SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ૨૧૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • વિવેચન-૯૪૯ થી ૯૫૧ :આ ગાથાઓનો અર્થ કથાનકોથી જાણવો. તે આ પ્રમાણે - (૧) અભય - તેની પારિણામિકી બુદ્ધિ કઈ રીતે કહી ? જ્યારે પ્રધોતે રાજગૃહીને અવરોધી હતી, પછી અભયે પૂર્વે દાટેલ દીનારાદિ વડે પધોતને કહ્યું કે તારી છાવણીને પહેલાથી ફોડી નાંખેલ છે, તેમ કહેતા પધોત નાસી ગયો એ અભયની પારિણામિકી બુદ્ધિ જાણવી. અથવા જ્યારે ગણિકા વડે છળથી બાંધીને લઈ જવાયો અને જ્યાં સુધીમાં ચાર વર [દાન] મેળવ્યા, ત્યારે અભય વિચાર્યું કે હવે હું મને છોડાવું ત્યારે વર (દાન માંગ્યા. •x - મને છળથી પકડી લાવ્યો હતો, હું દિવસે પ્રધોતનું હરણ કરીશ. તેને રોતો-કકડતો લઈ જઈશ. તે રાજગૃહી ગયો. એક નોકરને ઉન્મત્ત બનાવ્યો, વણિક કન્યા લીધી. પ્રધોત ચીસો પાડતો રહ્યો અને તેનું હરણ કર્યું. એ પ્રમાણે અભય કુમારની પારિણામિક બુદ્ધિના ઘણાં દેટાંત છે. - (૨) શ્રેષ્ઠી - કાષ્ઠ નામે શ્રેષ્ઠી કોઈ એક નગરમાં રહેતો હતો. તેને વજ નામે પત્ની હતી. તેનો નૈત્યિક [પડોશી] દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. તે શ્રેષ્ઠી લાંબી યાત્રાર્થે ગયો. તેની પત્ની દેવશર્મા સાથે આસક્ત બની. તે શ્રેષ્ઠીના ઘરમાં ત્રણ પક્ષી હતા - પોપટ, મેના અને કુકડો. શ્રેષ્ઠી તેને ઘેર રાખીને ગયેલો હતો. તે બ્રાહ્મણ પણ રાત્રિના જ આવતો હતો. મેના બોલતી - તે કોણ છે ? ડરતો નથી ? પોપટ તેને વારે છે. જે માતાનો પ્રિય છે, તે આપણો પણ પિતા થાય છે. તે મેના તે બ્રાહ્મણને આકોશ કર્યા કરે છે. તેથી મેનાને મારી નાંખી. પોપટને ન માર્યો. કોઈ દિવસે સાધુ ભિક્ષાર્થે તેના ઘરમાં આવ્યા. કુકડાને જોઈને એક સાધુ દિશાલોક કરતા બોલે છે - આનું જે માયું છે, તેને જે ખાય તે રાજા થાય. કોઈપણ રીતે તે બ્રાહ્મણે છુપાઈને સાંભળી લીધું. બ્રાહ્મણે વજને કહ્યું – તું કુકડાને મારી નાંખ, મારે તે ખાવો છે, તેણી બોલી - બીજો કુકડો લઈ આવ, મેં મની જેમ તેને રાખેલ છે. ના પાડતા બ્રાહ્મણે માર્યો. તેથી પે'લીએ કુકડાનું માંસ રાંધ્ય, જેટલાંમાં તે બ્રાહ્મણ ન્હાવા ગયો, તેટલામાં શ્રેષ્ઠીનો પત્ર શાળાએથી આવ્યો. તેણે પકાવેલ માંસ જોયું, તે ભુખથી રડતો હતો. કુકડાનું માથું તેને ખાવા આપી દીધું. બ્રાહ્મણ આવ્યો. વાસણમાં માંસ નાંખ્યું. બ્રાહ્મણે કુકડાનું માથું માંગ્યું. તેણી બોલી કે- તે બાળકને આપી દીધું. બ્રાહ્મણ ખીજાયો, તે માથાને માટે તો મેં કુકડો માર્યો હતો. કેમકે જે આ કુકડાનું માથું ખાય તે રાજા થવાનો છે. તેણે બાળકને મારવા વિચાર્યું. આ વાત દાસીએ સાંભળી, તે તુરંત જ બાળકને લઈને પલાયન થઈ ગઈ. તે બંને બીજા નગરે ગયા. ત્યાં કોઈ રાજા અપુત્રિયો મરણ પામેલ. અa વડે અભિષેક કરાયો, તે બાળક રાજા થયો. - આ તરફ કાષ્ઠ શ્રેષ્ઠી પાછો આવ્યો. પોતાના ઘરને શટિત-પતિત જોયું. વજતેની પત્નીને પૂછયું - તે કંઈ બોલી નહીં. પોપટોને પાંજરામાંથી મુકત કરતાં તેણે બ્રાહ્મણાદિ બધો સંબંધ કહી દીધો. તે આ સંસાપ્તા વ્યવહારથી કંટાળી ગયો. તેને થયું કે હું આના કારણે કલેશ અનુભવું છું. આ તો એવી જ છે, તેથી તેણે દીક્ષા લીધી. તે સ્ત્રી અને બ્રાહ્મણ તે જ નગરે ગયા, જ્યાં તે બાળક રાજા રાજા થયેલો હતો. સાધુ પણ વિહાર કરતાં ત્યાં જ ગયા. તેણી ઓળખી ગઈ. ભિક્ષામાં સુવર્ણ આયું, પછી કહેવા લાગી કે આમણે લઈ લીધું છે. તેથી રાજાની પાસે સાધુને લઈ ગયા. ધાત્રી ઓળખી ગઈ. માતા અને બ્રાહ્મણ બંનેને દેશનિકાલની આજ્ઞા કરી. પિતાને ભોગ માટે નિમંત્રણા કરી. પણ સાધુ બનેલ કાહ શ્રેષ્ઠીએ તેની ઈચછા ન કરી. રાજાને શ્રાવક બનાવ્યો. ચોમાસુ પર થતા જતા હતા ત્યારે તેમની અપકીર્તિ કરાવવાને પે'લા બ્રાહ્મણે કોઈ વૈશ્યાને ત્યાં લાવી મૂકી. પરિભષ્ટનું રૂપ કર્યું. તેણીને ગર્ભણી બનાવી, સાધુને પકડ્યા. ત્યારે શાસનની ઉહણા ન થાય તે માટે કહ્યું - જો મારા કારણે આ ગર્ભ હોય તો યોનિથી નીકળે અને જે મારા કારણે ન હોય તો ઉદર ફાડીને આ ગર્ભ નીકળો. એટલું બોલતા વૈશ્યાનું ઉદર ફાટી ગયુંતેણી મૃત્યુ પામી. સાધુની કીર્તિ ફેલાઈ. આ તે શ્રેષ્ઠીની પારિણામિકા બુદ્ધિ જાણવી. (3) લકકુમાર • આ કથા યોગ સંગ્રહમાં છે. પરિણામને કારણે તેની બુદ્ધિ ચાલી, પ્રdયામાં સ્થિર થયો છે તેની પારિણામિકી બુદ્ધિ. (૪) દેવી - પુષભદ્ર નગરમાં પુષસેન રાજા, પુષ્પવતી રાણી હતી. તેણીને બે સંતાન હતા - પુષસૂલ અને પુપચૂલા. તે બંને પરસ્પર અનુરક્ત થઈને ભોગો ભોગવતા હતા. તે વાત જાણીને વૈરાગ્યવંત બની પુષ્પવતી રાણીએ દીક્ષા લીધી, તે કાળ કરીને દેવલોકમાં દેવ થઈ. તે દેવ વિચારે છે કે – જો આ બંને (સંતાનો) મરી જાય તો નરક કે તિર્યંચમાં ઉપજશે. તેણી પુષ્પચૂલા પુત્રીને સ્વપ્નમાં નરકનું દર્શન કરાવે છે, તેણી ડરી જઈને પાખંડીને પૂછે છે, તેઓ તેનો અર્થ જાણતા નથી. પછી ત્યાં અર્ણિકાપુત્ર આચાર્ય હતા, તેમને બોલાવ્યા. ત્યારે તે સૂત્ર કહે છે. ત્યારે પુષ્પચૂલા તેમને પૂછે છે કે - શું તમે પણ સ્વપ્ન જોયેલ છે ? આચાર્ય કહે છે કે – ના, અમારા સૂરમાં આ પ્રમાણે કહેલ છે. ફરી પુષ્પવતી દેવ તેની પુત્રીને સ્વપ્નમાં દેવલોકને દેખાડે છે. તેણી તે વાત પણ અણિકાપુત્ર આચાર્યને કરે છે. આચાર્ય ભગવંત તે પણ સૂત્રમાં કહ્યા મુજબ તેણીને જણાવે છે. પછી પુ૫ચૂલા દીક્ષા લે છે. આ તે દેવની પારિણામિકી બુદ્ધિ. (૫) ઉદિતોદય : પરિમતાલ નગરમાં ઉદિવોદય નામે રાજા હતો. તેની શ્રીકાંતા નામે રાણી હતી. બંને પણ શ્રાવક હતા. રાણીએ પરિવ્રાજિકાને પરાજિત કરેલ હતી. દાસી વડે મુખ મર્કટિકાદિથી વિડંબના કરીને તેણીને કાઢી મૂકેલ હતી. તે પરિવ્રાજિકાને ઘણો જ થયેલો. - વારાણસીમાં ધર્મરુચી નામે રાજા હતો. પરિવ્રાજિકા ત્યાં ગઈ. લાકડાની પરિકા ઉપર શ્રીકાંતાનું રૂપ આલેખીને ધર્મરુચિ રાજાને બતાવ્યું. તે પણ શ્રીકાંતાના
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy