SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ દશવૈકાલિકમૂલબ-સટીફ અનુવાદ થાય. હવે વિનયનું ફળ કહે છે - વિનીત તિર્યંચ માફક સવિનીત આત્મા - આ લોકમાં નર • નારી વિનયથી શુદ્ધિ પામીને મહાયશવાળા આદિ થાય છે. વિશેષ એ - સ્વ આસધિત રાજા કે ગુરુજન વડે ઉભયલોકમાં સફળતાને પામે છે. • સૂત્ર - ૪૪૧, ૪૪૨ - એ પ્રમાણે અવિનીતાત્મા જે દેવ, યક્ષ એ ગુણાક હોય, તેઓ પરાધીનતા - દાસત્વ પામીને દુઃખ ભોગવતા જોવા મળે છે અને જે દેવ, યક્ષ, ગુહ્યક સુવિનિત હોય છે, તેઓ દ્ધિ અને મહાન ચશને પામીને સુખને અનુભવતા જોવા મળે છે. • વિવેચન - ૪૪૧, ૪૪૨ - હવે આ જ વિનય અને અવિનયનું ફળ દેવને આશ્રીને કહે છે - જેમ ભવાંતમાં વિનય ન કરેલા નર - નારીની જેમ વૈમાનિકો, જ્યોતિકો, વ્યંતરો, ભવનવાસીઓ તેઓ આગમરૂપ ભાવચક્ષુથી જોતા દુઃખ ભોગવનારા છે. કેમકે બીજાની આજ્ઞામાં રહે છે, બીજાની હદ્ધિ આદિ જોઈને દુઃખી છે તથા તેઓ અભિયોગ્ય - કર્મકરપાણાને પ્રાપ્ત થાય છે. વિનયનું ફળ કહે છે તે પૂર્વવત જન્માંતરમાં કરેલા વિનયથી અર્થાત નિરતિચાર ધમરાધનથી ઉક્ત દેવો સુખને ભજનારા થાય છે. જેમકે - અરહંતના કલ્યાણકાદિમાં, દેવાધિપની ઋદ્ધિથી, વિખ્યાત ગુણોથી. • સૂત્ર - ૪૪૩ થી ૪૪૭ - જે સાધક આચાર્ય - ઉપાધ્યાયની સેવા - શુશ્રષા કરે છે, તેમના વચનોનું પાલન કરે છે, તેમની શિક્ષા, જળથી સિંચાતા વૃક્ષ જેમ વધે છે. જે ગૃહસ્થો આલોકના નિમિત્તે કે સુખોપભોગને માટે પોતાને કે બીજાને માટે શિચકલા કે નૈપુણ્ય કલા શીખે છે. લલિતેન્દ્રિય વ્યક્તિ પણ કળા શીખતી વખતે શિક્ષક દ્વારા ઘોર બંધ, વધ અને દારુણ પરિતાપને પામે છે. તો પણ તેઓ ગુના નિર્દેશાનુસાર વર્તતા તે શિલ્પાદિને માટે પ્રસનનતાપૂર્વક તે શિક્ષક ગુરુની પૂજ, સત્કાર અને નમસ્કાર કરે છે. તો પછી જે સાધુ યુતગ્રાહી છે, અનંત હિતના ઇચ્છુક છે, તેનું તો કહેવું જ શું? તેથી આચાર્ય જે કહે તેનું ભિક્ષ ઉલ્લંધન ન કરે, • વિવેચન - ૪૪૩ થી ૪૪૭ - એ પ્રમાણે નારકોને છોડીને વ્યવહારથી જેમાં સુખ-દુઃખ સંભવે છે. તેમાં વિનય - અવિનયનું ફળ કહ્યું. હવે વિશેષથી લોકોત્તર વિનયનું ફળ કહે છે - જે આચાર્ય અને ઉપાધ્યાયના પૂજા પ્રધાન વયન કરણશીલ છે, તે પુજવાનોને ગ્રહણ આસેવન રૂપ શિક્ષા વૃદ્ધિને પામે છે. જેમ જળથી સિંચિત વૃક્ષો વૃદ્ધિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy