SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫૦ ૨૦૧ • વિવેચન-૧૫૦/૧ : આ સૂત્રમાં દૃષ્ટિવાદનો અતિ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. દૃષ્ટિવાદ અંગસૂત્ર જૈનાગમોમાં સર્વથી મહાન છે. જો કે વર્તમાન કાળમાં ઉપલબ્ધ નથી. તેનો વિચ્છેદ થયેલ છે. દૃષ્ટિ શબ્દ અનેકાર્થક છે. નેત્રશક્તિ, જ્ઞાન, સમજ, અભિમત, નયવિચારસરણિ, દર્શન ઈત્યાદિ અર્થોમાં દૃષ્ટિ શબ્દ પ્રયુક્ત થાય છે. વાદનો અર્થ છે કાન કરવું. વિશ્વના જે જે દર્શનો, નયપદ્ધતિઓ અને શ્રુતજ્ઞાન છે તે સર્વનો સમાવેશ દૃષ્ટિવાદમાં થઈ જાય છે. સંક્ષેપમાં કહી શકાય કે જે શાસ્ત્રમાં દર્શનનું મુખ્યતયા વર્ણન હોય તે દૃષ્ટિવાદ કહેવાય છે. પ્રત્યેક તીર્થંકરના શાસનમાં દૃષ્ટિવાદ સૂત્ર કોઈ સમયે વિચ્છેદ પામે છે પરંતુ તે દૃષ્ટિવાદ સૂત્રના આધારે રચાયેલ કાલિક-ઉત્કાલિક શ્રુતદ્વારા શાસનધુરા ચાલુ રહે છે. કાલિક-ઉત્કાલિક શ્રુત પણ વિચ્છેદ પામવાથી વર્તમાન ચોવીસીમાં મધ્યના સાત શાસનનો વિચ્છેદ થયેલ અને મહાવીર સ્વામી પ્રરૂપિત દૃષ્ટિવાદ સૂત્રનો ધીરે-ધીરે વિચ્છેદ થતાં-થતાં સંપૂર્ણપણે નાશ થઈ ગયો. • સૂત્ર-૧૫૦/૨ : પરિકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર-પરિકર્મ સાત પ્રકારના છે. જેમકે – (૧) સિદ્ધશ્રેણિકા કિમ (૨) મનુષ્યશ્રેણિકા પરિકર્મ (3) પૃષ્ટશ્રેણિકા પકિ (૪) અવગાઢ શ્રેણિકા પકિર્મ (૫) ઉપરાંપાદન શ્રેણિકા પરિકર્મ (૬) વિજહત્ શ્રેણિકા પરિકર્મ (૭) સુતારયુતશ્રેણિકા પકિ. • વિવેચન-૧૫૦/૨ : જેમ ગણિતશાસ્ત્રમાં સંકલના આદિ ૧૬ પરિકર્મનું કથન કરેલ છે, તેનું અધ્યયન કરવાથી સંપૂર્ણ ગણિતશાસ્ત્રના વિષયને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે તેમ પકિર્મના અધ્યયનથી દૃષ્ટિવાદના અધ્યયનની સંપૂર્ણ યોગ્યતા થઈ જાય છે. તેને દૃષ્ટિવાદમાં રહેલા દરેક વિષય સુગમ થઈ જાય છે. દૃષ્ટિવાદનું પ્રવેશ દ્વાર પસ્કિર્મ છે. તે પકિર્મ આમ તો સાત પ્રકારના છે પણ મૃષાવાદ આદિ ઉત્તર ભેદોની અપેક્ષાએ ૮૩ પ્રકારના પરિકર્મ છે. પહેલા અને બીજા પરિકર્મના ૧૪-૧૪ ભેદ અને શેષ પાંચ પરિકર્મના ૧૧-૧૧ ભેદ હોય છે. એ રીતે કુલ પરિકર્મના ૮૩ ભેદ થાય છે. • સૂત્ર-૧૫૦/૩ : સિદ્ધશ્રેણિકા પકિર્મ કેટલા પ્રકારે છે ? ઉત્તર ઃ- સિદ્ધ શ્રેણિકા પકિર્મ ૧૪ પ્રકારના છે, જેમ કે – (૧) માતૃકાપદ (૨) એકાર્શ્વપદ (૩) અર્થપદ (૪) પૃથગકાશપદ-પૃથકત્વાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) સિદ્ધાવત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. • વિવેચન-૧૫૦/૩: દૃષ્ટિવાદ સર્વથા વિચ્છેદ થઈ જવાના કારણે તેના વિષયમાં અધિક બતાવી ન શકાય, ફક્ત અનુમાન કરી શકાય છે કે – પ્રારંભિક યોગ્યતા માટેના આ પકિર્મ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વિભાગમાં પહેલા ધોરણની જેમ મૂલાક્ષર, એકાર્યકપદ, પદોના વિવિધ અર્થ, તેનો સંધિ વિચ્છેદ વગેરે તથા ગણિત શિક્ષા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેની વિધિઓનું વર્ણન તથા બીજા પણ કઠિન ગણિત અને ભંગવિધિઓનું પ્રારંભિક જ્ઞાન આ પકિર્મ વિભાગમાં હોય છે અથવા સિદ્ધ સંબંધી વર્ણન પણ હોઈ શકે છે. ૨૦૮ • સૂત્ર-૧૫૦/૪ ઃ તે મનુષ્યશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર ઃ- મનુષ્યશ્રેણિકા પસ્કિમ્ ૧૪ પ્રકારના કહ્યા છે, જેમકે – (૧) માતૃકાયદ (૨) એકાપદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્યશ્રેણિકા પકિમ બતાવેલ છે. • વિવેચન-૧૫૦/૪ ઃ આ સૂત્રમાં મનુષ્યશ્રેણિકા પકિર્મ બતાવેલ છે. સંભવ છે કે આમાં જનગણનાની જેમ ભવ્ય-અભવ્ય, પતિ સંસારી અને અનંત સંસારી, ચરમશરીરી અને અચરમશરીરી, ચારે ય ગતિમાંથી આવનારી મનુષ્યશ્રેણિકા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ, આરાધક-વિરાધક, સ્ત્રી, પુરુષ, નપુંસક, ગર્ભજ, સમૂચ્છિમ, પર્યાપ્ત, અપર્યાપ્ત, સંયત, અસંયત અને સંયતાસંયત મનુષ્યશ્રેણિકા, ઉપશમશ્રેણિકા તથા ક્ષપક શ્રેણિકા ઈત્યાદિ રૂપ મનુષ્યશ્રેણિકાનું સવિસ્તાર વર્ણન કરેલ હશે. • સૂત્ર-૧૫૦/૫ પ્રા - પૃષ્ટશ્રેણિકા પકિમ કેટલા પ્રકારે છે ? - ઉત્તર :- આ પુષ્ટશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમકે – (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) પૃષ્ટાવ. આ પ્રમાણે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે. • વિવેચન-૧૫૦/૫ ઃ આ સૂત્રમાં પૃષ્ટશ્રેણિકા પકિર્મ ૧૧ પ્રકારે બતાવેલ છે. સ્પષ્ટ અને ધૃષ્ટ બન્નેનો પ્રાકૃતમાં ‘‘પુ' શબ્દ બને છે. સૃષ્ટનો અર્થ થાય છે અડીને રહેલા. સિદ્ધ એક બીજાથી સ્પષ્ટ છે. નિગોદના શરીરમાં અનેક જીવ પરસ્પર ધૃષ્ટ છે. ધર્મ, અધર્મ, લોકાકાશ અને તેના પ્રદેશો અનાદિકાળથી પરસ્પર સ્પષ્ટ છે. ઈત્યાદિ દરેકનું વર્ણન હોવાની પણ સંભાવના છે. • સૂત્ર-૧૫૦/૬ : પ્રશ્ન :- અવગાઢ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર :- અવગાઢ શ્રેણિકા પરિકમ ૧૧ પ્રકારના છે. જેમકે – (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) શિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંઘરપતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) અવગાઢાવર્ત. આ પ્રમાણે અવગાઢશ્રેણિકા પરિકર્મ છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy