SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૯૨૪ થી ૯૪૨ ૨૩૫ ૨૩૬ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર • મૂલ-૯૨૪ થી ૪ર : આહાર વધે તો પારિષ્ઠાપન કરવાની વિધિ - પરિષ્ઠાપના બે પ્રકારે છે - (૧) જાત પરિષ્ઠાપના - પ્રાણાતિપાત દોષોથી યુક્ત અથવા આઘાકમિિદ દોષવાળું અથવા લોભથી લીધેલું તથા અભિયોગકૃત, વશીકરણ કૃતુ, મંગ-ચૂણાદિ મિશ્રકૃત તથા વિષમિશ્રિત આહારો પણ અશુદ્ધ હોવાથી પરઠવવામાં ‘નાત' ભેદ કહેવાય છે. (૨) અજાત પરિઠાપના - શુદ્ધ આહાર વધેલો હોય તેને પરઠવવો તે * ૩ નીતિ' કહેવાય છે. તે આહાર સાધુઓને ખબર પડે તે રીતે ત્રણ ઢગલી કરી પરઠવવો પરઠવીને ત્રણ વખત વોસિર- વોસિરે કહેવું. આ પ્રમાણે વિધિ પરિઠાપનાથી સાધુ કર્મબંધ કરતો નથી. [શંકા શુદ્ધ અને વિધિપૂર્વક લાવેલો આહાર કઈ રીતે વધે? સમાધાન] જે ક્ષેત્રમાં રહેલા હોય ત્યાં આચાર્યાદિને પ્રાયોગ્ય દ્રવ્ય દુર્લભ હોવાથી આહાર બીજે ગામ ગૌચરી ગયેલા બધાં સાધુ આચાર્ય પ્રાયોગ્ય દ્રવ્ય મળી જતાં ગ્રહણ કરે. અથવા ગૃહસ્થ વધારે વહોરાવી દે, તેથી વધે. આ કારણે શુદ્ધ આહાર પણ પરઠવવો પડે. • મૂલ-૯૪૩ થી ૯૪૯ : ૦ આચાર્યને પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી થતાં લાભો :- આચાર્ય પ્રાયોગ્યની ગ્રહણથી ગુરુને સૂત્ર અને અર્થ સ્થિર થાય છે. મનોજ્ઞાહારથી સૂત્ર અને અર્થનું સુખપૂર્વક ચિંતન કરી શકે છે. આથી આચાર્યનો વિનય થાય, નવદીક્ષિતને આચાર્ય પ્રત્યે બહુમાન થાય, પ્રાયોગ્ય આપનાર ગૃહસ્થને શ્રદ્ધાની વૃદ્ધિ થાય. શિષ્યને નિર્જનનું કારણ થાય છે. ઉક્ત કારણે આચાર્ય પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી આચાર્યની અનુકંપા થાય છે. આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા થાય છે. ગચ્છ અનુકંપાવી, તીર્થની ભક્તિ થાય છે. માટે આ પ્રાયોગ્ય ગ્રહણ કરવું. આચાર્ય પ્રાયોગ્ય જો મળતું હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રથમ ગ્રહણ કર્યું. ઉત્કૃષ્ટ ન મળે તો યથાયોગ્ય ગ્રહણ કર્યું. પરંતુ પ્લાન માટે નિયમા પ્રાયોગ્ય ગ્રહણ કરવું. • મૂલ-૫૦ થી ૯૬૨ : ૦ પરઠવતાં એક, બે, ત્રણ ઢગલી કરવાનું કારણ - ગૌચરી આદિ ગયેલા, વિહારમાં રહેલા સાધુઓને શુદ્ધ-અશુદ્ધ આદિ આહારની ખબર પડી શકે અથવા કદાયિત ગામમાં રહેલા સાધુને જરૂર પડે, તે માટે એક-બે-ત્રણ ઢગલી કરવી. વાપર્યા પછી ઠલ્લા આદિની શંકા હોય તો દર અનાપાતાદિ સ્પંડિલમાં જઈને વોસિરાવે. પછી પડિલેહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. • મૂલ-૯૬૩,૯૬૪ - ૦ પડિલેહણની વિધિ ચોથો પ્રહર શરૂ થાય, એટલે ઉપવાસી પહેલાં મુહપતિ અને શરીરને પડિલેહીને આચાર્યની ઉપાધિ પડિલેહે. પછી અનશન કરેલાની, નવદીક્ષિતની, વૃદ્ધ આદિની ક્રમશઃ પડિલેહણા કરે. પછી આચાર્ય પાસે જઈને “ઉપધિપડિલેહું” આદેશ માંગીને પાત્રાની પડિલેહણા કરે. પછી મમક અને પોતાની ઉપધિ પડિલૈહી છેલ્લે ચોલપટ્ટો પડિલેહે. ગૌયરી વાપરી હોય તે પહેલાં મુહપતિ, પછી શરીર, પછી ચોલપટ્ટો પડિલેહે. પછી ક્રમશ: ગુચ્છા, ઝોળી, ૫ડલાં, જસ્માણ, પછી માત્રા પડિલેહે. પછી આચાર્યની ઉપધિપડિલેહે. પછી આદેશ માંગી ગચ્છ સાધારણના પાત્રા, પરિભોગ્ય વર પડિલેહે. પછી પોતાની ઉપાધિ પડિલેહે. છેલ્લે જોહરણ પડિલેહે. પડિલેહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો અથવા સીવવા આદિ કાર્ય હોય તો તે કરવું. એ પ્રમાણે સ્વાધ્યાયાદિથી છેલ્લી પોરિસિનો ચતુર્થ ભાગ બાકી રહે ત્યાં સુધી કરે. પછી કાળ પ્રતિક્રમીને ૨૪-માંડલા કરે. સૂર્ય અસ્ત થતાં બધાં પ્રતિક્રમણ કરે. આચાર્યશ્રી ધર્મકથાદિ કરતા હોય, તો બધા સાધુ આવશ્યકભૂમિ માંડલીમાં પોતપોતાના યથાયોગ્ય સ્થાને કાયોત્સર્ગમાં રહી સ્વાધ્યાય કરે. કોઈ કહે છે કે - સાધુઓ સામાયિક સૂત્ર કહી કાયોત્સર્ગમાં અર્થપાઠ કરે. આચાર્ય ન આવે ત્યાં સુધી ચિંતવના કરે. આચાર્ય આવી સામાયિક સૂણ કહી, દૈવસિક અતિયાર ચિંતવે ત્યારે સાધુઓ પણ મનમાં દૈવસિક અતિયાર ચિંતવે. બીજા વળી એમ કહે છે કે – આચાર્ય આવે એટલે સ્વાધ્યાય કરતાં સાધુ પણ આચાર્ય સાથે સામાયિક સૂત્ર ચિંતવી, અતિચાર ચિંતવે. આચાર્ય બે વાર અતિચાર ચિંતવે, સાધુ એક વાર ચિંતવે. એ રીતે આવશ્યક પૂર્ણ કર્યા પછી ઉંચા વધતા સ્વી ત્રણ સ્તુતિ મંગલ માટે બોલે. કાલગ્રહણ વેળા થઈ કે નહીં તે તપાસે. • મૂલ-૯૭૫ થી ૧૦૫ - કાલગ્રહણની વિધિ-સંક્ષેપથી :- કાળ બે ભેદે છે. તે આ પ્રમાણે – (૧) વ્યાઘાત - થાંભલા કે વૈદેશિકો સાથે જતાં - આવતાં સંઘટ્ટો થાય તથા આચાર્ય શ્રાવકાદિ સાથે ધર્મકથા કરતા હોય તો કાલગ્રહે નહીં. (૨) અત્યાઘાત - કોઈ જ વાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈ આજ્ઞા માંગે કે અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો આવો વ્યાઘાત હોય તો કાલ ન ગ્રહે - આચાર્યને પૂછેલ ન હોય, અવિનયથી પૂછેલ હોય, વંદન ન કરેલ હોય, આવસહી ન કહી હોય, અવિનયથી કહેલ હોય, પડી જાય, ઈન્દ્રિયના વિષયો પ્રતિકૂળ હોય, દિમોહ થાય, તારા ખરે, અસ્વાધ્યાય થાય, છીંક થાય, ઉજ્જુહી લાગે ઈત્યાદિ તો કાલગ્રહણ ન લે. કાલગ્રહી કેવો હોય ? પિયધર્મી, દ્વધર્મી, મોક્ષસુખાભિલાષી, પાપભીરુ, ગીતાર્થ, સવશીલ એવો સાધુ કાલગ્રહણ લે. કાળ ચાર પ્રકારે છે - (૧) પ્રાદોષિક, (૨) અર્ધસમિક, (3) વૈરાઝિક, (૪) પ્રાભાતિક. પ્રાદોષિક કાળમાં બધાં સજઝાય સાથે સ્થાપે. બાકીના ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy