SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, ૪/ર૧ નિ ૧૨૭૧ ૧૩૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ o ધ્યાન શતક o આ પણ ચાર સ્થાને ઉદ્ભવે - અવિવિક્તતાથી, લોભના ઉદયથી, મતિ વડે, તદર્થોપયોગથી. ચાર વિકથા કરતા થયેલ અતિચારોને હું પ્રતિકકું છું. તે આ – વિકથા એટલે વિરુદ્ધા કે વિનષ્ટા જે કથા. તે સ્ત્રીકથાદિ રૂપ છે. આ કથા ચાર ભેદે છે - જતિકથા, કુલકથા, રૂપકથા, નેપષ્ય કથા. તેમાં જાતિકથા - બ્રાહ્મણી આદિમાંથી કોઈની પ્રશંસા કે હેપ કરે. કુળકથા - ઉગ્ર આદિ કુળમાં જન્મેલમાંથી કોઈની, રૂપકથા - આંધ આદિ દેશની કોઈક સ્ત્રીના પણ રૂપની પ્રશંસા કરે કે દ્વેષ કરે. નેપથ્ય કથા - ઉક્ત સ્ત્રીમાંના કોઈકના વસ્ત્રની પ્રશંસા કે દ્વેષ કરવો. ભક્ત-ભોજન, તે વિષયક કથા. તે પણ ચાર ભેદે છે – આવ૫ કથા - આટલાં દ્રવ્યો શાક, ઘી આદિમાં ઉપયુક્ત છે.નિવપિ કથા - આ વ્યંજન ભેદાદિમાં પંદર રૂપિયા થાય. એ રીતે આરંભકથા અને નિષ્ઠાન કથા - X - X - કહી. દેશકથા - જનપદ સંબંધી કથાથી. આ પણ છંદાદિ ભેદથી ચાર પ્રકારે છે - છંદ, વિધિ, વિકલા અને નેપથ્ય. વિારે ભેદ વિશે વૃત્તિકારે લોકો આપેલ છે, અમને મes શાદિક અનુવાદ સમજાયો, ભાવ પકડી શક્યા નહીં તેથી આ અનુવાદ છોડી દીધેલ છે.) રાજકથા - આ પણ નરેન્દ્ર નિર્ગમાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે ચાર ભેદ આ પ્રમાણે - નિગમ, અતિગમ, બલ, કોશ કોઠાગાર નીકળતા એવા આ રાજાની આટલી ઋદ્ધિ અને વિભૂતિ છે, હાથીને સ્કંધે શોભી રહ્યા છે, અલકાપુરીમાં ઈન્દ્ર જતો હોય તેવું લાગે છે. આટલા હાથી, ઘોડા, સ્પ, પદાતિ બલવાહનો છે, આટલા કરોડ કોશ, કોઠાગાર છે ઈત્યાદિ કથા તે ચારે ભેદે રાજકથા કહી. હું ચાર ધ્યાનને કરવા દ્વારા કે અશ્રદ્ધેયાદિ પ્રકારથી જે અતિચાર કર્યો, તેને પ્રતિકકું છું. તે આ રીતે – આર્તધ્યાનાદિ. તેમાં ધ્યાવવું તે ધ્યાન એ રીતે ભાવ સાધન છે. તે વળી કાળથી અંતમુહૂર્ત માત્ર છે. ભેદથી ચાર પ્રકારે છે, ધ્યયે પ્રકારો તે અમનોજ્ઞ વિષય સંપ્રયોગાદિ છે. તેમાં શોક, આકંદન, વિલાપ કરવો ઈત્યાદિ રૂપ આર્તધ્યાન છે, (તેનાથી થયેલ અતિચારોનું) ઉત્સન્ન-વધ આદિ રૂપ રૌદ્રધ્યાન છે, તેનાથી જિનપ્રણિત ભાવ શ્રદ્ધાનું આદિ રૂપ ધર્મધ્યાન છે અવધ-અસંમોહાદિ રૂપ શુક્લધ્યાન છે આ ચારે ધ્યાનનું ફળ અનુક્રમે તિર્યંચ, નક, દેવગતિ આદિ મોક્ષ નામે છે. આ સંક્ષેપથી ધ્યાન કહ્યું. તેનો વિસ્તાર ધ્યાનશતકથી જાણવો. તે આ છે :ધ્યાનશતકના મહાઈવથી વસ્તુતઃ શામતપણાથી પ્રારંભમાં જ વિદનવિનાયકને ઉપશાંત કરવાને મંગલ અર્થે ઈષ્ટ દેવતાનો નમસ્કાર કહે છે - વૃિત્તિકાર મહર્ષિએ અહીં ધ્યાનશતક નોંધેલ છે. જે સૂગ-ર૧ની ટીકાની અંતર્ગત જ આપેલ છે. યુર્ણિકારશ્રીએ ધ્યtrી વ્યાખ્યા તેના ભેદ-પ્રભેદો સહિત કરી છે, અને તે ખૂબ જ મુદ્દાસર છે, તેઓએ માનશતક નોંધેલ નથી. શ્રી શlofસાગર સૂરિ તું પિયત અવમૂર્ણિમાં આ મન શતકની શોધતો છે, પણ વૃત્તિ સંક્ષેપમાં જ છે. અમે હારિભદ્રીય વૃત્તિ અને દીપિકા તથા અવમૂરિને આધારે આ વિવેયન નોંધેલ છે, માત્ર હારિભદ્વીયવૃત્તિનો અક્ષરશ: અનુવાદ નથી.] o ગાથા-૧ - શુક્લ દયાનાગ્નિથી બાળેલ કર્મ ધંધનવાળા યોગીશ્વર, શરય વીરને પ્રણામ કરીને હું ધ્યાન અધ્યયન કહીશ. • વિવેચન-૧ - - વિશેષથી કર્મને પ્રેરે કે ગમન કરાવે તે વીર. - શોકને દૂર કરે તે શુક્લ. - જેના વડે તેવું ચિંતન થાય તે ધ્યાન, એકાગ્ર ચિત્ત નિરોધ. - કર્મ ધંધનના બાળવાથી અગ્નિરૂપ તે શુક્લધ્યાનાગ્નિ. - મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગોથી કરાય તે કમજ્ઞાનાવરણીય આદિ. તે જ અતિ તીવ્ર દુઃખાનલના નિબંઘનવથી ઇંધનરૂપ છે. તેવા કર્મ ઇંધન તે શુક્લ યાનાગ્નિથી બાળેલ-ભસ્મીકૃત જેના વડે કરાયેલ છે તે. – પ્રણમ્ય - પ્રકર્ષથી મન, વચન, કાયાના યોગથી નમીને. - ધ્યાન પ્રતિપાદક અધ્યયનને પ્રકર્ષથી કહીશ. - વીર ભગવંત કેવા ? યોગીશ્વર, મન, વચન, કાયાના જોડાણ રૂપ હોવાથી પ્રધાન, અનુતર એવા મન-વચન-કાય વ્યાપારવાળા. - આના દ્વારા કેવળ જ્ઞાનાદિ વડે આત્માનું જોડાણ કર્યું. તે ધર્મ-શુલરૂપ યોગ જેનામાં વિધમાન છે, તે યોગી તેના ઈશ્વર અતિ પ્રભુ કે સ્વામી તે યોગીશ્વર, વળી ભગવંત કેવા છે ? શરમ્ય. રાગ આદિથી પરિભૂતને આશ્રયરૂપ, સવવત્સલ, રક્ષક એવા તે શરમ્ય કહેવાય. અહીં શુક્લધ્યાનાગ્નિ વડે બાળેલ કર્મ ઇંધન રૂપ તો સામાન્ય કેવલી પણ હોય, પણ વાકાયાના અતિશયના અભાવે તે યોગેશર ન કહેવાય. તે જ તાવથી શરણ્ય છે, એમ જણાવવા માટે અહીં ભગવંતના બંને વિશેષણો મૂકેલ છે. હવે ધ્યાનના લક્ષણને પ્રતિપાદન કરતા કહે છે – • ગાથા-૨ - જે સ્થિર અધ્યવસાય છે, તે ધ્યાન છે. જે ચલ છે તે ચિત્ત છે, તે ચિત્ત ત્રણ ભેદે હોય – ભાવના, અનુપેક્ષા અથવા ચિંતા. • વિવેચન-૨ - સ્થિર-નિશ્ચલ. અધ્યવસાન-મનની એકાગ્રતા, આલંબન. ચલ-અનવસ્થિત.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy