SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૪૮ ૨૦૫ ઋદ્ધિ એ પુણ્યનું ફળ છે. નક, તિર્યંચ આદિમાં જન્મ મરણ અને વ્યાધિ, વેદના, દરિદ્રતા એ પાપનું ફળ છે. એ રીતે વિસ્તારથી ધર્મના ફળનું વર્ણન કરી વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સંવેગનીકયા કહેવાય છે. (૪) નિર્વેદની કથા - ઉપરોકત વર્ણનના આઘારે સંસારથી ઉદાસીનતા અને ત્યાગની ઉત્કટ ભાવનાને પ્રગટ કરનારી નિર્વેદની કથા કહેવાય છે. ઉક્ત ચારે ય કથાઓનું પ્રતિપાદન કરતાં એમ પણ કહે છે કે જે જિનશાસનમાં અનુરકત હોય, પુણ્ય-પાપને સમજનાર હોય, સ્વ સમયના રહસ્યને જાણનાર હોય, તપ અને શીલગુણથી યુક્ત હોય તેમજ ભોગથી વિકત હોય તેને જ વિક્ષેપણીકથા કહેવી જોઈએ. કેમકે વક્તા દ્વારા પસમયનું પ્રતિપાદન કરનારી કથાને સાંભળીને સ્વ-સમયની નહિ સમજનારા શ્રોતાનું ચિત્ત વ્યાકુળ બનીને મિથ્યાત્વનો સ્વીકાર કરી શકે છે. માટે સ્વ-સમયને અવશ્ય સમજવો જોઈએ. આ રીતે પ્રશ્નવ્યાકરણમાં વિવિધ વસ્તુઓ બતાવી છે. • સૂત્ર-૧૪૯ - પ્રશ્ન :- વિપાકકૃતમાં કોનો અધિકાર છે? ઉત્તર :* વિપાકકૃતમાં સુકૃત-દુકૃત થતિ શુભાશુભ કર્મોના ફળનું કથન છે. વિપાક સૂત્રમાં દસ અધ્યયન દુઃખવિપાકના અને દસ આદધ્યયન સુખવિપાકની છે. પ્રશ્ન :- દુઃખવિપાકમાં શું બતાવ્યું છે ? ઉત્તર : દુ:ખવિપાકમાં દુ:ખw ફળ ભોગવનાના નગર, ઉધન, વનખંડ. ચૈત્ય, રાજ, માતાપિત, ધમાય, ધર્મકથા, લોક તથા પરલોક સંબંધી ઋતિ, નરકગમન, ભવભ્રમણ, દુ:ખપરંપરા, દુકુળમાં જન્મ અને દુર્લભબોધિત્વની પરૂપણ છે. આ પ્રમાણે દુઃખવિપાકનું વર્ણન છે. પ્રશ્ન :- સુખવિપક સૂઝનું સ્વરૂપ શું છે? ઉત્તર :સુખવિપક શ્રુતમાં સુખ ભોગવનારાઓના અથતિ સુખરૂપ ફળને ભોગવનારા જીવોના નગર, ઉધાન, વનખંડ, વ્યંતરાયતન, સમવારણ, રાજ, માતાપિતા, ધમચિાર્ય, ધર્મકથા, આ લોક તતા પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભૌગોનો પરિત્યાગ, હવા (દીક્ષા), દીક્ષાપયયિ, શ્રુતનું ગ્રહણ, ઉપધાનતપ, સંખના, ભકતપત્યાખ્યાન, પાદપોયગમન, દેવલોકગમન, સુખોની પરંપરા, ફરી બોધિલાભ, અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. વિપાક સુગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ, સંત સંગ્રહણીઓ અને સંખ્યાત પતિપત્તિઓ છે. અંગોની અપેક્ષાએ આ અગિયારમું અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન, વીસ ઉશનકાળ, વીસ સમુરાનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાલ સક્સ પદ છે. તેમાં પ્રખ્યાત અક્ષર, અનંતગમ, અનંત યચિ, પરિમિત ૨૦૬ નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બસ, અનંત સ્થાવર અને શાશ્ચત-અશાશ્વત નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિરોધરૂપે કથન, પ્રરૂપણ, દર્શન નિદર્શન અને ઉપદનિ સુસ્પષ્ટ કરેલ છે. વિપાક મૃતનું અધ્યયન કરનારા એવભૂત આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે વિપક સુત્રનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ રીતે ચરણ અને કરણની પ્રરૂપણા કરેલી છે. આ વિપાક કૃતનું વર્ણન છે. • વિવેચન-૧૪૯ - વિપાક સૂત્રમાં કર્મોના શુભ અને અશુભ ફળોનું વર્ણન ઉદાહરણ આપીને કર્યું છે. આ સૂટમાં બે શ્રુતસ્કંધ છે. દુઃખવિપાક અને સુખવિપાક. પહેલા શ્રુતસ્કંધમાં દસ અધ્યયન છે. જેમાં અન્યાય, નીતિ, માંસ, ઈંડા આદિ ભટ્ટાણનાં પરિણામ, પરઆગમન, વેશ્યાગમન, રિશ્વતખોરી (લાંચ) અને ચોરી આદિ દુકર્મોના કુફળોના ઉદાહરણ આપીને વર્ણન કરેલ છે. સાથે એમ પણ બતાવ્યું છે કે જીવ આ બધા પાપોના કારણે નરક અને તિર્યંચ ગતિમાં જઈને વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓ પ્રાપ્ત કરે છે, જન્મમરણ કરતા રહે છે, તેમજ દુઃખની પરંપરા વધારતા રહે છે. અજ્ઞાનના કારણો જીવ પાપ કરતી વખતે પ્રસન્ન રહે છે પરંતુ તેના ફળો ભોગવતી વખતે દીનતાપૂર્વક રોવે છે અને પશ્ચાતાપ કરે છે. વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધનું નામ સુખવિપાક છે. આ અંગના દસ અધ્યયન છે. એમાં ભવ્ય અને પુણ્યશાળી આત્માઓનું વર્ણન છે. જેઓએ પૂર્વભવમાં સુપાત્ર દાન દઈને મનુષ્યભવના આયુષ્યનો બંધ કરીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો. પરંતુ મનુષ્યભવને તેઓએ ફક્ત સાંસારિક સુખોપભોગ કરીને જ વ્યર્થ ગુમાવ્યો નથી. તેઓએ અપાર (પુકળ) ઋદ્ધિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરી, તપ સાધના કરતાં કરતાં શરીરનો ત્યાગ કરીને દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાણપદ પ્રાપ્ત કરશે. આ બધું સુપમા દાનનું મહાગ્ય છે. આ સૂત્રમાં સુબાહકુમારની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. શેષ દરેક અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. આ કથાઓથી સહજ રીતે પ્રતીત થઈ જાય છે કે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કેવું કલ્યાણકારી છે. સુખવિપાકમાં વણત દસ કુમારોની કથાઓના પ્રભાવથી ભવ્ય શ્રોતાઓ અથવા અધ્યેતાઓના જીવનમાં પણ ધીરે ધીરે એવા ગુણોનો આવિર્ભાવ થઈ શકે છે. જેથી તેઓ અંતમાં સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને નિવણ પદની પ્રાપ્તિ કરી શકે છે. • સૂઝ-૧૫૦/૧ - પ્રથન દષ્ટિવાદમાં કોનું કથન છે ? ઉત્તર :- દષ્ટિવાદમાં સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપમાં પાંચ પ્રકારે છે, જેમકે – (૧) પરિક્રમ (૨) સૂત્ર (3) પૂર્વગત (૪) આનુયોગ (૫) ચૂલિકા.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy