SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ - સૂત્ર - ૧૧૬૧ ભગવન્ ! ઋજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઋજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે. ૧૧૦ • વિવેચન - ૧૧૬૧ - લોભની સાથે અવિનાભાવી પણે માયા જોડાયેલ છે. માયાના અભાવમાં અવશ્ય આર્જવતા હોય, તેથી આર્જવને કહે છે. ઋજુ એટલે અવક્, તેનો ભાવ તે આર્જવ તેનાથી માયાના પરિહારથી કાયઋજુતા અર્થાત્ કુબ્જાદિ વેશ ભૂ વિકારાદિ ન કરીને પ્રાંજલતા વડે ઋજુ થાય. ભાવ ઋજુતા - ભાવથી જે અન્ય ચિંતન, તેનો પરિહાર. ભાષા ઋજુતા - જે ઉપહાસાદિ હેતુથી અન્ય ભાષાદિ ભાષણનો પરિત્યાગ, અવિસંવાદન બીજાને વિપતારણ - છેતરવા નહીં, તે રૂપને પામે છે. આવા પ્રકારની ઋજુતાની જીવ ધર્મના આરાધક થાય છે. વિશુદ્ધ અધ્યવસાયપણાથી બીજા જન્મમાં પણ ધર્મારાધક્તાને પ્રાપ્ત થાય છે. - · - સૂત્ર - ૧૧૬૨ ભગવન્ ! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુત જીવ મૃદુ - માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદ સ્થાનોને વિનષ્ટ કરે છે. • વિવેચન ૧૧૬૨ ઉક્ત ગુણો પણ વિનય વિના સર્વ ફળને ન પ્રાપ્ત કરાવે. વિનય માર્દવતાથી જ આવે, તેથી માર્દવને કહે છે. મૃદુ - દ્રવ્યથી અને ભાવથી અવમનશીલ, તેનો ભાવ કે કર્મ તે માર્દવ, જે સદા માર્દવ યુક્ત જ થાય છે, તેનાથી સંપન્ન - તેના અભ્યાસથી સદા મૃદુ સ્વભાવ તે મૃદુ માર્દવ સંપન્ન. તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત, લાભ એ આઠ મદ સ્થાનોનો વિનાશ કરે છે. - X- - - - - - સૂત્ર - ૧૧૬૩ ભગવન્ ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યથી જીવ ભાવવિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહત પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં ઉધત થાય છે. અરહત પ્રજ્ઞક્ષ ધર્મ આરાધનામાં ઉધત થી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે. - • વિવેચન - ૧૧૬૩ માર્દવતાદિ પણ તત્ત્વથી સત્ય સ્થિતને જ થાય, તેમાં પણ ભાવ સત્ય પ્રધાન છે, તેથી તે કહે છે - શુદ્ધ અંતરાત્મારૂપથી પારમાર્થિક અવિતથત્વથી વિશુદ્ધ અધ્યવસાયરૂપને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મના અનુષ્ઠાનથી મુક્તિને માટે ઉત્સાહિત થાય છે. અથવા આરાધનાને માટે અભ્યુત્તિષ્ઠ થાય છે. તેનાથી ભવાંતરમાં પણ ધર્મને પામે છે, અથવા પરલોકમાં આરાધક થાય છે અથવા વિશિષ્ટ ભવાંતરને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy