SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૦૮ થી ૧૧૮ ૨૦૧ વૈધ આવે ત્યારે આચાર્ય ઉભા થાય તો લાઘવતા થાય અને ન ઉઠે તો વૈધને કોપ થાય. ગ્લાન સાધુ આહાર લાવતો કે બહાર સ્પંડિલાર્થે જતો થઈ જાય ત્યાં સુધી વૈયાવચ્ચ કરે. પછી ત્યાં રહેલ સાધુ સહાય આપે તો તેની સાથે, નહીં તો એકલા આગળ વિહાર કરે. અન્ય સાંભોગિક સાધુ હોય તો બીજા સાધુને સામાચારી જોતાં વિપરીત પરિણામ ન થાય તે માટે પોતાના ઉપધિ આદિ ઉપાશ્રયની બહાર મૂકીને અંદર જાય. જો બિમાર માટે રોકાવું પડે તો બીજે રહે. ગામમાં જતાં કોઈ એમ કહે કે “તમે ગ્લાનની સેવા કરશો ?” તો સાધુ ‘હા’ કહે. જે સાધુ કલ્લા-માત્રાથી લેપાયેલા છે, તેમ જાણે તો પાણી લઈને ગ્લાન સાધુ પાસે જાય અને લોકો જુએ તે રીતે બગડેલાં વસ્ત્રાદિ ધુવે. કોઈ પૂછે કે “કયા સંબંધથી આની સેવા કરો છો ?” તો કહે કે ધર્મ સંબંધથી. જેથી લોકોમાં “ધર્મ* વિશે અહોભાવ થાય. સાધુ વૈદક જાણતો હોય તો તે રીતે ઔષધાદિ કરે, ન જાણતો હોય તો વૈદ્યની સલાહ મુજબ દ્રવ્ય, ફોગ, કાળ, ભાવથી વૈયાવચ્ચ કરે. ગ્લાન કાણે એકલો થયો હોય તો સાર થતા તેની અનુકૂળતા પ્રમાણે સાથે વિહાર કરે, નિકારણ એકલો થયો હોય તો શાસ્ત્રોક્ત રીતે ઠપકો આપે. ૦ સાળી સંબંધે વિધિ - ગામમાં સાધ્વી રહેલા હોય તો ઉપાશ્રય પાસે આવી બહારથી નિમીહિ કહે. જો સાદવી સ્વાધ્યાયાદિમાં લીન હોય તો બીજા દ્વારા કહેવડાવે કે- “સાધુ આવ્યા છે. તે સાંભળી મુખ્ય સાળી સ્થવિરા હોય તો બીજા એક સાળી સાથે બહાર આવે. સાધુને આસનાદિ નિમંત્રણા કરે. પછી સાધુ તે સાવીઓની સુખશાતા પૂછે. જો સાધ્વીજીને કોઈ બાધા હોય તો તે સાધુ તેનો નિગ્રહ કરે અથવા સમર્થ સાઘને ત્યાં મોકલે. કદાચ સાધવી એકલા હોય અને બિમાર હોય અને બીજા ઉપાશ્રયમાં રહીને સહન કરી શકે તેમ ન હોય તો તે જ સ્થાને વચ્ચે પડદો કરી શુશ્રુષા કરે. સારું થયા પછી કારણે એકલા પડેલ હોય તો યતનાપૂર્વક સ્થાને પહોંચાડે અને નિકારણે એકલા હોય તો ગચ્છમાં ભેગા કરાવે. • મૂલ-૧૧૯ થી ૧૩૬ - (૨) પ્લાન ચતના નામક બીજું દ્વાર હવે કહે છે – જો સાધુ જાણે કે બાજુના ગામમાં બિમાર સાધુ છે, તો ત્યાં જઈને બિમારની સેવા કરે. તે સાંભોગિક, અન્ય સાંભોગિક અને ગ્લાનની સેવા કરે. તે મુજબ પાસસ્થા, ઓસ, કુશીલ, સંસત, નિવાસી ગ્લાનની પણ સેવા કરે. પણ તેમની સેવા પ્રાસુક આહાર, પાણી, ઔષઘાદિથી કરે. જો કોઈ ગામમાં ગ્લાનને યોગ્ય વસ્તુ મળે. બીજે ગામ ગ્લાના સાધના સમાચાર મળે, તો તે ગામમાં જઈ આચાર્યદિને બતાવે. આચાર્ય કહે કેગ્લાનને યોગ્ય બીજું ઘણું છે. માટે તમે જ વાપરો, તો પોતે વાપરે. આચાર્યને શઠ જાણે તો વિહાર કરે. ૨૦૨ ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જો કોઈ વેશધારી ગ્લાન હોય તો તે સાજો થાય એટલે કહે કે - ધર્મમાં ઉધમ કરો, જેથી સંયમમાં દોષ ન લાગે. ઈત્યાદિ. આ રીતે ગ્લાનાદિ સેવા કરતાં વિહાર કરે. પ્રશ્ન :- આ રીતે બધે સેવા કરતો વચ્ચે રોકાય તો આચાર્યની આજ્ઞા ન લોપાય કેમકે આચાર્યએ જે કામે મોકલેલ છે, ત્યાં ઘણાં કાળે પહોંચે. ઉત્તર : તીર્થંકરની આજ્ઞા આચાર્યની આજ્ઞા કરતાં બળવાનું છે. તીર્થંકરની આજ્ઞા છે - “પ્લાનની સેવા કQી.” તેથી આજ્ઞા ભંગ ન થાય. છતાં પ્રવચન વિરાધનાનો પ્રસંગ હોય તો વચ્ચે ન રોકાય, એ રીતે કાર્યના બલાબલનો વિવેક કરી વર્તે. આ વિષયમાં રાજા અને મુખીનું દષ્ટાંત છે – કોઈ રાજા યાસાર્થે નીકળ્યો. સિપાઈને અમુક ગામે મુકામ કરીશું. તેવી આજ્ઞા કરી સિપાઈએ ગામમાં જઈ સજાને માટે એક આવાસ કરવાની સૂચના આપી. આ સાંભળી મુખીએ પણ ગામલોકોને પોતાના માટે એક આવાસ કરવા કહ્યું. ગામ લોકોએ વિચાર્યુ - રાજા એક દિવસ જ રહેશે અને મુખી તો કાયમ રહેવાના છે. એમ વિચારી રાજા માટે ઘાસના માંડવા જેવું મકાન બનાવ્યું, મુખી માટે સુંદર મહેલ જેવું મકાન બનાવ્યું. રાજાને સામાન્ય મકાનમાં ઉતારો આપ્યો. તેણે સુંદર મકાન જોઈને પૂછ્યું - આ કોનું મકાન છે ? લોકો બોલ્યા - મુખી માટે બનાવેલ છે. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈ મુખીને કાઢી મૂક્યો અને લોકોનો દંડ કર્યો. અહીં મુખીના સ્થાને આચાર્ય અને રાજાના સ્થાને તીર્થકર છે. તીર્થકરની આજ્ઞાના લોપથી સંસાર વધે છે. - બીજા ગામના લોકોએ વિચાર્યું કે – સજા માટે સુંદરતમ મહેલ બનાવીએ, કેમકે સજાના ગયા પછી મુખીના કામમાં જ આવશે - એમ વિચારી તેનો અમલ કર્યો. રાજાએ ખુશ થઈ ગામનો કર માફ કર્યો, મુખીને બીજા ગામનો સ્વામી બનાવ્યો. આ રીતે તીર્થકરની આજ્ઞામાં વર્તનાર સંસાર સમુદ્ર તરી જાય છે. કેમકે તીર્થકર આજ્ઞામાં આચાર્યઆજ્ઞા સમાઈ જાય છે. • મૂલ-૧૩ થી ૧૬૧ - ૩-થ્રાવકદ્વાર – ગ્લાનાર્થે રોકાય પણ ભિક્ષાર્થે વિહારમાં વિલંબ ન કરે, તેના દ્વારો કહે છે – (૧) ગોકુળ - રસ્તામાં ગોકુળ આવે ત્યાં દુધ વગેરે વાપરી તુરંત ચાલે તો માર્ગમાં વડીનીતિની શંકા થાય, કાંજી સાથે દુધ વિરુદ્ધાહાર છે, તેથી સંયમ વિરાધના થાય અને શંકા રોકે તો મરણ થાય. વળી ગોકુળમાં ગૌચરી જવામાં આત્મવિરાધના સાથે પ્રવચન વિરાધના થાય, આગળ જવામાં વિલંબ થાય. માટે ગોકુળમાં ભિક્ષાર્ગે ન જવું. (૨) ગામ :- સમૃદ્ધ હોય, પણ ભિક્ષાનો સમય ન થયો હોય અને દુધ આદિ ગ્રહણ કરે તો પૂર્વવત્ દોષ લાગે. (3) સંખડી:- જો રાહ જુએ તો આ આદિના સંઘાદિ દોષો થાય. સમય થતાં આહાર લાવી ઘણું વાપરે તો બિમારી આવે. વારંવાર ચંડિલ જવું પડે તો વિહારમાં વિલંબ થાય. (૪) સંજ્ઞી :શ્રાવક આગ્રહ કરે અને ગૌચરીનો સમય થયો ન હોય તો દોષો પૂર્વવત્ થાય. (૫) દાનશ્રાવક - ઘી વગેરે ઘણું વહોરાવી દે અને વાપરે તો બિમારી આદિ દોષ, પરઠવી
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy