SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + 3 + ૪ = ૭૦ ભેદો કરણ સિત્તરીના થયા. આ કરણસિત્તરી સાધુના ઉત્તગુણરૂપ છે. ૦ ઘરĪ - હંમેશા જે કરવા કે પાળવાના હોય, તે મહાવ્રતાદિ. ૦ વર્ગ - પ્રયોજન પડે કરવાના ગૌચરી આદિ. ૧૮૯ – એ રીતે ઉક્ત ૭૦ + ૭૦ = ૧૪૦ માં વિતથ આચરવાથી અતિચાર લાગે છે, માટે આ ૧૪૦માં કોઈ દોષ ન લાગે તે માટે સાવધ રહેવું. • મૂલ-૯ થી ૧૯ઃ અહીં કહેવાયેલ છે કે ચરણકરણાનુયોગથીમાંથી હું ઓઘનિયુક્તિ કહીશ. આથી ચરણકરણાનુયોગ સિવાય બીજા અનુયોગો પણ હોય જ. તે બીજા ત્રણ અનુયોગો આ પ્રમાણે છે અને તે ચાસ્ત્રિની રક્ષા માટે છે. (૧) ચરણ કરણાનુયોગ - સાધુના આચારરૂપ ‘આચાર' સૂત્રાદિ. (૨) ધર્મકથાનુયોગ - કથા સ્વરૂપ, જ્ઞાતાધર્મકથાદિ. (3) ગણિતાનુયોગ - ગણિતરૂપ સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ. (૪) દ્રવ્યાનુયોગ - જીવાજીવાદિ પદાર્યત્વચારણા. આ ચારે અનુયોગ એક એકથી ચડિયાતા છે, તેનું દૃષ્ટાંત આપે છે - એક રાજાના દેશમાં ચાર ખાણો હતી. રત્નની, સોનાની, ચાંદીની, લોઢાની. ચારે ખાણો એક એક પુત્રને એક એક વહેંચી આપી. જેના ભાગે લોઢાની ખાણ આવી તેને ચિંતા થઈ કે મારા ભાઈઓને કિંમતી ખાણો મળી, મને નકામી ખાણ મળી. તે દુઃખી થવા લાગ્યો. સુબુદ્ધિપ્રધાને તેને સમજાવ્યો કે તને ચારેમાં કિંમતી ખાણ મળી છે, કેમકે બીજી ત્રણે ખાણો લોઢા ઉપર આધાર રાખે છે. લોઢા સિવાય તે રત્નો, સોનું, ચાંદી કાઢી શકાતા નથી. જ્યારે તારી પાસે બધાં લોઢું માંગવા આવે ત્યારે તું રત્નો આદિના બદલામાં લોઢું આપજે, જેથી સૌથી ધનવાન્ બની શકીશ. આ રીતે ચરણકરણાનુયોગ હોય તો જ બીજા ત્રણ અનુયોગો છે. ચરણકરણાનુયોગમાં અક્ષરો અલ્પ હોવા છતાં અર્થથી મહાત્ છે. તે પહેલાં ભંગમાં છે, તેનું દૃષ્ટાંત ઓઘનિયુક્તિ છે. ધર્મકથાનુયોગમાં અક્ષરો ઘણાં અને અર્થ થોડો, તે બીજા ભંગમાં છે. દ્રવ્યાનુયોગમાં અક્ષરો ઘણા અને અર્થ પણ ઘણો છે, તે ત્રીજા ભંગમાં છે. ગણિતાનુયોગમાં અક્ષરો થોડાં અને અર્થ પણ થોડો છે, તે ચોથા ભંગમાં છે. સાધુ-સાધ્વીના અનુગ્રહને માટે ચૌદપૂર્વીશ્રી ભદ્રબાહુ સ્વામીએ ઓઘનિયુક્તિની રચના કરેલી છે. તેના મુખ્ય સાત દ્વારો છે – • મૂલ-૨૦ : (૧) પ્રતિલેખનાદ્વાર - પડિલેહણા કેમ કરવી તેનું નિરૂપણ. (૨) પિંડદ્વાર - ગોચરીની શુદ્ધિ કેમ રાખવી તેનું નિરૂપણ. (૩) ઉપધિ પ્રમાણદ્વાર - સંખ્યા અને માપથી કેટલી અને કેટલા પ્રમાણવાળી વસ્તુ રાખવી તેની નિરૂપણા. (૪) અનાયતન વર્જનહાર - કેવી વસતિમાં ન રહેવું તેનું નિરૂપણ. ૧૯૦ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર (૫) પ્રતિસેવનાદ્વાર - સંયમની સાધનામાં પ્રમાદાદિ દોષો થાય તે નિરૂપણ. (૬) આલોચનાદ્વાર - થયેલા દોષોનું પ્રાયશ્ચિત નિરૂપણ. (૭) વિશુદ્ધિદ્વાર - પ્રાયશ્ચિત્ત કરી દોષોની શુદ્ધિ કરવી, તેનું નિરૂપણ. બધી જ ક્રિયા પ્રતિલેખનાપૂર્વક કરવી જોઈએ. તેથી સૂત્રોક્ત વિધિ અનુસાર ક્ષેત્ર આદિને જોવા તે માટે સર્વ પ્રથમ પ્રતિલેખના દ્વાર કહ્યું. પ્રતિલેખના કરવા માટે શરીર સામર્થ્ય જોઈશે, તે સાચવવા માટે પિંડ-આહાર દ્વાર કહ્યું. આહાર ગ્રહણ કરવા પાત્ર આદિ જોઈએ માટે ત્રીજું ઉપધિદ્વાર. આહાર લાવ્યા પછી વાપરવા માટે સ્થાનની જરૂર પડે, તેથી વ્યાઘાત રહિત પશુપંડકાદિ સહિત વસતિ જોઈએ માટે ચોથું અનાયતન વર્જન દ્વાર. આ બધું ગ્રહણ કરતાં અવિધિ આદિ થઈ હોય તો તપાસવા માટે પાંચમું પ્રતિસેવના દ્વાર. તેમાં લાગેલા દોષોની આલોચના કરવી, તે માટે ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવું તે છઠ્ઠું આલોચના દ્વાર અને આલોચના અનુસાર તપશ્ચર્યાદિ કરી પાપદોષની શુદ્ધિરૂપ સાતમું વિશુદ્ધિદ્વાર. મુનિ દીપરત્નસાગરે અનુવાદ કરેલ ઓઘનિયુક્તિ-સટીક-સંક્ષેપ-પરિચય-ભૂમિકા પૂર્ણ
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy