SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૩૭ થી ૧૬૧ દે તો સંયમ વિરાધના. (૬) ભદ્રક ઃ- ભદ્રક સ્વભાવી પાસે જવામાં વિલંબ કરે, પછી તે લાડવા આદિ વહોરાવે. તો પણ દાનશ્રાવક જેવા જ દોષ લાગે. (૭) મહાનિનાદ - વસતિવાળા પ્રસિદ્ધ ઘરોમાં જાય, સ્નિગ્ધાદિ આહાર મળે તો પૂર્વવત્ દોષો લાગે. વધારે વાપરે તો ઉંઘ આવે, સૂત્રપાઠ ન થાય, સૂત્રાર્થ વિસરાઈ જાય અને ઉંઘે તો અજીર્ણ થાય. તેથી ગોકુળાદિમાંથી માત્ર છાશ-ભાત ગ્રહણ કરે. કારણિક સેવન ઃ- પોતે જે ગામે આવ્યો ત્યાં ભિક્ષાવેળા થઈ ન હોય, બીજું ગામ દૂર હોય અતવા નીકટનું ગામ નવું વસેલું કે ખાલી થઈ ગયેલું હોય, પ્રત્યનીક આદિ કારણો હોય તો, આવા કારણે ગામ બહાર રાહ જુએ. ભિક્ષાવેળા થતાં ઉક્ત ગોકુળ, સંખડી, શ્રાવકાદિથી દુધ લાવી, વાપરી આગળ ચાલે. સાધુના રૂક્ષપણાથી કોઠામાં દુધ-ઘી ક્ષીણ થઈ જાય છે. આ રીતે કારણે દુધ-ઘી સેવન ગુણરૂપ થાય. ગામમાં જઈને ખબર પડે કે ભિક્ષાવેળા થઈ નથી. તો રાહ જુએ, ઉદ્ગમાદિ દોષો તપાસે, બાળકોને પૂછી-તપાસીને ભિક્ષા ગ્રહણ કરે. ગામમાં ગૌચરી વપરાય તેવું સ્તાન ન હોય તો ગામ બહાર જાય અને દેવકુળ કે શુન્યગૃહાદિમાં જ્યાં ગૃહસ્થાદિ ન હોય ત્યાં ગૌચરી વાપરે. ૨૦૩ શુન્યગૃહાદિમાં પ્રવેશતા પૂર્વે લાકડી ઠપકારે. ખાંસી આદિ અવાજ કરે, જેથી કોઈ અંદર હોય તો નીકળી જાય, પછી ઈરિયાવહી કરી, ગૌચરી વાપરે. તે વેળા કદાચ કોઈ ગૃહસ્થ આવી જાય તો ગભરાયા વિના બોલવા માંડે કે – “સમાય પિંડ સ્વાહા'', “વણાય પિંડ સ્વાહા”, “ધનદાય પિંડ સ્વાહા'' ઈત્યાદિ આથી પે'લા માણસ ભય પામી ભાગી જાય. કદાચ કોઈ માણસ બહારથી, છિદ્રમાંથી, ઉપરથી આદિથી ક્યાંક જોઈ જાય અને તે બીજાને બૂમો પાડી ભેગા કરે અને કહે કે – જુઓ જુઓ આ સાધુ પાત્રમાં ભોજન કરે છે. તો ગૃહસ્થો દૂર હોય તો થોડું વાપરે. વધારાનું ત્યાં રહેલા ખાડા આદિમાં નાંખી દે કે ધૂળથી ઢાંકી દે. માણસો આવતા પહેલાં પાત્ર સ્વચ્છ કરી, સ્વાધ્યાય કરવા લાગે. = તે માણસો પૂછે કે – ગૌચરી ક્યાં કરી ? જો તેઓએ ગામમાં ગૌચરી ફરતા જોયેલ હોય તો કહે કે – શ્રાવકાદિના ઘેર વાપરીને આવ્યો છું જો ન જોયેલ હોય તો આખું પૂછે કે – ‘શું ભિક્ષા વેળા થઈ ગઈ ?' જો તેઓ પાત્ર જોવા આગ્રહ કરે તો પાત્ર બતાવે. પાત્ર ચોખ્યા જોઈ આવેલા માણસો કહેનારનો તિરસ્કાર કરે, જેથી શાસનનો ઉગ્રહ ન થાય. ગામની નજીક સ્થાન ન મળે અને કદાય દૂર જવું પડે તો ત્યાં જઈને ઈરિયાવહી કરી, થોડીવાર સ્વાધ્યાય કરી, શાંત થઈ, ભિક્ષા વાપરે. જો કોઈ ભદ્રક વૈધ જાણે કે આ સાધુને ધાતુનું વૈષમ્ય થયેલ છે, જો આહાર તુરંત વાપરશે તો અવશ્ય મરણ થશે. તેમની પાછળ જાય, છુપાઈને જુએ કે સાધુ આહાર નહીં પણ કંઈક ક્રિયા કરે છે, તેનાથી શરીરમાં ધાતુ સજા થઈ જાય છે. માટે સાધુને આહારમાં વિપરિણમન થતું નથી. તો વૈધ આવીને સાધુને પૂછશે કે શું તમે વૈધક ભણ્યા - ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર - છો કે – જલ્દી ભિક્ષા ન વાપરી ? ત્યારે સાધુ કહેશે કે ના, આ તો અમારા સર્વજ્ઞ ભગવંતનો ઉપદેશ છે કે સ્વાધ્યાય કરીને વાપરવું. પછી સાધુ વૈધને ધર્મોપદેશ આપે, તેથી કદાચ વૈધ દીક્ષા લે કે શ્રાવક થાય. આમ વિધિ પાલનમાં ઘણાં લાભો થાય. ૨૦૪ ત્રણ ગાઉ જવા છતાં ગૌચરી વાપરવાનું સ્થાન ન મળે અને નજીકના ગામમાં આહાર મળે તેમ હોય તથા સમય પહોંચતો હોય તો લાવેલો આહાર પરઠવી દે, પણ સમય ન હોય તો ત્રણ ગાઉએ જ યતનાપૂર્વક આહાર વાપરી લે જેથી ક્ષેત્રાતિક્રમ દોષ ન લાગે. • મૂલ-૧૬૨ થી ૧૭૧ : (૪) સાધુદ્વાર :- સાધુ બે પ્રકારે - જોયેલા અને ન જોયેલા. તેમાં પરિચયથી ગુણ જાણેલા અને ગુણ ન જાણેલા. ન જોયેલમાં સાંભળેલ ગુણવાળા અને ન સાંભળેલ ગુણવાળા. તેમાં પ્રશસ્ત ગુણવાળા અને અપ્રશસ્ત ગુણવાળા. તેમાં પણ સાંભોગિક અને અન્ય સાંભોગિક. જો સાધુ શુદ્ધ આચારવાળા હોય તો તેમની સાથે નિવાસ કરવો. અપ્રશસ્ત સાધુની પરીક્ષા ચાર પ્રકારે – (૧) બાહ્ય દ્રવ્ય પરીક્ષા - જંઘા આદિ સાબુ વગેરેથી સાફ કરે, જોડાં રાખે, સાધ્વી માફક માથે કપડું ઓઢે, સાધુ પરસ્પર હાથ મીલાવી ચાલે, ડાફોળીયા મારતાં ચાલે, દિશા આદિના ઉપયોગ વિના સ્પંડિલ બેસે. ઘણાં પાણીથી પ્રક્ષાલન કરે આદિ. (૨) બાહ્ય ભાવથી પરીક્ષા - વિકરા કરતાં ચાલે, રસ્તામાં ગાન કરતા કે મૈથુન સંબંધી વાતો કરતા ચાલે, મનુષ્ય કે તિર્યંચો આવતા હોય, ત્યાં માત્રુ, સ્થંડિલ જાય, આંગળી દર્શાવી કોઈ ચાળા આદિ કરતા હોય. કદાચ બાહ્ય પ્રેક્ષામાં અશુદ્ધ હોય તો પણ વસતિમાં જવું અને ગુરુની પરીક્ષા કરવી. કેમકે કદાચ સાધુ ગુરુની મનાઈ હોવા છતાં તેવું આચરણ કરતાં હોય. બાહ્ય પરીક્ષામાં શુદ્ધ હોય તો પણ અત્યંતર પરીક્ષા કરે, (૩) અત્યંતર દ્રવ્ય પરીક્ષા – ભિક્ષા આદિ માટે ગયા હોય ત્યાં કોઈ ગૃહસ્થ આદિ નિમિત્ત વગેરે પૂછે તો ન કહેતો હોય. અશુદ્ધાહારાદિનો નિષેધ કરતો અને શુદ્ધાહાર ગ્રહણ કરતો હોય. તો તેવા સાધુ શુદ્ધ જાણવા. ઉપાશ્રયમાં શેષકાળમાં પીઠફલક-પાટ પાટલાં વાપરે છે કે કેમ ? માત્ર આદિ ગૃહસ્થથી જુદુ કરે છે કે કેમ ? શ્લેષ્મ, બળખા આદિ કઈ રીતે નાંખે છે ? આ બધું જુએ. તેના આધારે શુદ્ધતા નક્કી કરે. (૪) અત્યંતર ભાવ પરીક્ષા - બિભત્સ ગીત ગાન કે કથા કરતા હોય, પાસા-કોડી આદિ રમતા હોય તો અશુદ્ધ જાણવા. ગુણયુક્ત સમનોજ્ઞ સાધુ સાથે રહેવું, તેવા ન હોય તો અમનોજ્ઞ ગુણવાળો સાથે રહેવું. ઉપાશ્રયમાં પ્રવેશી, વંદનાદિ કરીને ગૌચરી જાય. • મૂલ-૧૩૨ થી ૧૭૮ : (૫) વસતિદ્વાર – સંવિજ્ઞ સમનોજ્ઞ સાધુ સાથે વસતિ શોધવી, તેવી ન હોય
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy