SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૨૪ થી ૪૫ ૧૯૩ ઉપધિ, પાતરા આદિ કોઈપણ વસ્તુ બીજા સાધુ વાપરે, તો કદાચ દેવતાદિ તેને પણ ઉપદ્રવ કરે. કોઈ કારણે તે લોબ છોડી જવાનો અવસર આવે તો, તે ઉપદ્રવવાળા સાધુને કોઈ બીજા સાધુને સોંપે, સાધુ ન હોય તો પાસત્યાદિ પાસે મૂકે, તે ન હોય તો ચૈત્યવાસી પાસે મૂકે, તે ન હોય તો શય્યાતરને સોપે, તે પણ ન હોય તો છેવટે કોઈ યોગ્ય ઉપાયપૂર્વક પોતે નીકળી જાય. (૨) દુકાળ- બાર વર્ષ પૂર્વે ખબર પડે તો ત્યારે નીકળી જાય ચાવત દુકાળ પડે ત્યારે નીકળી જાય. જતાં આખા ગ9નો નિભાવ થાય તેમ હોય તો બધાં સાથે નીકળે, બધાંનું પૂરું થાય તેમ ન હોય તો અડધા-અડધા જાય. અથવા ત્રણ ભાગમાં કે ચાર ભાગમાં કે ચાવત એકલા વિહાર કરી જાય. જેમ ગાયોનો ચારો એક સ્થાને પૂરો થાય તેમ ન હોય તો ગોવાળ ગાયોને થોડી થોડી જુદે જુદે સ્થાને ચરાવે છે, તેમ આચાર્ય પણ સાધુનો નિર્વાહ થાય તેમ ન હોય તો યાવત્ એક એક સાધુને વિહાર કરાવે. તેમાં ગ્લાન સાધુને એકલો ન મૂકે પણ સાથે લઈ લે. (3) રાજભય- રાજા તરફથી ચાર પ્રકારે ભય થાય- (૧) વસતિન આપે. (૨) આહાર-પાણી ન આપે. (૩) વા-પાકાદિ લઈ લે, (૪) મારી નાંખે, તો આવા સંયોગોમાં રાજમાંથી નીકળી કોઈ નિરૂપદ્રવી-સારા ક્ષેત્રમાં જાય. [શંકા સાધુઓને તો હાથ, પગ, જીભ કાબૂમાં હોય છે, ઈન્દ્રિયો પણ સ્વાધીન હોય છે, તો પછી રાજા તેમને શું કરે ? (સમાધાન] (૧) કોઈ વખતે કોઈએ સાધુનો વેશ લઈ રાજકુળમાં પ્રવેશી કોઈનું ખૂન કર્યું હોય. તેથી કોપાયમાન થયેલો રાજા બધાં સાધુને બોલાવીને મારી નાંખે કે બીજા પાસે મરાવી નાંખે. (૨) કોઈ રાજા સાધુનું દર્શન અમંગલ માનતો હોય, (3) કોઈ રાજાને ચડાવે કે આ સાધુ તમારું બગાડવા માંગે છે. (૪) રાજાના નિષેધ છતાં કોઈને દીક્ષા આપી હોય, તેથી કોપાયમાન રાજા સાધુને હેરાન કરે. (૫) કોઈ સાધવેશધારીએ અંતઃપુરમાં જઈ અકૃત્ય કરેલ હોય. (૬) કોઈ વાદી સાધુએ અભિમાની રાજાનો પરાભવ કરેલ હોય, રાજા તેનાથી કોપાયમાન થઈ કંઈ ઉપદ્રવ કરતો હોય તો એકાકી થઈ વિહાર કરી જાય. (૪) સુભિત - ક્ષભિત એટલે ભય પામવો કે ત્રાસ પામવો. જેમકે ઉજૈની નગરીમાં ઘણાં ચોર લોકો ગામમાં આવીને ઘણાં મનુષ્યોનું હરણ કરી જતા હતા. કોઈ વખતે કેટલાંક માણસો કોઈ ઝાડ નીચે બેઠા હતા, ત્યારે કોઈ માણસે 'પાના તતા' એમ કહ્યું માળા પડી ગઈ તેમ અર્થ કરવાને બદલે ‘માળવાના ચોરો આવ્યા' એમ સમજી, ગભરાઈને ત્યાં બેઠેલા માણસોએ નાસભાગ કરી મૂકી. એવી રીતે અકસ્માતે કોઈ સાધુ ક્ષોભ થવાથી એકલો થઈ જાય. (૫) અનશન – કોઈ સાધુને અનશન કરવું છે, આચાર્ય પાસે કોઈ નિયમિક સાધુ નથી, પણ બીજા સ્થાને છે, તેથી અનશન કરવા ઈચ્છુક સાધુ બીજે [35/13] ૧૯૪ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સ્થાને જાય, ત્યારે રસ્તામાં એકલા થવું પડે અથવા કોઈ અનશન સ્વીકારેલ સાધુ, તે સાધુ પાસે અપૂર્વ શ્રુતજ્ઞાન છે, તેવું બીજા કોઈ પાસે નથી તો સૂ-અર્થ કે ઉભય સ્વીકારવા સંઘાટકના અભાવે એકલો જાય. અથવા અનશની સાધુની સેવા માટે સંઘાટકના અભાવે એકલો જાય. (૬) સ્ફટિત- (૧) માર્ગે જઈ રહ્યા છે, રસ્તામાં બે ફાંટા આવે, ત્યાં ભૂલથી બીજા રસ્તે ચડી જાય, તેથી એકલા થઈ જાય. (૨) ધીમે ધીમે ચાલવાના કારણે પાછળ રહી જાય. (3) ડુંગર આદિ ચઢાવ આવે ત્યાં બીજા સામર્થ્યવાનું સાધુ ચડીને આગળ જાય. પણ ગ્લાન, બાળ, વૃદ્ધ આદિ સાધુ તેના ઉપર ચડી શકે તેમ ન હોય તેથી ફરીને જાય તેથી એકલા પડે. () પ્લાન - બિમાર સાધુ માટે ઔષધાદિ લાવવા માટે કોઈ ન હોય તેવી એકલાં જવું પડે. અથવા બીજા કોઈ સ્થાને સાધુ બિમાર હોય, તેની સેવા કરનાર કોઈ નથી, તો તેની સેવાર્થે એકાકી જવું પડે. (૮) અતિશય - કોઈ અતિશય સંપન્ન આત્મા જ્ઞાનથી જાણે અથવા તેને ખબર પડે કે ‘નવદીક્ષિત સાધુને પાછો લઈ જવા તેના સ્વજનો આવે છે' આવા કારણે સંઘાટકના અભાવે સાધુને એકલા વિહાર કરાવે. અહીં સાધુના રક્ષણ માટે એકાકી કરાય છે. (૯) દેવતા - તેમના નિમિતે એકલા જવું પડે. તેનું દૃષ્ટાંત કહે છે – કલિંગ દેશમાં કંચનપુર નામે નગર હતું ત્યાં ઘણાં જ્ઞાની આચાર્યો રહેતા હતા. કોઈ વખતે આચાર્યશ્રી શિષ્યોને પાઠ આપીને ગામ બહાર થંડિલ ભૂમિ જતાં હતા. રસ્તામાં ઝાડ નીચે કોઈ સ્ત્રી રૂદન કરી રહી હતી. આચાર્યએ તેણીને જોઈ. બીજે દિવસે પણ જોઈ. આચાર્ય ભગવંતે વિચાર્યુ - આ બી કેમ રૂદન કરતી હશે? પાછા વળતા તેણીને પૂછ્યું - કેમ રડે છે ? તે સ્ત્રી બોલી - મારે થોડું રડવાથી શું થશે ? હું આ નગરની દેવતા છું. આ નગરી જળપ્રણયથી ડૂબી જવાની છે. વળી તમે ભૂમિમાં અહીં સ્વાધ્યાય કરો છો, તેનો વ્યાઘાત થશે, એટલે તમે પણ ચાલ્યા જશો. - આચાર્યએ પૂછ્યું - નગરીમાં જળપ્રલય થશે એમ કઈ રીતે જાણવું ? દેવતાએ કહ્યું કે - કાલે નાના સાધુને ભિક્ષામાં દુધ મળશે. તે દુધ પાત્રમાં પડતાં જ લોહી થઈ જશે. તેનાથી તમે જાણજો કે જળપ્રલય થશે. તે દુધ બીજા સાધુઓને પાત્રમાં થોડું-થોડું આપજો અને તે પણ સાથે વિહાર કરાવજો જે ક્ષેત્રમાં દુધ સ્વાભાવિક થઈ જાય, ત્યાં જળપ્રલય નહીં થાય. (૧૦) આચાર્ય- કોઈ કારણે આચાર્ય, સાધુને એકલા મોકલે, તેથી એકલા જવું પડે. જેમકે - અમુક કાર્ય માટે કોઈ સમર્થ સાધુને આજ્ઞા આપે, ત્યારે તે સાધુ કહે કે - “આપે મારા ઉપર મહાત્ ઉપકાર કર્યો." હવે તે સાધુને સવારમાં વહેલું જવાનું હોય તો. સૂગ પોરિસિ કરીને કે કર્યા વિના સૂઈ જાય. સૂતા પહેલા પણ આચાર્યશ્રીને કહેતો જાય કે “આપે કહેલા કામ માટે હું સવારે જઈશ.” તેમ ન
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy