૯) અમાત્ય :- કાંપિલપુર નગરમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચલણી હતું. એક વાર સુખે શય્યામાં પોઢેલી રાણીએ ચકવર્તીના જન્મ સુચક એવા ચૌદ સ્વપ્ના જોયાં. ત્યારબાદ સમય થવા પર ગણીએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રાદતના પિતા બ્રાહ્મનો દેહાંત થયો ત્યારે બ્રહ્મદત્તનો હજુ બાલ્યકાળ જ હતો. તેથી બ્રહ્મદd ઉંમરલાયક થાય ત્યાં સુધી રજાનો મિત્ર દીર્ધપૃષ્ઠને રાજગાદી પર બેસાડ્યો. દીર્ધપૃષ્ઠ ચuિહીન હતો. તે વારંવાર અંતઃપુરમાં આવ-જા કરતો હતો. જેના પરિણામે રાણીની સાથે તેનો અનુચિત સંબંધ થઈ ગયો. તેઓ બન્ને વૈષયિક સુખ ભોગવવા લાગ્યાં. રાજ બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું. તે રાજાનો હિતૈષી હતો. રાજાના મૃત્યુ બાદ મંત્રી રાજકુમારની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખતો હતો. બ્રહ્મદd યુવાન થયો ત્યારે મંત્રીએ દીધપૃષ્ઠ અને સણીના અનુચિત સંબંધ વિષે બતાવી દીધું. યુવા રાજકુમારને માતાના અનાચાર પ્રત્યે બહુ ક્રોધ આવ્યો. રાજકુમારે માતાને સમજાવવા માટે એક ઉપાય શોધ્યો. એક વાર તે એક કાગડાને અને એક કોયલને લઈ આવ્યો. એક દિવસ તે અંતઃપુરમાં જઈને કહેવા લાગ્યો - આ પક્ષીઓની જેમ જે વર્ણશંકરપણુ કરશે તેને હું ચોક્કસ દંડ આપીશ. રાણી પુગની વાત સાંભળીને ગભરાઈ ગઈ પણ દીધપૃષ્ઠ તેણીને સમજાવી દીધી કે એ તો બાળક છે તેની વાત પર ધ્યાન દેવું નહીં. એકવાર રાજકુમારે શ્રેષ્ઠ હાથણીની સાથે નિકૃષ્ટ હાથીને જોયો, જોઈને તેણે સણી અને દીર્ધyટને ચંગભાષામાં ધમકી આપી. બીજીવાર એક હંસી અને એક બગલાને લઈ આવ્યો અને તપુરમાં જઈને તેને મોટા અવાજે કહ્યું - આ રાજ્યમાં જે કોઈ આની જેમ મણ કરશે તેને હું મૃત્યુનો દંડ આપીશ. ત્રણવાર આ રીતે રાજકુમારની ધમકી સાંભળીને દીર્ધપૃષ્ઠના કાન ઊભા થઈ ગયા. તેણે રાણીને કહ્યું – આ કુમાર જે કહી રહ્યો છે તે પ્રમાણે અવશ્ય દંડિત કરશે. રાણીએ કહ્યું - એવો ઉપાય કરવાનો કે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને લોકોમાં નિંદા પણ ન થાય. આ માટે તેમણે એક યોજના બનાવી કે સૌ પ્રથમ રાજકમારના લગ્ન કરાવી દઈએ. કુમારને રહેવા માટે એક લાક્ષાગૃહ બનાવવું. લાક્ષાગૃહમાં કુમાર તેની પત્ની સાથે આનંદ વિનોદ કરતો હોય તે સમયે લાક્ષાગૃહમાં આગ લગાડી દેવી. “કામાંધ માણસ શું ન કરી શકે ?” રાણી માતા હોવા છતાં પોતાના પુત્રની હત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ. રાજકુમારના લગ્ન રાજા પુષ્પમૂલની કન્યા સાથે ધામધૂમથી કર્યા. બીજી બાજુ સુંદર લાક્ષાગૃહ પણ બની ગયું. મંત્રી ધનુને દીર્ધપૃષ્ઠ તથા સણીના પર્થમની ખબર પડી ગઈ હતી. એક દિવસ તે દીર્ધપૃષ્ઠની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું -
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy