SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૩૫ મહારાજ ! હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે કામ કરવાની શક્તિ પણ રહી નથી. માટે શેષ જીવન હું ધર્મધ્યાનમાં વ્યતીત કરવા ઈચ્છું છું. મારો પુત્ર વધતુ ઉંમરલાયક તથા બુદ્ધિમાન બની ગયો છે. માટે રાજયની સેવા હવે એ કરશે.” આ પ્રમાણે દીર્ધપૃષ્ઠની આજ્ઞા લઈને મંત્રી ધતુ ત્યાંથી સ્વાના થઈને ગંગાનદીના કિનારે એક દાનશાળા ખોલીને દાન દેવા લાગ્યાં. પણ આ કાર્ય કરતાં કરતાં તેણે અતિ શીઘતાથી એક સુરંગ ખોદાવી. ગંગાનદીથી એ સુરંગ ઠેઠ લાક્ષાગૃહ સુધી, તૈયાર કરાવી. રાજકુમારના વિવાહ અને લાક્ષાગૃહનું નિમણિ બન્ને તૈયાર થઈ ગયા. તેની સાથે સુરંગ પણ તૈયાર થઈ ગઈ હતી. લગ્ન બાદ શહાદત્તકુમાર તથા નવવધૂને વરધનુની સાથે લાક્ષાગૃહમાં મોકલ્યાં. પરંતુ અર્ધી રાત્રિના અચાનક આગ લાગી અને લાક્ષાગૃહ પીગળવા લાગ્યો. એ જોઈને કુમારે ગભરાઈને વરધનુને પૂછયું - મિત્ર! આ શું થઈ રહ્યું છે ? આગ કેવી રીતે લાગી ગઈ? ત્યારે વરઘનુએ દીર્ધપૃષ્ઠ અને સણીના પડ્યાની વાત સંક્ષેપમાં બતાવી દીધી. માતાએ આપની હત્યાનો આ ઉપાય શોધ્યો છે, પણ આપ ગભરાતા નહીં. મારા પિતાજીએ આ લાક્ષાગૃહથી ગંગા નદીના કિનારા સુધી સુરંગ બનાવીને રાખી છે અને ત્યાં આપના માટે ઘોડો પણ તૈયાર રાખેલ છે. તે આપને ઈચ્છિત સ્થાન પર પહોંચાડી દેશે. શીધ્ર ચાલો. આપ બન્નેને સુરંગ દ્વારા અહીંથી બહાર કાઢીને હું ગંગા નદીના કિનારા સુધી પહોંચાડી દઉં છું. એ પ્રમાણે કુમાર ગંગા નદીના કિનારે પહોંચી ગયા. ત્યારબાદ ગંગા નદીના કિનારા પરથી અનેક દેશમાં ફરીને બ્રહ્મદત્તકુમારે અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરીને છ ખંડની સાધના કરી. આ રીતે અમાત્ય ધનુની પારિણામિડી બુદ્ધિ વડે સુરંગથી રાજકુમાર બાદd સકુશળ મોતના મોઢામાંથી બચી ગયો અને કાલાંતરે પોતાની બુદ્ધિ અને બળથી છ ખંડને જીતીને ચક્રવર્તી સમ્રાટ બની ગયો. (૧૦) ક્ષપક :- એક વાર તપસ્વી મુનિ ગોચરી માટે પોતાના શિષ્યની સાથે ગયા. પાછા વળતી વખતે તપસ્વી મુનિના પગની નીચે એક દેડકી દબાઈ ગઈ. શિષ્ય આ દૃશ્ય જોયું એટલે તેણે ગુરુને પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું. પણ શિષ્યની વાત પર તપસ્વી મુનિએ ધ્યાન ન આપ્યું. સાયંકાલ પ્રતિક્રમણ કરતી વખતે ફરી શિષ્ય દેડકી મરી ગયાની વાત યાદ કરાવી દીધી અને ગુરુને વિનયપૂર્વક કહ્યું - આપ દેડકીનું પ્રાયશ્ચિત લઈ લો. પરંતુ તપસ્વી મુનિ ક્રોધથી ધમધમાયમાન બનીને શિષ્યને મારવા માટે દોડ્યા. અંધકાર હોવાના કારણે એક થાંભલા સાથે ભટકાયા તેથી તેનું માથું કુટી ગયું અને તરત જ તેનું મૃત્યું થયું. મરીને તે જયોતિષી દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દૃષ્ટિ વિષ સર્પની યોનિમાં ઉત્પન્ન થયા. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનો પૂર્વભવ જોયો અને ભયંકર પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી તે બિલમાં જ રહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે મારી દષ્ટિના વિષથી હવે કોઈ પણ પ્રાણીની ઘાત થવી જોઈએ નહીં. એ અસ્સામાં એક રાજાના રાજકુમારને સર્પ કરડ્યો અને રાજકુમાર મરી ૧૩૬ નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ગયો. રાજાને અત્યંત દુઃખ થયું અને ક્રોધે ભરાઈને ગામોગામના ગાડીઓને બોલાવ્યાં. કહ્યું - દરેક ગામના સર્પોને પકડીને મારી નાંખો. ગાડી લોકો ગામોગામના સર્પોને મારવા લાગ્યાં. એક ગારુડી તે દૃષ્ટિવિષ સર્પના બિલ પાસે પહોંચ્યો. તેણે સનિ બિલની બહાર કાઢવા માટે બિલ પર ઝેરી દવા છંટાવી. દવાના પ્રભાવે તે સર્ષ બહાર આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે મારી દૃષ્ટિથી મને મારનારનું મૃત્યુ ન થવું જોઈએ. એવા ઉદ્દેશથી સર્ષે પહેલા પોતાની પૂંછડી દરની બહાર કાઢી. જેમ જેમ તે બહાર નીકળતો ગયો તેમ તેમ ગાડી તેના શરીરના ટુકડા કરતો ગયો. તો પણ સર્વે સમભાવ રાખ્યો, મારનાર પ્રત્યે લેશમાત્ર પણ ક્રોધ ન કર્યો. મરતી વખતે તેના પરિણામો શુદ્ધ હતાં. શ્રેષ્ઠ પરિણામના કારણે તે મરીને ત્યાંના રાજાના ઘરે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ “નાગદd” રાખવામાં આવ્યું. નાગદતને બાચકાળમાં જ પૂર્વભવના સંસ્કારનાં કારણે વૈરાગ્ય ઉતપન્ન થયો અને સંયમ ધારણ કર્યો. વિનય, સરળતા, ક્ષમા આદિ અસાધારણ ગુણોનાં કારણે તે મુનિ દેવોથી પણ વંદનીય બની ગયા. પૂર્વભવમાં તે તિર્યંચ હતાં તેથી ભૂખનો પરીષહ તેને બહુ પરેશાન કરતો હતો. તેથી તે તપસ્યા બિલકુલ કરી શકતા ન હતાં. તેના ગચ્છમાં એકથી એક ચડે એવા ચાર તપસ્વી મુનિઓ હતા. નાગદત્તમુનિ તે તપસ્વીઓની પ્રિકરણથી સેવા-ભક્તિ, વૈયાવચ્ચ વગેરે કરતા હતા. એક વાર નાગદત્ત મુનિને વંદન કરવા માટે એક દેવ આવ્યો. તપસ્વી મુનિઓ આ જોઈને નાગદત્ત મુનિની ઈર્ષ્યા કરવા લાગ્યા. એક દિવસ નાગદત મુનિ પોતાના માટે ગોચરી લઈને આવ્યા. તેણે વિનયપૂર્વક તપસ્વી મુનિઓને આહાર દેખાડ્યો. પરંતુ ઈર્ષાના કારણે તેઓએ કહ્યું – અરે ભૂખમરા ! એમ કહીને તિરસ્કાર કરતાં એક મુનિ તેના આહારમાં ચૂંક્યા. એ જોઈને નાગદત્ત મુનિએ ક્ષમા ઘારણ કરી લીધી. તેના મનમાં જરા પણ રોષ ન આવ્યો. તે પોતાની નિંદા અને ચારે ય તપસ્વી મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ઉપશાંત વૃત્તિ અને પરિણામોની વિશુદ્ધતાના કારણે નાગદત્ત મુનિને તે જ ક્ષણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો કેવળ મહોત્સવ મનાવવા માટે આવ્યા. એ જોઈને ચારે ય તારવી મુનિઓ પોતાના પાપકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાતાપથી તેઓનો આત્મા નિર્મળ બન્યો. તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નાગદમુનિએ વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા ધારણ કરી તેથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ નાગદત્તમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) અમાત્યપુત્ર:- કાંપિલપુર નગરના રાજા બ્રહ્મ હતાં. તેના મંત્રીનું નામ ધનુ હતું. રાજકુમારનું નામ બ્રહમદત્ત હતું. મંત્રીના પુત્રનું નામ વરધનુ હતું. બહારાજાના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના મિત્ર દીર્ધપૃષ્ઠને આપ્યું. રાણી ચૂલણી સાથે તેનો અનુચિત સંબંધ હતો. રાજકુમાર બ્રહ્મદત્તને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની માતા તથા દીર્ધપૃષ્ઠને માવાની ધમકી આપી. તેથી તેઓએ પોતાના માર્ગમાં કંટક સમાન સમજીને બ્રહ્મદત્તના લગ્ન કર્યા. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂને લાક્ષાગૃહમાં મોકલ્યાં અને પછી લાક્ષગૃહમાં આગ લગાડી દીધી. પરંતુ બ્રહ્મદત્તકુમારનો વફાદાર
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy