SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૩૧ મને આ સંકટથી મુક્ત કરે. મુનિના હૃદયમાં કપાય લેશ માત્ર ન હતો. તે ક્ષમાના સાગર હતા. તરત જ તેમણે દાસીને ક્ષમા આપી. દાસીનો પ્રસવ કુશળતાપૂર્વક થઈ ગયો. વિરોધીઓ મુનિનો પ્રભાવ જોઈને બોલતા બંધ થઈ ગયાં. મુનિરાજનો યશ ચારે ય બાજુ ફેલાઈ ગયો. આ મુનિરાજની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (3) કુમાર - એક રાજકુમાર હતો. તેને બાલ્યકાળથી જ લાડુ બહુ પ્રિય હતા. ઉંમરલાયક થતાં લગ્ન થયા. એક વખત કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. ઉત્સવના દિવસે રાજકુમારે સ્વાદિષ્ટ મિષ્ટાન, પકવાન, લાડુ આદિ ઉત્તમ પ્રકારના મિટાનો કરાવ્યા. પોતાના સાથીઓ સાથે આનંદમાં આવીને રાજકુમારે ખૂબ જ ખાધું. તેનું પરિણામ ખરાબ આવ્યું. અજીર્ણના કારણે તેના શરીરમાંથી દુર્ગધ આવવા લાગી તેથી તે બહુ દુઃખી થઈ ગયો. રાજકુમાર વિચારવા લાગ્યો - અહો ! આટલા સુંદર અને સ્વાદિષ્ટ ભક્ષ્ય પદાર્થ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગંધમય બની જાય ? ખરેખર આ શરીર અશુદ્ધિ પદાર્થોથી બનેલ છે. તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક પદાર્થ ખરાબ થઈ જાય છે. માટે ધિક્કાર છે આ શરીરને, જેના માટે મનુષ્ય પાપનું આચરણ કરે છે. આ રીતે અશુચિ ભાવનાનું અનુસરણ કરતાં કરતાં તેના અધ્યવસાયો ઉત્તરોત્તર શુભ, શુભતર થતા ગયા અને એક અંતર્મુહૂર્તમાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આ રાજકુમારની પરિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) દેવતા :- ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એ સમયે પૂર્ણભદ્ર નામનું એક નગર હતું. ત્યાં પુષકેતુ નામના રાજા રાજય કરતા હતા. તેને પુષ્પાવતી નામની સણી હતી. રાજાને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ પુષ્પચૂલ હતું અને દીકરીનું નામ પુપચલા હતું. ભાઈ બહેનનો પરસ્પર અત્યંત નેહ હતો. બન્ને યુવાન થયાં ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયો. દેવલોકમાં તેણી દેવતારૂપે ઉત્પન્ન થઈ. - પુષ્પવતીએ દેવતાના ભવમાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પોતાના પસ્વિારને પણ જોયો. તેના મનમાં વિચાર આવ્યો કે મારી સ્ત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણના પથને ભૂલી ન જાય તે માટે તેને પ્રતિબોધ દેવો જોઈએ. એમ વિચારીને પુષ્પવતીએ પોતાની પૂર્વભવની પુત્રી પુણાચૂલાને રાત્રિમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્ન જોઈને પુપચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારી ઝંઝટને છોડીને તેણે સંયમ ગ્રહણ કર્યો. તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આદિની સાથે તે અન્ય સાધવીઓની વૈયાવચ્ચમાં પણ રસ લેતી હતી. આત્મભાવમાં રહેતાં રહેતાં ઘાતી કર્મનો ક્ષય કરીને તેણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. તે સાધ્વીએ ઘણા વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. પુષ્પચૂલાને પ્રતિબોધ પમાડવો એ પુષ્પવતી દેવીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૫) ઉદિતોદય :- પુરિમતાલ પુરમાં ઉદિતોદય નામના રાજા રાજ્ય કરતા ૧૩૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હતા. શ્રી કાંતા નામની તેને રૂપ ચૌવન સંપન્ન સણી હતી. બન્ને ધર્મિષ્ઠ હતા એટલે બોએ શ્રાવક-શ્રાવિકાના વ્રત ધારણ કર્યા હતા. આ રીતે તેઓ સુખપૂર્વક ધર્મમય જીવન વ્યતીત કરી રહ્યા હતા. એકવાર અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણે રાણીને શુચિ ધર્મનો ઉપદેશ આપ્યો. પરંતુ રાણીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. પરિવાજિકા પોતાનો અનાદર સમજીને ત્યાંથી કુપિત થઈને ચાલી ગઈ. રાણી દ્વારા પોતાના અપમાનનો બદલો લેવા માટે તેણીએ વારાણસીના રાજા ધર્મરૂચિની પાસે શ્રીકાંતા રાણીના રૂપ અને અનુપમ યૌવનની પ્રશંસા કરી. શ્રીકાંતાના રૂપની વાત સાંભળીને ધર્મરુચિ સાએ પુરિમતાલપુર પર ચઢાઈ કરી અને તેમની ચારે તરફ ઘેરો ઘાલ્યો. સત્રિના સમયે ઉદિતોદય રાજાએ વિચાર્યું - જો હું યુદ્ધ કરીશ તો સંખ્યાબંધ માણસોનો સંહાર થશે. માટે બીજો કોઈ ઉપાય કરવો જોઈએ. જનસંહાર અટકાવવા માટે રાજાએ વૈશ્રમણ દેવની આરાધના કરવા માટે અઠમતપ કર્યો. ત્રીજા દિવસે દેવ પ્રગટ થયો. રાજાએ દેવને પોતાની ઈચ્છા બતાવી. દેવે કહ્યું- તથાસ્તુ. વૈશ્રમણ દેવે રાતોરાત પોતાની વૈક્રિય શક્તિથી સંપૂર્ણ નગરને અન્ય સ્થાન પર સંહરણ કરી દીધું. વારાણસીના રાજાએ બીજા દિવસે ત્યાં જોયું તો નમસ્તે બદલે સાફ મેદાન દેખાયું. એ જોઈને તે પોતાના નગર તરફ પાછો ગયો. રાજા ઉદિવોદયે પોતાની પારિણામિડી બુદ્ધિથી પોતાની અને જનતાની રક્ષા કરી. (૬) સાધુ અને નંદિપેણ - નંદિપેણ રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તે યુવાન થયો એટલે રાજાએ અનેક રાજકુમારીઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ નવોઢાઓ પોતાના રૂપ અને યૌવનથી અપ્સરાઓને પણ પરાજિત કરતી હતી. નંદિપેણ તેની સાથે સાંસારિક સુખ ભોગવતાં સમય વ્યતીત કરતા હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. મહાવીર પ્રભુના પધારવાના સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા. ત્યામ્બાદ તે અંતઃપુર સહિત ભગવાનના દર્શન માટે ગયા. નંદિપેણ પણ એ સમાચાર સાંભળીને પોતાની પત્નીઓ સાથે દર્શનાર્થે ગયો. ઉપસ્થિત જનતાને ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને નંદિપેણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે રાજભવનમાં ગયો. ત્યાં જઈને માતાપિતા તથા દરેક પત્નીની અનુમતિ મેળવીને તેણે સંયમ અંગીકાર કર્યો. સંયમી બન્યા પછી જ્ઞાન અભ્યાસમાં તલ્લીન બની ગયા. અત્યંત તીવ્ર બુદ્ધિના કારણે તેણે અતાકાળમાં જ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. નંદિપેણ મુનિના ઉપદેશથી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધિત થઈને સંયમ અંગીકાર કરતા હતા. ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાના શિષ્ય પરિવાર સહિત નંદિપેણ મુનિએ રાજગૃહથી અન્યત્ર વિહાર શરૂ કર્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ ગ્રામાનુગામ વિહાર કરતા કરતા એકવાર નંદિપેણ મુનિને જ્ઞાનમાં જાણવા મળ્યું કે મારો એક શિષ્ય સંયમ પ્રત્યે અરુચિ રાખે છે અને ફરી સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેને સંયમમાં સ્થિર કરવા માટે નંદિપેણ મુનિએ ફરી
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy