SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦ ૪/ર૧, ધ્યાનશતક-૨ ૧૩૩ ૧૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચિતના ત્રણ ભેદ (૧) ભાવના - તે યિત ભાવના થાય છે, ભવાય તે ભાવના થતુ ધ્યાનના અભ્યાસની ક્રિયા કે વિભાષા. (૨) અનુપેક્ષા - પશ્ચાત્ ભાવમાં જોવું તે, તે મૃતિ ધ્યાનથી ભ્રષ્ટ ચિત ચેષ્ટા છે. (૩) અથવા ચિંતા શબ્દ બીજા પ્રકારના પ્રદર્શન માટે છે, ચિંતા તે ઉક્ત બે પ્રકાર હિત છે તે મનોચેટા. આ યાન લક્ષણ ઓઘણી બતાવીને હવે ધ્યાન જ કાળ અને સ્વામી વડે નિરૂપતા કહે છે – • ગાથા-૩ - અંતમુહૂર્ત માત્ર એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન એ છાસ્થોને ધ્યાન છે અને જિનેશ્વરને યોગ નિરોધ છે. • વિવેચન-3 : ૩૭ લવ પ્રમાણ કાળ વિશેષ તે મહતું. કહ્યું છે - કાળનો પરમ વિરુદ્ધ અવિભાજ્ય ખંડને ‘સમય’ કહે છે. અસંખ્યાત સમયનો ઉચ્છવાસ નિઃશ્વાસ થાય છે. નિરુપલિટ હષ્ટપુષ્ટ પ્રાણીનો એક ઉચ્છશ્વાસ-નિઃશ્વાસને પ્રાણ કહે છે. સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ કહેવાય. 99-Gવનું મુહૂર્ત જાણવું. અંતર્મહd માત્ર કાળ. મનની અવસ્થિતિ તે ચિત્તાવસ્થાન અર્થાતુ નિરૂકંપતાથી વૃત્તિ. ક્યાં ? એક વસ્તુમાં. પર્વ - જેમાં અદ્વિતીય ગુણ-પયયો વસે છે, તે વસ્તુ - ચેતન આદિ એક તે વસ્તુ, તે એક વસ્તુ, તેમાં તેમાં છાસ્થોનું ધ્યાન છે. તેમાં જે છાદન કરે તે છા, તે જ્ઞાનાદિગુણના આવકવથી જ્ઞાનાવરણાદિ લક્ષણ ઘાતિકર્મ, છાસ્થ-કેવલી. તે છાસ્થોનું ધ્યાન. સમુદાય અર્થ આ પ્રમાણે છે - અંતર્મુહૂર્ત કાળ જે ચિતની એક જ વસ્તુમાં અવસ્થિત તે છવાસ્થોનું ધ્યાન. થોન - દારિકાદિ શરીર સંયોગથી ઉત્પન્ન આમપરિણામ વિશેષ વ્યાપાર, તેનો નિરોધ તે યોગ નિરોધ-પ્રલય કરણ. કોને ? કેવલીને, તે યોગ નિરોધ જ છે, ચિતનું અવસ્થાન નથી. કેમકે તેમનો ચિતનો જ અભાવ હોય છે. અથવા યોગનિરોધ એ જિનેશ્વરોને જ ધ્યાન છે, બીજ છાસ્થોને નહીં, કેમકે તે બીજાને અશક્ય છે. જે રીતે આ યોગ નિરોધ જિનોને ધ્યન છે, જેટલો કાળ તે થાય છે, તેથી આગળ હું કહીશ. હાલ છવાસ્થોને અંતર્મુહૂર્તથી આગળ જે થાય છે તે કહું છું. • ગાથા-૪ - અંતમુહૂર્તથી વધારે ચિંતામાં સ્થાનાંતર થાય, બહુ વસ્તુના સંક્રમમાં ઘણાં કાળે પણ ધ્યાન પ્રવાહ સંચરે છે. • વિવેચન-૪ - તમુહૂર્તથી આગળ પૂર્વોક્ત સ્વરૂપની ચિંતાને ધ્યાનાંતર કહ્યું. તેમાં અહીં ધ્યાન સિવાયનું બીજું ધ્યાન તે ધ્યાનાંતર ન લેવું. તો શું લેવું ? ભાવના અનુપેક્ષાત્મક ચિત. આ ધ્યાનાંતર તેના ઉત્તરકાળ ભાવિની ધ્યાન હોવાથી થાય છે. તે કાળમાન વસ્તુ સંક્રમણ દ્વારથી નિરૂપતા કહે છે - ઘણી વસ્તુના સંક્રમમાં પ્રભૂત કાળ જાણવો. તેટલો ધ્યાનપ્રવાહ કહ્યો. આ ઘણી વસ્તુ તે આભગત, પરગત જાણવી. તેમાં આત્મગત તે મન વગેરે, પરગત તે દ્રવ્યાદિ, તેમાં સંચરણ. અહીં સુધી ધ્યાનના સામાન્ય લક્ષણ કહ્યા. હવે વિશેષ લક્ષણ જણાવવા ધ્યાનોદ્દેશનું વિશિષ્ટ ફળ ભાવ સંક્ષેપથી બતાવે છે – • ગાયા-પ : આd, રૌદ્ધ, ધર્મ અને શુકલ ધ્યાન એ ચાર ભેદ છે. તેમાં છેલ્લા બે નિવણ સાધક છે અને આd, રૌદ્ધ એ ભવના કારણરૂપ છે. • વિવેચન-૫ : (૧) આd - Bત એટલે દુ:ખ, તે નિમિતે દૃઢ અધ્યવસાય છે. આd અથતિ ક્લિષ્ટ. (૨) રૌદ્ર • હિંસાદિ અતિ કુરતાનુગત, (૩) ધર્મ-શ્રુત-ચા િધમનુગત, (૪) શુક્લ - આઠ પ્રકારના કર્મ મળને શોધે, ઘટાડે કે દૂર કરે તે શુક્લ. આ ચાર ધ્યાન વર્તે છે. હવે કુળ હેતુવ દશવિ છે - અંત્ય છે એટલે ધર્મ અને શુક્લ, તે બંને નિવણિ સાધન છે. અહીં નિવૃત્તિ તે નિર્વાણ-સામાન્યથી સુખ કહેવાય છે. તેને સાઘવું - કરવું તે. [શંકા આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, રૌદ્રધ્યાનથી નસ્કગતિ, ધર્મ ધ્યાનથી દેવલોક અને શુક્લધ્યાનથી સિદ્ધિ ગતિ પમાય છે. એમ જે કહ્યું તે ઉકત ગાયાવી વિરોધ ન પામે? ના, દેવગતિ અને સિહિગતિ સામાન્યથી સુખસિદ્ધિ છે. જો કે નિર્વાણ એ મોક્ષ છે, તો પણ પરંપરાથી ધર્મધ્યાન પણ તેના સાધનપણે હોવાથી વિરોધ નથી. તથા ભવકારણ આd અને રૌદ્ર “જેમાં કર્મવશવર્તી પ્રાણી રહે છે.” તે ભવ એટલે સંસાર, તો પણ અહીં વ્યાખ્યાન વિશેષથી તિર્યંચ અને નરક ભવ લેવા. હવે આર્તધ્યાનનો અવસર છે, તે સ્વવિષય અને લક્ષણ ભેદથી ચાર પ્રકારે છે, (૧) અમનોજ્ઞનો સંપ્રયોગ, (૨) મનોજ્ઞનો વિપ્રયોગ- વેદના (3) ઉભયરૂપ (૪) નિદાન. તેમાં પહેલો ભેદ કહે છે – • ગાથા-૬ : અમનોજ્ઞ શબ્દાદિ વિષય વસ્તુ પ્રાપ્ત થયા પછી તેના વિયોગની અતિઅતિ ચિંતા જે દ્વેષ મલિન પાણીને થવી, તેના વિયોગ માટે સંપયોગનું મરણ રૂપ [પહેલું આધ્યાન કહ્યું.. • વિવેચન-૬ - મનોજ્ઞ એટલે મનને અનુકૂળ, અમનોજ્ઞ - મનોજ્ઞ નહીં તે. શું અમનોજ્ઞ ? શબ્દાદિ વિષયો, મારિ શબ્દથી વર્ણ આદિ લેવા. અહીં વિષય - આમાં આસત પ્રાણી વિષાદ પામે છે તે વિષય. અથવા ઈન્દ્રિય ગોચર તે વિષયો. વસ્તુ - તે તે વિષયના આધારભૂત દ્રવ્ય કે પ્રાણી તે વિષયો પ્રાપ્ત થયા પછી આ મનોજ્ઞ વિષયો કયારે વિયોગ પામે તેની ચિંતા. મને કઈ રીતે આનો વિયોગ થાય તે ભાવ. આના દ્વારા વર્તમાનકાળ લીધો. તેથી અસંપયોગનું અનુમરણ દ્વારા ભવિષ્યકાળ લીધો.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy