SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૦૦૬ થી ૧૦૨૬ ૨૩૯ (૨૧) કંચુક • છાતી ઢાંકવા માટે, (૨૨) ઉપકક્ષિકા- જમણી બાજુથી કંચક ઢાંકવા માટે, (૨૩) વેકક્ષિકા - ઉક્ત ૧,૨૨ને ઢાંકવા માટે. (૨૪) સંઘાટી ચાર - (૧) બે હાથ પહોળી-ઉપાશ્રય માટે, (૨) ત્રણ હાથ પહોળી-ગૌચરી જવામાં, (3) ત્રણ હાથ પહોળી - સ્થંડિત જવામાં, (૪) ચાર હાથ પહોળી-સમવસરણમાં વ્યાખ્યાન ઉભા રહેતાં, માથાથી પગ સુધીના આચ્છાદન માટે. (૫) સ્કંધકરણી - સ્વરૂપસાવીને ખુંધી બનાવવા માટે. ઉક્ત ઉપધિઓમાં ઉત્તમ, મધ્યમ, જઘન્ય ત્રણ ભેદ છે – • મૂલ-૧૦૨૮ થી ૧૦૩૦ : o જિનકભીની ઉત્તમાદિ ઉપધિ :- (૧) ઉતમ ચાર- પ્રણ વસ્ત્ર અને પાત્ર, (૨) મધ્યમ ચાર - ઝોળી, ૫ડલાં, જસ્માણ, ઓઘો, (3) જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ, પાત્ર કેસરિકા. o સ્થવિર કલપીની ઉત્તમાદિ ઉપધિ:- (૧) ઉત્તમચાર - ત્રણ વા અને પાત્ર, (૨) મધ્યમ છ - ૫ડલાં, પ્રાણ, ઝોળી, ચોલપટ્ટો, ઓઘો, માત્રક, (3) જઘન્ય ચાર - બંને ગુચ્છા, મુહપતિ, પાત્ર કેસરિકા. o સાળીની ઉત્તમાદિ ઉપધિ:- (૧) ઉત્તમ આઠ - ચાર સંઘાટિકા, પાત્ર, સ્કંધ કરણી, અંતર્નિવસની, બહિર્નિવસની, (૨) મધ્યમ ઉપાધિ તેર ભેદે - ઝોળી, પડલાં, જમણ, ઓઘો, મામક, અવગ્રહાનંતક, પટ્ટો, ઓબ્દોરૂક, ચલણી, કંચુક, કિક્ષિકા, વૈકલિકા, કમઢક. (3) જઘન્યચાર ભેદે - બંને ગુચ્છા, મુહપતિ, પાત્ર કેસરિકા. • મૂલ-૧૦૩૧ થી ૧૦૭૬ :ઓઘ ઉપધિનું પ્રમાણ :- પાત્ર આદિનું પ્રમાણ ક્રમશઃ બતાવે છે. (૧) પાણ- સરખું અને ગોળ હોય, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આગળ, તેથી ઓછું હોય તો જઘન્ય, વધુ હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણ ગણાય અથવા આહાર પ્રમાણ પત્ર લેવું. વૈયાવચ્ચ કરનાર આચાર્યએ આપેલું કે પોતાનું નંદી પાર રાખે. નગરનો રોધ કે અટવી ઉતરતાં આદિ કારણે તેનો ઉપયોગ થાય. પાત્ર મજબૂત, નિષ્પવર્ણી, બરોબર ગોળ, લક્ષણયુક્ત ગ્રહણ કરવું, બળેલું, છિદ્રવાળું કે વળી ગયેલ પાત્ર ન રાખે. પણ છ કાય જીવની રક્ષાને માટે રાખવાનું હોય છે. ૦ પાનના ગુણ-દોષ • અવસર પ્રાપ્ત હોવાથી પાત્રના ગુણ-દોષ જણાવતા લક્ષણવાળું, લક્ષણ વિનાનું, તેના લાભો જણાવે છે – -o- લક્ષણવંત પાત્ર - ચોતરફ સરખું, ગોળ, મજબૂત, પોતાનું, સ્નિગ્ધ વર્ણવાળું પાત્ર ગ્રહણ કરવું. -o- લક્ષણરહિત પત્ર - ઉંચુ-નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, આવા પાત્ર રાખવા નહીં. -0• લક્ષણવંત પાત્રના લાભ - (૧) સખા ગોળ પાકથી લાભ થાય, (૨) ૪૦ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર મજબૂત પાત્રથી ગચ્છની પ્રતિષ્ઠા થાય. (3) વ્રણરહિત પાત્રથી કીર્તિ અને આરોગ્ય મળે. (૪) સ્નિગ્ધવર્ણ પાત્રથી જ્ઞાન સંપત્તિ થાય. •0- કુલક્ષણ પારથી દોષ - (૧) ઉંચા-નીચા પગથી ચાસ્મિનો વિનાશ થાય. (૨) દોષવાળા પાત્રથી ગાંડપણ થાય. (3) પડઘી વિનાના પાકાથી ગચ્છ અને ચાસ્ત્રિમાં સ્થિરતા ન રહે, (૪) ખીલા જેવા ઉંચા પાત્રયી પણ પડગ્ધીરહિતવતુ દોષ (૫) કમળ જેવા પહોળા પાકથી અકુશળ થાય. (૬) છિદ્રવાળા પાનાથી શરીરે ગુમડાં આદિ થાય. (૨) ઝોળી - પાત્ર બંધાય, છેડા ચાર આંગળ વધે તેવી રાખવી. ૩ થી ૫) બંને ગુચ્છા અને પાત્ર કેસરિકા - આ ત્રણે એક વેંત અને ચાર આંગળ રાખવા. બંને ગુચ્છા ઉનના રાખવા અને ઝીણા, સુંવાળા સુતરાઈ કપડાંની પણ કેસરિકા રાખવી. (૬) પડતાં - કોમળ અને મજબૂત રાખવા. ઋતુભેદે ત્રણ, પાંચ કે સાત રાખવા. ભેગાં કરતાં સૂર્યના કિરણો ન દેખાય તેવા, અઢી હાથ લાંબા અને 36આંગળ પહોળા રાખવા. ઋતુભેદ પ્રમાણે સંખ્યા-ઉનાળે ત્રણ, શિયાળે ચાર, ચોમાસે પાંચ હોય પણ જીર્ણ કે વિશેષ જીર્ણ પગલાં હોય તો ચોક-એકની સંખ્યા વધાસ્વી. ભિક્ષાર્થે જતાં ફૂલ, પત્ર આદિથી રક્ષણાર્થે પાટા ઢાંકવા. તથા લિંગ પણ ઢંકાય તે જોવું. (9) રજઆણ - રજ આદિથી રક્ષણ માટે પાત્રના પ્રમાણમાં રાખવું. (૮ થી ૧૦) ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભે રહે, અઢી હાથ પહોળાં, લંબાઈ શરીર પ્રમાણ, બે સુતરાઉ અને એક ઉનનું વસ્ત્ર હોય. ઘાસ, અગ્નિ ન લેવા પડે. ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે વસ્ત્ર છે. (૧૧) જોહરણ - મૂળમાં ધન, મધ્યમાં સ્થિર, દશી પાસે કોમળ. અંગુઠાના પર્વમાં પાસેની આંગળી મૂકતાં જેટલો ખાડો થાય તેટલી જાડાઈવાળું જોહરણ રાખવું. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવું. તે કુલ ૩૨-આંગળ લાંબુ હોય. જોહરણનું પ્રયોજન પૂંજવા - પ્રમાર્જવા માટે છે. તથા સાધુનું ચિહ્ન ગણાય છે. (૧૨) મુહપત્તિ * સુતરાઉં, એક વેંત અને ચાર આંગળની એક અને બીજી ત્રિકોણ કરીને મુખ ઉપર ઢાંકી, પાછળથી ગાંઠ બંધાય, તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા માટે હોય. મુહપત્તિનું પ્રયોજન - સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા, કાજો લેતી વખતે જ આદિ મુખમાં ન પ્રવેશ માટે બીજી, એમ બે રાખવી. (૧૩) માત્રક - પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવાને અથવા ઓદન અને સુપથી ભરેલું, બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલાં પ્રમાણવાળું હોય. (૧૪) ચોલપટ્ટ - સ્થવિર માટે કોમળ, બે હાથ લાંબુ, યુવાન માટે સ્થૂળ ચાર હાય પ્રમાણ હોય. ગુલેન્દ્રિય ઢાંકવા ચોલપટ્ટો રાખવો.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy