SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૮૬૧ થી ૮૬૮ ૨૩૩ પાણીને ગાળે અને કીડી આદિને દૂર કરે. સાધુઓ માંડલીમાં યથાસ્થાને બેસીને બધાં સાધુ આવી ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. અસહિષ્ણુ હોય તો તેને વાપરવા આપી દે. ૦ ગૌચરી-આહારની વહેંચણી કોણ કરે ? ગીતાર્થ, રત્નાધિક, અલબબ્ધ એવા મંડલી સ્થવિર આચાર્યશ્રીની જા લઈને માંડલીમાં આવે. આ ગીતાર્ય, રત્નાધિક અને અલુબ્ધ એ ત્રણ પદના આઠ અંગો થાય છે. તે આ પ્રમાણે- (૧) ગીતાર્ય, રત્નાધિક, અલુબ્ધ, (૨) ગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ, (3) ગીતાર્થ, લધુપર્યાય, અલુબ્ધ, (૪) ગીતાર્થ, લઘુપચય, લુબ્ધ. (૫) અગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ. (૬) અગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ. (૩) અગીતાર્થ, લઘુપર્યાય, અલુબ્ધ. (૮) અગીતાર્થ, લઘુ પર્યાય, લુબ્ધ. ઉક્ત આઠ ભંગોમાં લબ્ધવાળા ચારે ભંગો દુષ્ટ છે. પચી અલુબ્ધમાં પણ પાંચમો અને સાતમો અપવાદે શુદ્ધ, માત્ર પહેલો અને ત્રીજો ભંગ શુદ્ધ છે. આ શુદ્ધ મંડલી સ્થવિર બધાં સાધુને આહાર વહેંચી આપે. રાધિક સાધુ પૂર્વાભિમુખ બેસે, બાકીના સાધુ યથાયોગ્ય પયય પ્રમાણે માંડલીબદ્ધ બેસે. ગૌચરી વાપરવા બેસતી વખતે દરેક સાધુ રાખની કુંડી સાથે રાખે. કેમકે વાપરતાં કદાચ ઠળીયો, કાંટો આદિ આવે તો કુંડીમાં નાંખી શકાય. વાપરતી વખતે ગૃહસ્થાદિ આવી ન જાય તે માટે એક સાધુ નાકા ઉપર બેસે. • મૂલ-૮૭૬ થી ૮૫ : ૦ આહાર કેવી રીતે વાપરવો ? પહેલાં સ્નિગ્ધ અને મધુર આહાર વાપરે. કેમકે તેનાથી બુદ્ધિ અને બળ વધે તથા પિત્તનું શમન થાય. વળી સ્નિગ્ધ આહાર છેલ્લો રાખે તો પરઠવવો પડે ત્યારે અસંયમ થાય. આ આહાર કટક છેદ, પ્રતર છેદ કે સિંહભક્ષિત રીતે વાપરે. તેમાં વટાછેર - કટકા કરી કરીને વાપરવો. પ્રતા છે - ઉપરથી વાપરતા જવું fighત - એક બાજુથી શરૂ કરી બધો આહાર ક્રમસર વાપરે. આહાર વાપરતાં - સબડકાં ન બોલાવે, ચબયબ ન કરે, ઉતાવળ ન કરે, બહુ ધીમે પણ ન વાપરે, વાપરતાં નીચે ન વેરે. સગદ્વેષ ન કરે. મન-વચન-કાયાથી ગુપ્ત થઈ શાંત ચિતે આહાર વાપરે. ઉદ્ગમ ઉત્પાદના દોષોથી શુદ્ધ, એપણા દોષરહિત એવો પણ ગોળ આદિ આહાર દુષ્ટભાવથી અધિક ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન-દર્શન-ચારિત્રથી અસાર થાય છે. જ્યારે શુદ્ધ ભાવથી પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન-દર્શનચાસ્ત્રિના સારરૂપ થાય છે. • મૂલ-૮૯૬ થી ૦૮ : હવે આહાર વાપરવા કે ન વાપરવાના છ-છ-કારણો કહે છે - સાધુ સુધાવેદના શમાવવા, વૈયાવચ્ચાર્યે, ઈયપથ શોધવા માટે, સંયમ અર્થે, શરીર ટકાવવાને, સ્વાધ્યાય કરવા માટે, આ જ કારણે આહાર કરે. - તથા - છ કારણે આહાર ન ૨૩૪ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર કરે, તે આ - તાવ કે બિમારી હોય, રાજા કે સ્વજનાદિનો ઉપદ્રવ હોય, બ્રહ્મચર્ય રક્ષાર્થે, જીવદયાર્થે, વિશિષ્ટ તપશ્ચર્યા નિમિતે અને શરીરના ત્યાગ માટે અનશન કરે ત્યારે. આ જ કારણો છે.] આહાર વાપર્યા બાદ પાત્ર ત્રણ વાર પાણીથી ધોવાં જોઈએ. • મૂલ-૦૯ થી ૧૩ : આહાર વધે ત્યારની વિધિઃ- આહાર વાપર્યા છતાં વધ્યો હોય તો નાધિક સાધુ વધેલો આહાર આચાર્યને બતાવે. આચાર્ય કહે કે આયંબિલ, ઉપવાસવાળા સાધુને બોલાવો. ત્યારે મોહની ચિકિત્સ માટે જેમણે ઉપવાસ કર્યો હોય, જેમણે અક્રમાદિ કર્યા હોય, ગ્લાન કે આત્મ લબ્ધિક હોય તે સિવાયના સાધુને રત્નાધિક સાધુ કહે કે - “તમને આચાર્ય ભગવંત બોલાવે છે.” તે સાધુઓ આચાર્યશ્રી પાસે ઉપસ્થિત થાય. આચાર્ય કહે કે - “આ આહાર વધ્યો છે, તે વાપરી જાઓ.” ત્યારે સાધુ કહેશે કે - વપરાશે એટલું વાપરીશું. વપરાયા છતાં આહાર વધે તો જેનું પાત્ર હોય તે સાધુ આહાર પરઠવી દે. જો સાધુ “વપરાશે તેટલું વાપરીશું” એમ ન બોલ્યા હોય તો વધેલું તે પોતે પરઠવી દે. • મૂલ-૧૪,૯૧૫ - ૦ પાત્રમાંથી બીજાને કેવો આહાર આપવો ? વિધિપૂર્વક લાવેલો અને વિધિપૂર્વક વાપરેલો આહાર બીજાને આપી શકાય, તેના ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે- (૧) વિધિથી ગૃહીત-વિધિથી વાપરેલ. (૨) વિધિ વડે ગૃહીત - અવિધિથી વાપરેલ. (3) અવિધિથી ગૃહીત - વિધિથી વાપરેલ. (૪) અવિધિથી ગૃહીત - અવિધિથી વાપરેલ. વિધિગૃહીત એટલે ઉદ્ગમાદિ દોષરહિત અને ગૃહસ્થ જેવો આપ્યો હોય તેવો જ ગ્રહણ કરેલ. તે સિવાયનો અવિધિપૃહીત છે. • મૂલ-૯૧૬ થી ૯૨૩ : વિધિ અવિધિ ભોજનનું સ્વરૂપ કહે છે – (૧) અવિધિ ભોજનના ચાર ભેદો છે : (૧) • કાકભુક્ત - જેમ કાગડો વિષ્ટા આદિમાંથી વાલ, ચણા આદિ કાઢીને ખાય છે, તેમ પાત્રમાંથી સારી-સારી કે અમુક-અમુક વસ્તુ કાઢીને વાપરે તે અથવા ખાતા ખાતા વેરે તથા મુખમાં કોળીયો નાંખી કાગડાની માફક આસપાસ જુએ - (૨) - મૃગાલ ભુક્ત - શિયાળની જેમ જુદે જુદેથી લઈને ખાય. - (3) - દ્રાવિત રસ - ભાત ઓસામણ ભેગા કરેલમાં પાણી કે પ્રવાહી નાંખીને એક રસરૂપ થયેલું પી જાય. • (૪) - પરાકૃષ્ટ - ફેરફાર, ઉંધુ-ચતુ, તળનું ઉપર અને ઉપનું તળે કરીને વાપરે. (૨) વિધિ ભોજન - પહેલાં ઉત્કૃષ્ટ દ્રવ્ય, પચી અનુવૃષ્ટ દ્રવ્ય, પછી સમીકૃતસ વાપરવું એ વિધિ ભોજન. વિધિથી ગ્રહણ કરે અને અવિધિથી વાપરેલું બીજાને આપે કે ગ્રહણ કરે તો આચાર્ય બંનેને એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપે.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy