SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૪૫ ૨૦૧ લોકોરિક જીવનમાં સમાનતા જોઈ તેઓનો જ ઉલ્લેખ આ સૂત્રમાં કરેલ છે. જેમકે - (૧) ઉપાસકદશાંગમાં બતાવેલા દસે શ્રાવકો કરોડાધિપતિ હતા. (૨) તેઓ રાજા અને પ્રજાને પ્રિય હતા. (૩) દરેકની પાસે પાંચસો હળની જમીન હતી, વિશાળ પશુધન હતું. (૪) તેઓએ વ્યાપારમાં જેટલા કરોડ દ્રવ્ય લગાડેલા હતા એટલા જ કરોડ ઘરમાં અને એટલા જ કરોડ નિધાનમાં રાખેલા હતા. (૫) દસે ય શ્રાવકોએ ભગવાન મહાવીરના પ્રથમ ઉપદેશથી જ પ્રભાવિત થઈને બાર વ્રત ધારણ કર્યા હતા. (૬) વ્રત ગ્રહણ કર્યા પછી પંદરમા વર્ષથી દરેકે વ્યાપારચી અલગ થઈને પૌષધશાળામાં રહીને ધર્મ આરાધના કરી હતી. (૩) દરેકે અગિયાર પ્રતિમાઓને ધારણ કરી હતી. (૮) તે દરેકનો એક દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિ હતી. (૧૧) તેઓ દરેક મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને નિર્વાણપદ પ્રાપ્ત કરશે. (૧૨) તે દરેકને પોતાના આયુષ્યના ૨૦ વર્ષ શેષ રહેવા પર જ ધર્મની લગની લાગી ઈત્યાદિ અનેક દૈષ્ટિઓથી તેઓના જીવન સમાન હોવાથી તે દસ શ્રાવકોનું જ આ અંગમાં વર્ણન કરેલ છે. સૂત્ર-૧૪૬ - પ્રશ્ન :- અંતકૃદશાંગ ગ્રુતમાં કોનું વર્ણન છે? ઉત્તર • આંતકૃdદશાંગ સૂકામાં કમનો અથવા જન્મ મરણરૂપ સંસારનો અંત કરનારા મહાપુરુષોના નગર, ઉધાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજ, માતાપિતા, ધમચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમની પયિ, કૃતનું અધ્યયન, શ્રુતનું ઉપધાન તપ, સંલેખના, ભક્તપત્યાખ્યાન, પાદપોયગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અંતકૃdદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિયુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાલ પ્રતિપત્તિઓ છે. ગની અપેક્ષાએ આંગ આઠમું છે. એમાં એક શ્રુતસ્કંધ છે, આઠ ઉદ્દેશનકાળ અને આઠ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત સહરા પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્યવ છે. પરિમિત રાસ, અનંત થાવર અને શાશ્વ-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવો, કથન, પરરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી ષ્ટ કરેલ છે. - આ સૂનું અધ્યયન કરનારા તદત્મિરૂપ, જ્ઞIતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે અતdદશાંગનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાાત છે. તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ તકૃdદશાંગ સૂત્રનું વર્ણન છે. • વિવેચન-૧૪૬ : આ સૂત્રના નામ પ્રમાણે અંતકૃદશાનો અભિપ્રાય એ છે કે જે સાધુ સાવીજીઓએ સંયમ, સાધના અને તપ આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણમાં કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું, ૨૦૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેઓના જીવનનું વર્ણન આ અંગમાં આપેલ છે. અંતકૃત કેવળી પણ તેને જ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં આઠ વર્ગ છે. પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ અધ્યયન છે. એ દષ્ટિએ અંતકૃતની સાથે દશા શબ્દનો પ્રયોગ કરેલ છે. આ સૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન મહાવીર સ્વામીના શાસન કાળમાં થયેલા અંતકૃત કેવળીઓનું વર્ણન છે. પાંચમા વર્ષ સુધી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં થયેલા યાદવ વંશીય રાજકુમારો અને શ્રીકૃણજીની પટરાણીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગથી લઈને આઠમા વર્ષ સુધી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા શેઠ, રાજકુમાર અને રાજા શ્રેણિકની મહારાણીઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત નેવું આત્માઓ દીક્ષિત થઈને ઘોર તપશ્ચર્યા અને અખંડ ચારિત્રની આરાધના કરતાં કરતાં માસિક કે અદ્ધમાસિક સંચારા કરીને, કર્મો પર વિજય પ્રાપ્ત કરીને, અંતિમ શ્વાસોચ્છવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, મોક્ષમાં ગયા. • સૂગ-૧૪૭ :ધન :- અનુરોપપાતિકદશાંગ સૂત્રમાં કોનું વર્ણન છે ? ઉત્તર + અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા પુણ્યશાળી આત્માઓના નગર, ઉધાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજ, માતાપિતા, ધમરચા, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગપરિત્યાગ, દીક્ષા, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભકતપત્યાખ્યાન, પાદૌ ગમન અને મૃત્યુ પછી અનુત્તર સર્વોત્તમ વિજય આદિ વિમાનોમાં ઉત્પત્તિ, ફરી ત્યાંથી વીને સુકુળની પ્રાપ્તિ, ફરી બોધિલાભ અને આંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અનcરોપપાતિકદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત છંદ, સંખ્યાત શ્લોક (વિશેષ), સંધ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પતિપત્તિઓ છે. અંગની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ષ, ત્રણ ઉદ્દેશનકાળ અને ત્રણ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહમ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પચયિ, પરિમિત કસ, અનંત સ્થાવર અને શmત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કાન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપનિ સાષ્ટ કરેલ છે. આ અંગનું સમ્યકરૂપે અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ પ્રમાણે પ્રસ્તુત અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અનુરોપપાતિકદશાંગ ગ્રુતનો વિષય છે.. • વિવેચન-૧૪૭ :પ્રસ્તુત સૂત્રમાં અનુરોપપાતિક અંગ વિષે સંક્ષિપ્ત પશ્ચિય આપેલ છે. અનુવરનો
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy