SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪/ર૧ નિ - ૧૨૭૧ ૧ર૯ . હું પ્રતિકસું છું, ચાર ધ્યાન – અd, રૌદ્ધ, ધર્મ અને શુક્લથી (અથ4િ) પહેલાં બે કરવાથી, છેલ્લા બે ન કરવાથી થતાં અતિચારોને. • વિવેચન-૨૧ : ત્રણ શલ્યોના કરવાથી થયેલા અતિચારોને હું પ્રતિકકું છું. તે આ- માયાશલ્ય આદિ શ૦-દ્રવ્ય અને ભાવ બેદે છે. દ્રવ્યશલ્ય તે કાંટા આદિ. ભાવશલ્ય • આ માયાદિ છે. માયા એ જ શરા-માયાશચ. જે જ્યારે અતિયાર પામીને માયા વડે ન આલોચે કે અન્યથા આલોચે, કે અભ્યાખ્યાન આપે, ત્યારે તે જ શલ્ય અશુભકમ બંધન વડે આત્માને શચિત કરે છે, તેનાથી જે અતિચાર લાગે છે. નિદાન - દિવ્ય કે માનુષી ઋદ્ધિના દર્શન કે શ્રવણ વડે, તેની ઈચ્છાથી અનુષ્ઠાન કરવું તે જ શલ્ય અધિકરણ અનુમોદનથી આમેશચ વડે મિથ્યા-વિપરીત દર્શન તે મિથ્યાદર્શન - મોહ કર્મના ઉદયથી થયેલ, તે જ શલ્ય, તે પ્રત્યય કર્માદાનથી આત્માને શશિત કરે, તેનાથી. તેથી ફરી અભિનિવેશ મતિ-ભેદથી થાય છે. માયાશલ્ય-રુદ્રનું દૃષ્ટાંત કહેવાશે. પાંડુઆર્યાનું કહ્યું. નિયાણશલ્ય - બ્રહ્મદત્તનું કથાનક, તેના ચત્રિથી જાણવું. મિથ્યાદર્શનશલ્ય - ગોઠામાહિલ, જમાલિ આદિ, અભિનિવેશ મતિભેદથી મિથ્યાત્વને પામ્યા. તેમાં આ બંને દેટાંતો સામાયિકમાં કહ્યા અને ભિક્ષુ ઉપચક શ્રાવકની કથા આગળ કહીશું. ત્રણ ગાવ વડે થયેલા અતિચારને હું પ્રતિકકું છું. તેમાં ગાવ એટલે ગુરપણાનો ભાવ તે ગૌરવ [અભિમાન કે મદ જેવું]. તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે - દ્રવ્યગૌરવ તે વજ આદિ. ભાવગૌરવ તે અભિમાન અને લોભ વડે આત્માનો અશુભ ભાવ અર્થાત સંસાર ચકવાલમાં પરિભ્રમણ હેતુ કર્મનિદાન. તેમાં – (૧) ઋદ્ધિ ગાd :- નરેન્દ્ર આદિ પૂજ્ય આચાયદિવ અભિલાષ લક્ષણથી, ગૌરવ - ઋદ્ધિ પ્રાપ્તિથી અભિમાન અને પ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારચી આત્માનો શુભ ભાવ તે ઋદ્ધિગૌરવ. (૨) રસગારવ - ઈષ્ટ સની પ્રાપ્તિમાં અભિમાન, પ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારચી આત્માનો અશુભ ભાવ, તેના વડે. (3) સાતા ગાવ - સુખસાતા પ્રાપ્તિમાં અભિમાન અને પ્રાપ્તિમાં પ્રાર્થનાદ્વારથી આત્માનો અશુભ ભાવ, તેનાથી. ઉદાહરણ - મથુરામાં આર્ય મંગુ આચાર્ય હતા. ઘણાં બધાં શ્રાવકો ત્યાં ઈષ્ટ રસ, વસ્ત્ર, શયન, આસનાદિ અધિક આપતા હતા. તે ત્રણે ગૌરવથી અતિ પ્રતિબદ્ધ થઈ ત્યાં કાળધર્મ પામ્યા. મથુરામાં નિર્ધમન માર્ગ - ખાળમાં તેઓ યક્ષ રૂપે ઉત્પન્ન થયા. યક્ષાયતનની સમીપથી ત્યાં સાધુઓ સંજ્ઞાભૂમિએ જતાં ચપતિમા પાસેથી નીકળતા. ત્યારે તે મંગુ યક્ષ લાંબી જીભ કાઢીને દેખાડતા. આ પ્રમાણે ઘણી વાર થતાં સાધુએ પૂછ્યું કે - આ શું છે ? ત્યારે મંગુ યક્ષ કહે તો કે હું જીભ વળે દુષ્ટ એવો તમારો મંગૂ આચાર્ય છે. અહીં ઉત્પન્ન થયો છું. તેથી તમે કોઈ પણ આ પ્રમાણે કરતા નહીં. તેથી હું જીભ દેખાડુ છું, તે જોઈને ઘણાં સાધુ ગારવરહિત થયા. - હું ત્રણ વિનાનાથી થયેલા અતિચારોને પ્રતિકકું છું. તે આ રીતે – જ્ઞાન [33/9 ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 વિરાધના આદિ. તેમાં વિરાધના એટલે કોઈ વસ્તુનું ખંડન, તે જ વિરાધના. જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યેનીકતા આદિ રૂપ કહ્યું છે - જ્ઞાન પ્રત્યુનીકતા, નિવ, અતિ આશાતના, તેમાં અંતરાય આદિ કવાથી જ્ઞાનના અતિસારો લાગે છે. તેમાં પ્રત્યનીકતા તે પાંચ પ્રકારના જ્ઞાનની નિંદણા. તે આ રીતે - આભિનિબોધિક જ્ઞાન અશોભન છે, તેને જાણનાર કદાચિત્ તે પ્રમાણે હોય, કદાચિત્ અન્યથા હોય. એ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું અશોભનપણું કહેવું. કેવળજ્ઞાનમાં પણ સમય ભેદથી દર્શન-જ્ઞાન પ્રવૃત્તિના એક સમયમાં અકેવલપણે હોવાથી અશોભન જ છે. નિલવ - અપલ૫, બીજા પાસે ભણે અને બીજાનું નામ આપે. અતિ આશાતના • કાયા અને વ્રત તે જ છે, તે જ પ્રમાદો અને અપમાદો છે. મોક્ષાધિકારીને જ્યોતિ યોનિ વડે શું કામ છે ? ઈત્યાદિ સ્વાધ્યાયિક આદિને અંતરાય કરવા. અકાલ સ્વાધ્યાયાદિથી જ્ઞાનવિસંવાદ યોગ કરે. દર્શન-સમ્યગ્રદર્શનની વિરાધના વડે અતિયાર થાય છે. આ પણ પાંચ ભેદે છે. તેમાં દર્શનપત્યનીકતા ક્ષાયિકદર્શની પણ શ્રેણિક આદિ નરકમાં ગયા એવી નિંદા વડે, નિલવ - દર્શન પ્રભાવનીય શાસ્ત્રની અપેક્ષાથી પૂર્વવત જાણવું. અતિ આશાતના - આ કલહ શાસ્ત્રોથી શું લાભ? અંતરાય પૂર્વવત. શંકાદિ વડે દર્શન વિસંવાદ યોગ.. ચાસ્ત્રિ વિરાધના - વ્રત આદિ ખંડનરૂપથી અતિચાર. ચાર કષાયો વડે થયેલ અતિચારોને હું પ્રતિકકું છું. તે આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ કષાયો વડે. કષાયનું સ્વરૂપ ઉદાહરણ સહિત નમસ્કાર મુજબ જાણવું. ચાર સંજ્ઞા વડે થયેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તે આ રીતે - આહાર સંજ્ઞા ઈત્યાદિ ચાર. તેમાં સંજ્ઞાન તે સંજ્ઞા. તે સામાન્યથી ક્ષાયોપથમિકી અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને મતિભેદ રૂ૫ છે, તેનો અહીં અધિકાર નથી, બીજી સામાન્યથી આહાર સંજ્ઞાદિ લક્ષણ ચતુર્વિધ છે. આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષધા વેદનીયના ઉદયથી ઉત્પન્ન આત્મ પરિણામ વિશેષ છે. તે વળી ચાર સ્થાનેથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે - ખાલી પેટ થવાથી, ક્ષઘા વેદનીય કર્મના ઉદયથી, મતિ વડે, તે હેતુથી ઉપયોગ વડે. તેમાં ‘મતિ’ આહારના શ્રવણાદિથી થાય છે. તેના હેતુથી ઉપયોગ તે આહારની સતત ચિંતનથી થાય છે, તે આહાર સંજ્ઞા વડે થયેલ અતિચાર વિશેષ. ભય સંજ્ઞા - ભયનો અભિનિવેશ, ભયમોહનીયના ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાને ઉદભવે - હીનતાવતા, ભય મોનીયનો ઉદય, મતિ વડે, તદર્થોપયોગથી. મૈથુનસંજ્ઞા - મૈથુનની અભિલાષા. વેદ મોહનીય ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાનોથી ઉદ્ભવે છે, તે આ - યિતમાંસલોહી વડે, વેદ મોહનીયના ઉદયથી, મતિથી, તદર્થોપયોગથી. પરિગ્રહસંજ્ઞા- પરિગ્રહની અભિલાષા, તીવ્ર લોભોદયથી ઉત્પન્ન આત્મ પરિણામ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy