SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧ થી ૨૩ $ હાર-૧-પ્રતિલેખના ૪ - x — X - X - X – મુલ- થી ૨૩ : પ્રતિલેખનના એકાર્ચિક નામો આ પ્રમાણે છે - આભોગ, માર્ગણા, ગવેષણા, ઈહા, આપોહ, પ્રતિલેખના, પ્રેક્ષણા, નિરીક્ષણા, આલોકના, પ્રલોકના. પ્રતિલેખના શબ્દશી પ્રતિલેખક : પડિલેહણ કરનાર, પ્રતિલેખના • જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે બે ભેદે, પ્રતિલેખિતવ્ય - પડિલેહણ કસ્વાની વસ્તુ. ત્રણે બાબતો કહેવાની છે, જેમ ઘડો-શબ્દ કહેવાથી તેનો કત, કુંભાર અને માટી વગેરે બધું જ આવી જાય છે, o પ્રતિલેખક - એક કે અનેક હોય. તે પડિલેહણા કરનાર કારખિક હોય અથવા નિકાણિક હોય, તે સાધર્મિક હોય કે વૈઘર્મિક હોય. o કારખિક - અશિવાદિ કારણે એકલા થાય છે. o નિકારણિક - ધર્મચક, રૂપ, યાત્રા આદિ નેવાના નિમિતે એકલા. ૦ એક-એકલો હોય તે o અનેક - એકથી વધુ હોય છે. o સાધર્મિક - સમાન આયાસ્વાળા હોય છે. ૦ પૈઘર્મિક * અસમાન આચાર કે વ્યવહાQાળા હોય છે. • મૂલ-૨૪ થી ૪૫ - આ કારણોથી એકલા થાય છે કારણિક કહેવાય. એવા અશિવાદિ દશ કારણો કલ્લ છે. તે આ પ્રમાણે - - (૧) અશિવ - દેવતા આદિના ઉપદ્રવ થવાથી, બાર વર્ષ પૂર્વે એવી ખબર પડે કે આ પ્રદેશમાં કાળ આદિ થવાનો છે, તો સાધુઓ તે વખતે ત્યાંથી વિહાર કરી સુગપોરિતિ આદિ કરતાં સુકાળ પ્રદેશમાં જાય. દુકાળ પડવાની ખબર આ રીતે પડી શકે છે - (૧) અવધિજ્ઞાન હોવાથી (૨) તપસ્વીના પ્રભાવથી કોઈ દેવતા આવીને કહી જાય. (3) આચાર્ય નિમિતતા ફાન વડે કહે અથવા કોઈ નૈમિત્તિક કહી દે. બાર વર્ષ પૂર્વે દુકાળની ખબર પડે તો બાર વર્ષ પૂર્વે વિહાર કરી જાય, તે શોત્ર છોડી દે. કદાય બાર વર્ષ પૂર્વે ખબર ન પડે પણ અગિયાર વર્ષ પૂર્વે ખબર પડે તો ત્યારે વિહાર કરી જાય. એ રીતે યાવત્ દશ-નવ-આઠ-સાત-છ-પાંચ-ચા-ગણ-બેએક વર્ષ અગાઉ જાણ થાય તો તે વખતે પણ વિહાર કરી જાય, છેવટે અશિવાદિ ઉત્પન્ન થયા પછી ખબર પડે તો ત્યારે વિહાર કરી બીજા સારા ફોગમાં જાય. પણ રસ્તામાં જતાં સૂઝ પોરિસિ અને અર્થ પોરિસિ ન ચૂકે. | ઉપદ્રવ મસ્તાર દેવતાદિની ચતુર્ભગી આ પ્રમાણે છે - (૧) સાધુને ઉપદ્રવ ન કરે, પણ ગૃહસ્થને કરે. (૨) ગૃહસ્થને ઉપદ્રવ ન કરે, પણ સાધુને કરે. (3) બંનેને ઉપદ્રવ ન કરે. (૪) બંનેને ઉપદ્રવ કરે. ઉક્ત ચારમાંથી ત્રીજા ભાંગામાં રહેવું. ૧૯૨ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર પણ બાકીના ત્રણે ભંગોમાં અવશ્ય વિહાર કરી જવો. પહેલાં ભાંગામાં સાધુને ઉપદ્રવ કરનાર નથી. પરંતુ ગૃહસ્થને ઉપદ્રવ કરતાં દેવતા કદાચ સાધુને પણ પદ્વવ કરનાર થઈ જાય. માટે તેમાં ત્યાં જ રહેવું. ગામમાં ઉપદ્રવ થયા પછી નીકળવાનું થાય તો ઉપદ્રવ કરૂાર દેવતા આખા ગચછને ઉપદ્રવ કરે તેવું લાગે તો સાધુ અડધા-અડઘા થઈને વિહાર કરે, અડધા થયા પછી પણ ઉપદ્રવ કરે તો તેથી ઓછા થઈને વિહાર કરે યાવતુ છેવટે એક-એક થઈને વિહાર કરે. જેવા પ્રકારના દેવતા હોય તેવા પ્રકારે સંકેત કરીને બધાં વિહાર કરે અને જ્યાં એકઠા થાય ત્યાં જે ગીતા હોય તેની પાસે આલોચના કરે. જો સૌમ્યમુખી દેવતા હોય તો તે તે જ ફોનમાં ઉપલ્વ કરે. તેથી બીજા ક્ષેત્રમાં જવું. કાળમુખી દેવતા હોય તો ચારે દિશામાં બીજી કોબમાં પણ ઉપદ્રવ કરે. માટે બીજા ફોનમાં જવું. કતાણી દેવતા હોય તો ચારે દિશાના ત્રીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે, માટે ત્રણ ક્ષેત્રને મૂકીને ચોથા ક્ષેત્રમાં જવું. જો નીકળતા પહેલાં કોઈ સાધુને મિથ્યાર્દષ્ટિ દેવતાએ ઉપદ્રવ કરેલો હોય તો તે સાધુને પૂછીને શક્ય હોય તો બીજા કોઈ કારણોસર રોકાયેલા સાધુને ભલામણ કરીને બીજા સાધુઓ ઉપદ્વવથી ત ઘેરાય એટલા માટે વિહાર કરી જાય. હવે ઉપદ્રવવાળાની સાસ્વાર કેમ કરવી ? તે બતાવે છે - કોઈ કારણથી કોઈ ગ્લાનાદિની વૈયાવચ્ચના કામો નીકળી શકાય તેમ ન હોય અને સેવા માટે રોકાવું પડે તો વૈયાવચ્ચાર્યે રોકાયેલા સાધુએ – (૧) વિગઈ ન વાપસ્વી, (૨) મીઠું ના વાપર્યું, (3) દશીવાળું વસ્ય ન વાપરવું, (૪) લોઢાનો સ્પર્શ ન કસ્પો. (તથા] (૫) જે ઘરમાં દેવતાનો ઉપદ્રવ હોય તે ઘરોમાં ગોચરી ન જવું. (૬) બધાં જ ઘરોમાં દેવતાનો ઉપદ્રવ હોય તો, આહાર ગ્રહણ કરતાં ગૃહસ્થ સામી એક નજર ન કપી, કેમકે દૈષ્ટિ એક થવાથી તેનો ઉપદ્રવ સાધુમાં સંક્રમવાની સંભાવના છે. જે સાધુને દેવતાદિનો ઉપદ્રવ હોય, તેને બીજા ઓરડામાં રાખવો, બીજો ઓઢો ન હોય તો વચ્ચે પડદો રાખવો. અંદર જવા-આવવાનો રસ્તો જો રાખવો, એટલે જે બાજુથી જાય તેની બીજી બાજુથી બહાર આવે. આહારદિ ત્રણ પરંપરાએ આપે, એક આપે, બીજો ગ્રહણ કરે અને ત્રીજો ઉપદ્રવવાળા સાધુને અનાદસ્વી આપે. આપ્યા પછી તેના દેખતાં માટીથી હાથ ધોઈ નાંખે કેમકે અનાદરથી ઉપદ્રવ કરનાર દેવતાદિ જદી ચાલ્યા જાય. સાધુને ઉંચાનીયા કસ્વા પડે કે ફેસ્વવા પડે તો વયમાં કપડું રાખીને સારવાર કરે. સેવા કરનાર સાધુ (૧) બીકણ ન હોવા જોઈએ. (૨) તપદાયમાં વધારો કરે, નવકારશી વાળો પોરિસિ કરે, પોરિસિ વાળો સાદ્ધ પોરિસિ કરે એ પ્રમાણે જે તપ કરતો હોય તેમાં વૃદ્ધિ કરે, ઉપદ્રવવાળો સાધુ કદાચ કાળ કરી જાય તો, તેની ઉપધિ, પાતરાં વગેરે પરઠવી દેવા. તેની કોઈ પણ વસ્તુ બીજી કોઈએ ન વાપરવી. કેમકે જે તે સાધુની
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy