SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૭૨ થી ૧૮ ૨૦૫ તો નિત્યવાસી, અમનોજ્ઞ, પાસત્યાદિ ત્યાં રહેલાં હોય તો તેમની સાથે ન વસવું પણ જુદા સ્થાનમાં રહેવું – પ્રી હિત શ્રાવકના ઘરમાં રહે, ન મળે તો સ્ત્રીરહિત ભદ્રકના ઘેર રહે, ન મળે તો સ્ત્રી સહિત ભદ્રકના ઘેર જુદા ઓરડા કે ડેલીમાં રહે, તે ન મળે તો સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં વચ્ચે પડદો કરીને રહે. તે ન મળે તો શૂન્યગૃહમાં રહેવું. તે ન મળે તો ઉક્ત કાલચારી નિત્યવાસી પાર્થસ્થાદિ હોય, ત્યાં તેમણે ન વાપરેલા પ્રદેશમાં ઉતરે. ઉપધિ આદિ પાસે રાખી પ્રતિકમણાદિ કરી કાયોત્સર્ગ કરે, જાગવાની શક્તિ ન હોય તો યતનાપૂર્વક સુવે, તે ન મળે તો યથાછંદ આદિની વસતિ ઉપયોગમાં લે. પણ ત્યાં તે ખોટી પ્રરૂપણા કરતો હોય તો તેનો વ્યાઘાત કરે, તેમ ન થાય તો ધ્યાન કરે, ઉંચેથી ભણવા માંડે. કાનમાં આંગળી ખોસી દે, નસકોરા બોલાવતો ઉંઘવાનો ડોળ કરે. જેથી પે'લો કંટાળી જાય. એમ ન થાય તો પોતાના ઉપકરણો પાસે રાખી ચતનાપૂર્વક સુવે. • મૂલ-૧૭૯ થી ૧૯૦ : (૬) સ્થાનસ્થિતદ્વાર – કારણે-વિહાર કરતા વણકાળ આવી જતાં વયમાં રોકાવું પડે છે તે જવાનું હોય તે ગામમાં અશિવાદિ ઉપદ્રવ વગેરે કારણે વયમાં રોકાવું પડે. જે કામે નીકળેલ હોય તે આચાર્ય વિહાર કરી ગયા છે, તેમ જાણી, જ્યાં સુધી આચાર્ય કયા ગામે ગયા છે, તે ખબર ન પડે ત્યાં સુધી રોકાવું પડે. તે આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર જાણી, ચોક્કસ ન થાય ત્યાં સુધી વચ્ચેના ગામમાં રોકાવું પડે કે પોતે બિમાર પડતાં રોકાઈ જાય. ઈત્યાદિ • * * * * આ રીતે કાણિક હોય તે પ્રમાદ છોડીને વિચરે, હવે અકારણિક સ્થાનસ્થિતને કહે છે - (૧) ગચ્છમાં સારણા, વારણાદિ થતાં હોય, તેથી દુભાઈને એકલો થઈ જાય, તો પોતાના આત્માને નુકસાન કરે છે. કેમકે * * * * * * * ગચ્છમાંથી કંટાળીને નીકળી જનાર સાધુ ઉલટો સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય. પ્રતિકૂળતા છતાં ગચ્છમાં રહેવું જોઈએ. (૨) જે સાધુ ચક, સ્તૂપ, પ્રતિમા, કલ્યાણકાદિ ભૂમિ, સંખડી આદિ માટે વિહાર કરે. (3) પોતે જ્યાં રહ્યાં તે સ્થાન સારું ન હોય તેવી વિહાર કરે. (૪) સારા સારા ઉપધિ, વસ્ત્ર, પત્ર તથા ગોચરી ન મળવાથી વિહાર કરે. આ નિકારણ વિહાર કહેવાય. પણ જો સાધુ સૂત્ર, અર્થ, ઉભયને કરતાં સમ્યગ્દર્શનાદિ સ્થિર કરવા માટે વિહાર કરે તો કારણિક વિહાર કહેવાય. પરંતુ જે ગીતાર્થ એકલો વિચરે કે બધાં જ અગીતાર્થ વિચરતા હોય તો તે સંયમ અને આત્મ વિરાધના કરનાર થાય છે. • મૂલ-૧૧ થી ૧૯ : શારાકારે એક ગીતાર્થ અને બીજો ગીતાર્થ નિશ્રિત એવા બે વિહારની અનુજ્ઞા આપેલ છે. આ રીતે વિહાર કરનારા ચાર ભેદે છે - (૧) જયમાતા :- ત્રણ ભેદે – (૧) બીજા આચાયાદિ પાસે અપૂર્વ શ્રત જ્ઞાન હોય તે મેળવવા વિહાર કરે. (૨) જૈન શાસનની પ્રભાવનાર્થે વિહાર કરે, (3) વિહાર કરતી વેળા માર્ગમાં ઘણી વિરાધના થતી જાણી, બચવા માટે પાછો વિહાર કરે. ૨૦૬ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર - (૨) વિહરમાના - બે ભેદે છે (૧) ગચ્છમાં રહેલા સાધુ, આચાર્ય, સ્થવિર, વૃષભ-વૈયાવચ્ચ સમર્થ, ભિક્ષુ-ગોચરી લાવનારા, બાલ સાધુ. (૨) ગચ્છમાં ન રહેલા સાદુ-પ્રત્યેક બુદ્ધ, જિનકભી, પ્રતિમાઘારી. - (3) અવધાવમાન - બે ભેદે છે. (૧) સાધુવેશ રાખવાપૂર્વક ગૃહસ્થ થયેલા. (૨) પાશ્વસ્થ, કુશીલાદિ થઈ ગયેલા. – (૪) આહિંડકા - બે ભેદે (૧) ઉપદેશ આહિંડકા - આજ્ઞા મુજબ વિહાર કરનારા, સૂત્ર અને અર્થ ગ્રહણ કરીને પ્રામાદિનો અનુભવ લેવા માટે બાર વર્ષ વિચરે, (૨) અનુપદેશ આહિંડકા-સ્તુપાદિ જોવા માટે વિચરનારા. • મૂલ-૨૦૦ થી ર૧૯ : માસમક્ષ કે ચોમાસુ પૂર્ણ થયે આચાર્યાદિ બીજા ક્ષેત્રમાં જવાનું હોય ત્યારે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો આવી ગયા પછી બધાં સાધુને ભેગા કરીને આચાર્ય પૂછે કે – કોને કયું ક્ષોત્ર યોગ્ય લાગ્યું ? બધાંનો મત લઈને સૂત્રાર્થની હાનિ ન થાય તે રીતે વિહાર કરે. ચારે દિશા શુદ્ધ હોય તો ચારે દિશામાં, ત્રણ દિશા શુદ્ધ હોય તો ત્રણ દિશામાં, બે દિશા શુદ્ધ હોય તો બે દિશામાં સાત, પાંચ કે ત્રણ એ રીતે સંઘાટક વિહાર કરાવે. જયાં જવાનું હોય તે ક્ષેત્ર પહેલાં જાણી લે, જાણીને વિહાર કરે. જે તપાસ ન કરે તો કદાચ વસતિ ન મળે કે ભિક્ષા દુર્લભ હોય કે બાળ, ગ્લાન આદિને યોગ્ય ભિક્ષા ન મલે કે માંસ, લોહી આદિથી અસઝાય રહેવાથી સ્વાધ્યાય ન થાય. માટે તપાસ કરી યતનાપૂર્વક વિહાર કરે. બની તપાસ માટે બધાંનો મત લે, ગણને પૂછીને કોઈને મોકલે. ખાસ અભિગ્રહવાળા સાધુ હોય તો તેમને મોક્લે, ન હોય તો બીજા સમર્થને મોકલે પણ બાળ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૈયાવચ્ચી આદિને ન મોકલે. કેમકે જો બાળને મોકલે તો સ્વેચ્છાદિ કોઈ ઉપાડી જાય અથવા માર્ગમાં રમવા લાગે, કર્તવ્ય-અકર્તવ્ય ન સમજે, લોકો અનુકંપાથી વધુ આપે ઈત્યાદિ દોષો લાગે. જો વૃદ્ધ સાધુને મોકલે તો તેમનું શરીર કંપતું હોય તેવી લાંબા કાળે યોગ્ય સ્થાને પહોંચે. ઈન્દ્રિયોની શિથિલતાથી તો બરાબર ન જોઈ શકે, ઍડિલ ભૂમિ બરાબર તપાસી ન શકે, લોકો અનુકંપાથી વધુ આપે ઈત્યાદિ દોષ લાગે. અગીતાર્યને મોકલે તો તે માસકા, વષકિત્પાદિ વિધિ જાણતો ન હોય તેથી વસતિની પરીક્ષા ન કરી શકે અથવા અવિધિથી ઉત્તર આપે. યોગીને મોક્લે તો જલ્દી કાર્ય પતાવવાની બુદ્ધિથી જલ્દી જદી જાય, માર્ગની બરાબર પ્રત્યુપેક્ષા ન થઈ શકે, સ્વાધ્યાયનો અર્થી હોવાથી ભિક્ષા માટે બહુ ફરે નહીં ઈત્યાદિ દોષો લાગે. વૃષભને મોકલે તો રોષથી સ્થાપના કુલો કહે નહીં, કહે તો પણ બીજાને જવા ન દે અથવા સ્થાપના કુલો તેના જ પરિચિત હોવાથી બીજા સાધુને પ્રાયોગ્ય આહારાદિ ન મળે ઈત્યાદિ દોષ લાગે. તપસ્વીને મોકલે તો તે દુઃખી થાય, લોકો તપસ્વી જાણીને તેને વધારે આહારાદિ આપે અથવા તે ત્રણ વાર ભિક્ષાર્થે જવા અસમર્થ હોય માટે તપસ્વીને પણ ન મોકલે. બીજા કોઈ સમર્થ સાધુ જાય તેમ ન હોય તો અપવાદે ઉપર કહેલમાંથી કોઈ
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy