SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૪ ૨૦૩ અર્થ છે – સર્વોત્તમ અર્થાત્ અનુપમ. પાંચ અનુત્તર વિમાનોમાં જે વિમાન છે તેને અનુતર વિમાન કહેવાય છે. તેમના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સવાર્થ સિદ્ધ વિમાન છે. તે વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોને અનુરોપપાતિક દેવ કહેવાય છે. આ સૂત્રમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને બીજામાં પણ તેર અધ્યયન છે, પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ-દસ અધ્યયન હોવાથી આ સૂત્રને અનુરોપપાતિકદશા કહેવાય છે. આ અંગમાં તેત્રીસ મહાન આત્માઓનું વર્ણન છે. પોતાની તપ સાધનાથી સમાધિપર્વક કાળ કરીને અનcર વિમાનમાં જેઓએ દેવતાઓ રૂપે જન્મ લીધો છે. તેઓ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને એક જ વાર મનુષ્ય ગતિમાં આવીને મોક્ષ પ્રાપ્ત કરશે. તેત્રીસમાંથી ગ્રેવીસ તો રાજા શ્રેણિકની ચેલણા, નંદા અને ધારિણી રાણીઓના આત્મજ હતા અને શેષ દસમાં એક ધન્ના મુનિનું વર્ણન છે. ઘણા મુનિની કઠોર તપસ્યા અને તેનાં કારણથી થયેલી તેના અંગોની ક્ષીણતાનું બહુ માર્મિક અને વિસ્તૃત વર્ણન છે. સાધખના આત્મ વિકાસ માટે અનેક પ્રેરણાત્મક ક્રિયાઓનો નિર્દેશ સૂત્રમાં કરેલ છે. જેમકે - શ્રુતપરિગ્રહ, તપશ્ચર્યા, પ્રતિમાવહન, ઉપસર્ગસહન, સંલેખના આદિનું વર્ણન છે. ઉક્ત દરેક આત્મકલ્યાણના અમોઘ સાધન છે. તેને અપનાવવાથી મુનિ જીવન વિશેષ સફળ થઈ જાય છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરનારા આ સૂત્રમાં વણિત મહાપુરુષોના ઉદાહરણો પ્રત્યેક સાધકને પથદર્શન કરાવે છે. • સૂઝ-૧૪૮ - પ્રશ્ન :- પ્રવ્યાકરણમાં કોનું વર્ણન છે ? ઉત્તર :- પ્રશનવ્યાકરણ સૂત્રમાં એકસો આઠ પ્રશ્ન એ છે કે જે વિધા, મંત્રવિધિથી જાપ વડે સિદ્ધ કરેલ છે અને પ્રશ્ન પૂછવા પર તે શુભાશુભ બતાવે. એકસો આઠ આપન-ઉત્તર છે અથતિ પૂછયા વિના જ શુભાશુભ બતાવે. એકસો આઠ પtruથન છે જે પૂછવાથી અથવા વગર પૂછો એ સુભાશુભનું કથન કરે. જેમકે અંગુષ્ટ પ્રશ્ન, બાહપગ્ન તેમજ આદર્શપ્રશ્ન. એના સિવાય અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયનું કથન કરેલ છે અને નાગકુમારો અને સુવણકુમારોની સાથે થયેલ મુનિઓના દિવ્ય સંવાદ પણ કહેલ છે. - પ્રવ્યાકરણમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપતિઓ છે. પ્રશનવ્યાકરણ શ્રુત સંગોની અપેક્ષાએ દસમું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, પિસ્તાલીસ અધ્યયન પિસ્તાલીસ ઉશનકાળ, પિસ્તાલીસ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ્ત્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ૨૦૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ગમ, અનંત જ્ઞાન પર્યાવ, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્ચત-અશad, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સુસ્પષ્ટ કરેલ છે. પ્રશનભાકરણના પાઠક દાત્મકરણ તેમજ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા આ પ્રવ્યાકરણનું સ્વરૂપ છે, તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણ કરેલી છે. આ પ્ર વ્યાકરણનું વર્ણન છે. • વિવેચન-૧૪૮ : અનવ્યાકરણ સૂત્રમાં પ્રશ્નોત્તરરૂપે પદાર્થોનું વર્ણન કરેલ છે. પ્રાયઃ સૂત્રોના નામ પ્રમાણે જ અનુમાન કરવામાં આવે છે. આ સૂત્રમાં કોનું કોનું વર્ણન છે ? આ સૂત્રનું નામ પણ પ્રશ્ન અને વ્યાકરણ એટલે ઉત્તર, એ બન્ને શબ્દોને એક કરીને રાખેલ છે. fસારું :- વિધિપૂર્વક કોઈ પૂછે તો શુભાશુભ ઉત્તર બતાવે છે. અપHTT$ :પૂછયા વગર પણ શુભાશુભ કહી બતાવે. vસUTપસિTT :- જે સિદ્ધ કરી લીધા પછી પૂછવાથી અથવા પૂછયા વગર પણ શુભાશુભ ફળ બતાવે. અંગુષ્ઠ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમજ આદર્શપગ્ન ઈત્યાદિ વડે પ્રશ્નોત્તર પ્રાપ્ત કરવાની વિધિ સૂચવેલ છે અર્થાત્ અંગૂઠાને સામે રાખીને કે ભુજને સામે રાખીને કે ભુજાને અથવા અરીસાના સામે રાખી આ પ્રશ્નોત્તરની ક્રિયા કરવામાં આવે છે. અથવા અંગૂઠા વગેરેમાં દેવનો પ્રવેશ થવાથી ઉત્તર આપે છે. સમવાયાંગ સૂત્રમાં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો પરિચય આવી જ રીતે આપેલા છે પરંતુ વર્તમાનમાં વિધાયુક્ત અધ્યયનો ઉપલબ્ધ નથી. ફક્ત પાંચ આશ્રવ અને પાંચ સંવરરૂપ દસ જ અધ્યયન છે. વર્તમાનકાળનાં પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રતસ્કંધમાં ક્રમશઃ હિંસા, અસત્ય, ચૌર્ય યોરી), અબ્રાહ્મચર્ય અને પરિણહનું વિસ્તૃત વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે સુંદર વર્ણન આપેલ છે. તેની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય એવો તેમાં ઉલ્લેખ છે. આ સૂત્રમાં તત્વોનું નિરૂપણ કરનારી ચાર ધર્મકથાઓનું પણ વિસ્તૃત વર્ણન છે, જેનું સ્વરૂપ ક્રમશઃ નીચે પ્રમાણે છે - (૧) આક્ષેપણીકથા :- જે વિવિધ પ્રકારની એકાંત દૈષ્ટિઓની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરીને પ્રરૂપણા કરે તેને આપણીકથા કહેવાય છે. (૨) વિક્ષેપણીકથા - જેમાં પ્રથમ પર-સમય દ્વારા સ્વ-સમયમાં દોષ દેખાડીને પછી પર-સમયની આધારભૂત અનેક પ્રકારની એકાંત દષ્ટિઓનું શોધન કરીને સ્વસમયની સ્થાપના કરવામાં આવે તેને વિપરીકથા કહેવાય છે. (3) સંવેગનીકથા - જેમાં પુણ્યના ફળનું વર્ણન બતાવવામાં આવે છે, જેમકે-તીર્થકર, ગણધર, ઋષિક, ચક્વર્તી, બળદેવ, વાસુદેવ, વિધાધર અને દેવોની
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy