SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૧૧૫૩ ૧૦૯ • વિવેચન - ૧૧૫૭ - વૈયાવૃત્યવાન્ સર્વ ગુણ ભાજન થાય છે. તેથી સર્વ ગુણ સંપન્નતા કહે છે. તેમાં સર્વગુણ - જ્ઞાનાદિ, તેના વડે સંપન્ન - યુક્ત, આ સર્વગુણ સંપન્નતા વડે ફરી અહીં આગમનનો અભાવ થાય છે. આથત મુક્તિને પામે છે. અપુનરાવૃતિને પામેલો જીવ શારીષ્કિ અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. કેમકે તેના નિબંધનથી દેહ અને મનનો અભાવ થાય છે. સિદ્ધિ સુખનો ભાજન થાય છે. • સૂમ - ૧૧૫૮ - ભગવાન ઈ વીતરાગતાથી જીવને શું કામ થાય છે? વીતરાગતા વડે જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ - સ્પર્શ - રસ - રય અને ગંધથી વિરક્ત થાય છે. • વિવેચન - ૧૧૫૮ - સર્વગુણ સંપન્નના રાગ દ્વેષના પરિત્યાગથી પામે છે. તેથી હવે વીતરાગતા કહે છે - સગ દ્વેષના અપગમ રૂપથી બંધન - રાગ દ્વેષ પરિણામ રૂપ. તૃષ્ણા - લોભ, તપ બંધનોનો વિચ્છેદ કરે છે. સ્ક્રોઇ - પુગાદિ વિષય, કૃષ્ણ - દ્વવ્યાદિ વિષય, તે રૂપ અનુબંધન અથવા અનુગત કે અનુકૂળ બંધનો, અતિ દુરતત્વને જણાવવા માટે છે. તેનાથી મનોજ્ઞ શબ્દાદિમાં વિરકત થાય છે. કેમકે તુખા અને સ્નેહ રાગનો હેતુ છે. અહીં રાગને જ સકલ અનર્થના મૂળ રૂપે જણાવવા તેનું પૃથક ઉપાદાન છે. • સૂત્ર - ૧૧૫૯ - ભગવાન ! શાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છે: ક્ષાંતિથી જીવ પરીષો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. • વિવેચન ૧૧૫૯ - રાગદ્વેષના અભાવમાં તત્ત્વથી શ્રમણગુણો છે. તેમાં પહેલા વ્રતની પરિપાલનાના ઉપાય રૂપે ક્ષાંતિ જ છે, તેથી પહેલાં તેને કહે છે - તેમાં ક્રાંતિ એટલે ક્રોધનો જય, તેનાથી વધ આદિ પરીષહોને જીતે છે. • સૂત્ર - ૧૧૬૦ - ભગવાન ! મુક્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મુક્તિથી જીવ અકિંચનતાને પામે છે. અકિંચન જીવ અર્થ ઊભીજનોથી આપાનીય થાય છે. • વિવેચન : ૧૧૬૦ • ક્ષાંતિ યુક્ત હોય તો પણ મુક્તિ વિના બાકીના વ્રતોનું પાલન કરવું શક્ય નથી. તેથી તેને કહે છે- મુક્તિ એટલે નિલભતા. તેનાથી અકિંચન થાય. અકિંચન એટલૈનિષ્પરિગ્રહત્વને પામે છે. અકિંચન જીવ અર્થની લંપટતાથી ચોરાદિને પ્રાર્થનીય થતા નાસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy