SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૯૭૫ થી ૧૦૦૫ ૨૩૩ પ્રાદોષિક અને અર્ધાગિક કાળ ઉત્તર દિશામાં લેવાય. વૈરામિક કાળ ઉત્તર કે પૂર્વમાં ફેરવાય. પ્રભાતિક કાળ પૂર્વમાં લેવાય. પ્રાદોષિક કાળ શુદ્ધ હોય તો સ્વાધ્યાય કરીને પહેલી, બીજી પોરિસિ જાગરણ કરે. કાળ શુદ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે. [કાળ ગ્રહણ વિષયક ઘણી જ વિશેષ હકીકતોનું કથન જોવા મળે છે, તે ટીકા ગ્રંથથી કે ભાગ્યથી જાણી શકાય છે. અમે તેનું અવતરણ કરેલ નથી, કેમકે તે સૂરની સાથે ક્રિયારૂપે પ્રત્યક્ષ જ સમજાય તેવું છે.] મુનિ દીપરત્નસાગરે કરેલા પિંડ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર © દ્વાર-૩-ઉપધિ ઉછે - X - X - X - હવે ઓઘનિર્યુક્તિનું ત્રીજું “ઉપધિ” નામે દ્વાર કહે છે – • મૂલ-૧૦૦૬ થી ૧૦૨૬ : ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકારક છે અને ભાવથી જ્ઞાન-દર્શન-ચાત્રિને ઉપકાક છે. આ ઉપધિ બે પ્રકારે છે - (૧) ઓઘ ઉપધિ, (૨) ઉપગ્રહ ઉપધિ. આ બંને પણ સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બબે ભેદે છે. ૦ ઓઘ ઉપધિ - નિત્ય ધારણ કરાય છે. ૦ ઉપગ્રહ ઉપધિ - કારણે સંયમના માટે ધારણ કરાય છે. • જિનકપીની ઓઘ ઉપધિ - તે ઉત્કૃષ્ટ બાર પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે :(૧) પાના, (૨) ઝોળી, (3) નીચેનો ગુચ્છો, (૪) પાત્ર કેસરિકા અર્થાત્ પાત્ર પડિલેહણનું વસ્ત્ર વિશેષ, (૫) પગલાં, (૬) રજઆણ, (૭) ઉપરનો ગુચ્છો, (૮ થી ૧૦) મણ કપડાં, (૧૧) ઓઘો, (૧૨) મુહપતિ. આ બાર ભેદ ઉત્કૃષ્ટથી કહ્યા. બાકી ૧૧, ૧૦, ૯, ૫, ૪, 3 અને જઘન્યથી બે પ્રકારે પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો અને મુહપતિ તો અવશ્ય દરેકને હોય જ છે. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપતિ અને એક વસ્ત્ર હોય. ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ અને બે વર હોય. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ અને ત્રણ વસ્ત્ર હોય. નવ પ્રકારમાં ઓઘો, મહાપત્તિ, પગ, ઝોળી, નીચેનો ગુછો, પત્ર કેસરિકા, પડલાં, રજમણ અને ઉપરનો ગુચ્છો હોય. દશ પ્રકારની ઉપધિમાં ઉક્ત નવ ઉપધિ ઉપરાંત એક વસ્ત્ર હોય અને અગિયાર પ્રકારની ઉપધિમાં ઉક્ત નવ ઉપધિ ઉપરાંત બે વસ્ત્રો હોય છે. જ્યારે બાર પ્રકારની ઉપધિમાં ઉક્ત બારે હોય છે. ૦ સ્થવિકલ્પોની ઓઘ ઉપધિ : - સાધુ માટે ચૌદ પ્રકારની ઉપાધિ હોય છે :- ઉક્ત ૧૨ પ્રકારની ઉપધિ ઉપરાંત (૧૩) માત્રક, (૧૪) ચોલપટ્ટો. - સાધ્વી માટે પચ્ચીશ પ્રકારે ઉપધિ કહેલી છે કેમકે સાધ્વીને જિનકલા સ્વીકારવાનો હોતો નથી. તે ૨૫-ઉપાધિ આ પ્રમાણે : પત્ર, કોળી, નીચેનો ગુચ્છો, પાકેસસ્કિા, પડલાં, રજણ, ઉપરનો ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપતિ, માનક એ તેર [તથા (૧૪) કમંઢક - વાપરવા માટેનું જુદું પણ. (૧૫) અવાહનંતક - ગુલ ભાવના રક્ષણ માટે કોમળ અને મજબૂત ન નાવ સમાન વા. (૧૬) પટ્ટો - શરીર પ્રમાણ કરી બંધ. (૧૭) અદ્ધોગ - અર્ધ સાથળ સુધીનું સીવ્યા વિનાનું ચ જેવું વસ્ત્ર, (૧૮) ચલણી - જાનું પ્રમાણ સાડો. (૧૯ અને ૨૦) બે નિવસની - અંતનિવસની, જે અર્ધ સાથળ સુધી લાંબી હોય અને બહિર્નિવસની - ઘુંટી સુધીની લાંબી હોય.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy