SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૫૮ થી ૮ ૧૯ સજાતીયમાં યતના કહીને પછી વિજાતીયમાં યતના કહે છે. તે આ - પૃથ્વીકાય અને અકાય હોય તો પૃથ્વીકાયમાં જવું ચાવતુ ત્રસકાય હોય તો બસ હિત ભૂમિમાં જવું. આ બધાં ભંગોમાં ઓછી વિરાધના થાય. તેવા માર્ગે જવું. આ રીતે જતાં જો આત્મવિરાધના થતી હોય તો સંયમ વિરાધનાને ગૌણ કરીને પણ આત્મરક્ષા કરવી. કેમકે બધે સંયમ રક્ષા કરવી. સંયમથી પણ આત્માની રક્ષા કરવી. કેમકે જીવતો હશે તો જીવ વિરાધનાદિથી આત્માની શુદ્ધિ, તપ વગેરે દ્વારા કરી શકાશે. [શંકા] જીવની હિંસા થવાથી પહેલા મહાવતનું ખંડન થયું. વળી કહ્યું કે - એક વ્રતના ખંડનમાં બધાં વ્રતનું ખંડન થાય છે તેનું શું ? [સમાધાન] આશય શુદ્ધિ હોવાથી તથા ચિતના વિશદ્ધ પરિણામ હોવાથી તેને અવિરતિ થતી નથી. વિશુદ્ધ પરિણામ મોક્ષનો હેતુ છે. [શંકા] “સાધુ શરીરને સાચવે” એમ કહ્યું તો પછી ગૃહસ્થ અને સાધુમાં ફેર શો ? કેમકે ગૃહસ્થ પણ કાદવ, શિકારી પશુ આદિ હોય તેવા રસ્તે જતાં નથી. [સમાધાન સાધુ અને ગૃહસ્થમાં ઘણો ફેર છે. કેમકે ગૃહસ્થો જયણા, અજયણા, સચિત, મિશ્ર આદિ જાણી શકતા નથી. તેને જીવવધના પચ્ચકખાણ નથી, તેથી ગમે તેમ ચાલતો જીવ વિરાધના કરે છે. સાધુ ઉપયોગપૂર્વક, દયાના પરિણામથી જયણા પાળતા ચાલે છે. કદાચ જીવ વિરાધના થઈ જાય તો પણ શુદ્ધ સાધુને હિંસાજન્ય કર્મબંધ થતો નથી. કેમકે જે અને જેટલા હેતુ સંસારના છે, તે અને તેટલા હેતુ મોક્ષના છે. રસ્તામાં જયણાપૂર્વક ચાલતા કિયા મોક્ષ માટેની થાય છે. જેમ તેમ ચાલે તો ક્રિયા કર્મબંધ માટે થાય છે. કર્મબંધ અને કર્મ નિર્જરામાં પણ સાધુ અને ગૃહસ્થને ઘણો ફર્ક પડે છે. જિનેશ્વર ભગવંતે એકાંત નિષેધ કે એકાંત વિધિ કહેલ નથી. નિષેધ અને વિધિ વ્યક્તિ-વિશેષ છે. સાધુને આશ્રીને શારામાં ઉત્સર્ગ અને અપવાદ બંને કહેલાં છે, ગીતાર્થો જ તેનો નિર્ણય કરવા સમર્થ છે. શંકા] બાહ્ય વસ્તુને આશ્રીને કર્મબંધ થતો નથી. પણ જેવો આત્માનો પરિણામ તે પ્રમાણે કર્મબંધ થાય છે. તો પછી પૃથ્વીકાય આદિની જયણા શું કામ કરવી ? માત્ર મન શુદ્ધ રાખવું. (સમાધાન માત્ર બાહ્ય વસ્તુ જ કર્મબંધનું કારણ નથી, તો પણ મુનિઓ પરિણામની વિશદ્ધિ માટે પૃથ્વીકાયાદિની યતના કરે છે. જો પૃથ્વીકાય આદિની ચેતના ન કરે તો પરિણામની શુદ્ધિ રહી શકે નહીં. તેથી મનિઓએ અવશ્ય પૃથ્વીકાયાદિની યતના કરવી જોઈએ. જો મુનિ જયણા સહિત વર્તે તો જીવહિંસા ન થાય તો પણ હિસા પ્રત્યયિક કર્મબંધ થાય છે. પણ જો જયણા સહિત વર્તે તો કદાચ જીવહિંસા થાય તો પણ હેતુ કર્મબંધ થતો નથી. કેમકે તેને પરિણામની શુદ્ધિ રહેલી છે. • મૂલ-૯ થી ૧૦૭ :o રસ્તામાં કોઈ ગામ વગેરે આવે તો તેમાં પ્રવેશવાની વિધિ સંબંધે સાત દ્વારા ૨oo ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર છે. ગ્લાન, ગ્લાનયતના વગેરે. તે આ પ્રમાણે – (૧) ગ્લાનવિષયક પ્રથમ દ્વાર - શાસ્ત્રકાર પહેલાં શંકા દ્વાર જૂ કરી તેનો ઉત્તર આપે છે . [શંકા આયાયાદિના કાયર્થેિ જલ્દી જવાનું છે, તો પછી ગામમાં પ્રવેશનું શું પ્રયોજન ? (સમાધાન] પ્રવેશમાં ઘણાં ગુણો છે. જેમકે - (૧) ઈહલૌકિક ગુણો - જેમને માટે ગયેલ હોય તે આચાર્ય આદિ અમુક સ્થાને છે કે માસકાદિ કરી તે જ ગામમાં આવેલા છે, તો ત્યાં જ કાર્ય થઈ જાય આગળ વિચરવું ન પડે. અથવા ગામમાં આહા-પાણી લઈને જઈ શકે. (૨) પારલૌકિકગુણો - કદાચ ગામમાં કોઈ સાધુ-સાધ્વી બિમાર હોય તો તેની સેવાનો લાભ મળે. જિનમંદિર હોય તો દર્શનાદિ કરે. ઈત્યાદિ | પૃચ્છા - ગામમાં પ્રવેશતા પૃચ્છા બે પ્રકારે થાય. અવિધિ અને વિધિ. (૧) અવિધિ પૃચ્છા - ગામમાં સાધુ છે કે નહીં ? પ્રશ્ન સાધુ વિશે હોવાથી, ગામમાં સાવી હશે તો પણ પૂછનાર કહેશે કે – સાધુ નથી. ‘સાધ્વી છે કે નહીં ?' તેમ પૂછે તો સાધુ હોવા છતાં પ્રશ્ન સાધ્વીનો હોવાથી – “નથી” તેમ કહેશે. શ્રાવક છે કે નહીં • એમ પૂછે તો થશે કે આને આહાર કરવો હશે. જો શ્રાવિકા વિશે પૂછે તો તેને થશે કે આ ખરાબ આચારવાળો છે. ઈત્યાદિ કારણે વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ. (૨) વિધિ પૃચ્છા - ગામમાં જવા આવવાને રસ્તે ઉભો રહીને કે ગામની નીકટ માણસોને પૂછે કે- ગામમાં અમારો પક્ષ છે ? સામેનો માણસ ન જાણતો હોય તો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે ઈત્યાદિ પૂછે. જિનાલય હોય તો પહેલા દર્શન કરીને સાધુ પાસે જાય. વંદનાદિ કરે. પછી જો ત્યાં સાધુ એમ કહે કે- ‘અહીં સાધુ બિમાર છે તેના ઔષધાદિ વિશે અમે જાણતાં નથી, તો તે બતાવે, વ્યાધિ શાંત પડે પછી વિહાર કરે. જો કોઈ કારણ ન હોય તો દર્શન-વંદન કરી આગળ જાય. • મૂલ-૧૦૮ થી ૧૧૮ : ગ્લાન નામક પહેલાં દ્વારમાં જ સૂત્રકાર ગ્લાનની પરિચયદિ વિશે આગળ કહે છે - (૧) ગમન-બિમાર સાધુમાં શક્તિ હોય તો વૈધને ત્યાં લઈ જાય, જો શક્તિ ન હોય તો બીજા સાધુ ઔષધ માટે વૈધને ત્યાં જાય. (૨) પ્રમાણ - વૈધને ત્યાં એક સાધુ ન જાય, પણ ત્રણ, પાંચ કે સાત સાધુ જાય. (૩) ઉપકરણ - વૈધને ત્યાં જતાં ચોખા કાપ કાઢેલા કપડાં પહેરીને જવું. (૪) શુકન-સાસ શુકન જોઈને જવું. (૫) વ્યાપાર • વૈધ ભોજન કરતો કે ગડગુમડ કાપતો હોય ત્યારે ન પૂછવું. (૬) સ્થાન - વૈધ ઉકરડે કે ફોતરાદિના ઢગલા ઉપર હોય તો ન પૂછવું. (૭) ઉપદેશ - વૈધને યતનાપૂર્વક પૂછીને તે જે કહે તે બરાબર સાંભળી લેવું અને તે મુજબ બિમારની પરિચય કરવી. (૮) વૈધને લાવવા - જે વૈધ કહે કે બિમારને જેવો પડશે. તો બિમારને ઉપાડીને વૈધને ત્યાં ન લઈ જવા, પણ વૈધને ઉપાશ્રયમાં લાવવા. તે પહેલાં બિમારને ગંધોદકથી વાસિત કપડાં પહેરાવવા, માટી પાણી આદિ વૈધને ધોવા માટે રાખવું. વૈધના આવવાના સમય પહેલાં આચાર્યએ ઉપાશ્રયમાં આટા માસ્વા કેમકે
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy