SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/ ૨ / ૪૪૩ થી ૪૪ ૨૦૭ આને મનમાં ધારીને વિનય કરવો જોઈએ, તે કહે છે - સ્વ નિમિત્તે આના વડે મારી આજીવિકા થશે, એ પ્રમાણે પરનિમિત્તે - પુત્ર, પૌત્રાદિ આ કુંભારાદિ શિલા અને આલેખ્ય કળાદિ નૈપુણ્ય ગ્રહણ કરશે એમ વિચારી અસંયમનો અન્ન પાનાદિના આલોકના ભોગને માટે તે શીખે છે. જે શીખતા એવા તેમને નિગડાદિ વડે બંધ, કષ આદિથી વધ, રૌદ્ર પરિતાપ, આના દ્વારા જનિન - નિર્ભર્સના વચન શીખવનાર ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. શિલ્પાદિ ગ્રહણમાં તે ગર્ભેશ્વર રાજપુત્રાદિને આશ્રીને આ કહ્યું. તેઓ પણ શિલ્પાદિ શીખતી વેળા બંધાદિના કારક ગુરુને પૂજે છે. મધુર વચનોથી અભિનંદે છે. શિલ્પ શીખવાના નિમિત્તે વસ્ત્રાદિ વડે સત્કારે છે, અંજલિ જોડવા આદિથી નમસ્કાર કરે છે તથા માને છે કે ગરની આજ્ઞા માનીશું તો જ કળા આવડશે ઇત્યાદિ - ૪ - જો આ રાજપુત્રાદિ આલોકના નિમિત્તે પણ આટલું કષ્ટ ભોગવે છે તો જે સાધુ પરમ પુરુષ પ્રણિત આગમ ગ્રહણના અભિલાષી છે, મોક્ષની કામનાવાળા છે, તેમણે તો વિશેષે ગરને પૂજવા જોઈએ. તે માટે એકાંત હિતકારક ગુરુ જે કહે તે બધાં વચનને સાધુ ન ઉલંઘે, તેથી તે સર્વ લાભને મેળવે છે. • સૂત્ર - ૪૪૮ થી ૪૫ર - સાધુ આચાર્યથી નીચી શાચ્યા કરે, નીચી ગતિ કરે, નીચા સ્થાનમાં ઉભો રહે. નીચું આસન કરે, નીચે થઈને પાદ વદન કરે અને અંજલિ કરે. કદાય આચાર્યના શરીરને કે ઉપકરણોને પણ સ્પર્શ થઈ જાય તો કહે : માસે અપરાધ ક્ષમા કરો, ફરી આવું નહીં થાય. જે પ્રમાણે દુષ્ટ બળદ સાબુક દ્વારા પ્રેરિત કરતા રથને વહન કરે છે, તે પ્રમાણે દુબુદ્ધિ શિષ્ય પણ આચાર્યોના વારંવાર કહેવાથી કાર્ય કરે છે. (વસ્તુતઃ) ગુરુ એકવાર બોલાવે કે વારંવાર, બુદ્ધિમાન શિષ્ય આસને બેસીને જ ઉત્તર ન આપે, પરંતુ જલ્દી જ આસન છોડીને શુક્રયા સાથે તેમની વાત સાંભળીને સ્વીકારે. કાળ, ગુરુ અભિપ્રાય, ઉપચારો તથા દેશાદિને હેતુઓથી સારી રીતે જાણીને તદનુકૂળ ઉપાયોથી તે - તે કાર્યોને સંપાદિત કરે. • વિવેચન - ૪૪૮ થી ૪૫ર - હવે વિનયના ઉપાયો કહે છે. સંસ્કારક રૂપ આચાર્યની શય્યાની પાસે નીચી શવ્યા કરે. આચાર્યની ગતિથી નીચી ગતિ કરે - તેમની પાછળ બહુ દૂર કે બહુ જલ્દી ન ચાલે. આચાર્યથી નીચા સ્થાને બેસે. તથા નીચા - લઘુતર પીઠિકાએ કદાચ કોઈ કારણ હોય તો બેસે, ત્યારે પણ પૂર્વે આચાર્યની અનુજ્ઞા લે, અન્યથા ન બેસે. આચાર્યના ચરણમાં સમ્યક રીતે મસ્તક નમાવીને વાંદે, અવાથી નહીં. કદાચ પ્રશ્ન પૂછવાનો થાય તો કાયા નમાવી, મસ્તકે અંજલી જોડીને પૂછે પણ ઠુંઠાની જેમ અક્કડ થઈને ન પૂછે. એમ કાય વિનય કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy