SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ૨૧૩ રૂપમાં આસક્ત થઈ ગયો. તેણે દૂતને મોકલ્યો. ત્યાં ઉદિતોદિત રાજાએ મારી, અપમાનિત કરીને કાઢી મૂક્યો. ત્યારે ધર્મરચિરાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. પરિમતાલ નગરીને રંધી. ત્યારે ઉદિતોદય સજા વિચારે છે કે- આટલો બધો જનક્ષય કરવાથી શો લાભ ? ઉપવાસ કરે છે. વૈશ્રમણ દેવે નગર સહિત રાજાને સંહરી લીધો. આ તે ઉદિતોદિત રાજાની પારિણામિકી બુદ્ધિ. (૬) નંદીષેણ સાધુ - શ્રેણિક રાજાનો એક પુત્ર નંદીષેણ નામે હતો. તેનો શિષ્ય અવધાનોપેક્ષી હતો. નંદીપેણને ચિંતા થઈ, જો ભઘવંત રાજગૃહે પધારે તો રાણીઓ અને બીજા અતિશયોને જોઈને આ શિષ્ય સ્થિર થાય. ભગવંત પધાય. શ્રેણિક અંત:પુર સહિત નીકળ્યો, બીજા પણ કુમારો પોતાના અંત:પુર સાથે નીકળ્યા. નંદીપેણનું અંતઃપુર પણ શેત વસ્ત્રો પહેરીને પદિરની મધ્યે હંસી માફક, આભરણ હિત, બધી છાયાને હરણ કરતી હતી. તે શિષ્ય તે નંદીપેણના અંતઃપુરને જોઈને વિચારે છે કે જો મારા આચાર્ય ભદેતે આવી સુંદર સ્ત્રીઓનો ત્યાગ કર્યો તો પછી મારા જેવા મંદપુન્યએ અસતીને પ્રાર્યવાથી શો લાભ? તેમ વિચારીને તે નિર્વેદ પામ્યો. આલોચના, પ્રતિક્રમણ થઈને તે સ્થિર થઈ ગયો. આ તે બંનેની પરિણામિકી બુદ્ધિ જાણવી. (૩) ધનદત્ત - સસમાના પિતાને જે પરિણામ થયા કે જો આ [અસમાના મૃત શરીર] ને ખાઈશું નહીં તો માર્ગમાં આપણે મરી જઈશું. અહીં પરિણામની જે વિચારણા તે પારિણામિડી બુદ્ધિ. (૮) શ્રાવક - કોઈ શ્રાવક તેની પત્નીની સખીમાં મૂર્ણિત થયો, આસક્ત થયો. તેણીને એવા પરિણામ થયા કે – મારો પતિ ક્યાંક આવો આd કે વશાd થઈને મરીને નકમાં કે તિર્યંચમાં ઉત્પન્ન ન થાય તેવું કર્યું. તેણીએ આભરણાદિથી સખીનો વેશ લઈ પતિની અભિલાષા પૂરી કરી. પછીથી તે શ્રાવકને ખેદ થવા લાગ્યો. ત્યારે શ્રાવિકાએ સત્ય હકીકત જણાવી. આ તેણીની પારિણામિકી બુદ્ધિ. (૯) અમાત્ય - વરધનુ મંત્રીએ લાક્ષાગૃહમાં સુતેલા બ્રહ્મદરને જોઈને વિચાર કર્યો કે - આ કુમારને કોઈ મારી ન નાંખે, કેમે કરીને તેનું રક્ષણ કર્યું. સુરંગ વડે તેને બહાર કાઢી લીધો, પલાયન થઈ ગયા. એ તે અમાત્યની પરિણામિકી બુદ્ધિ. બીજ કહે છે - એક રાજા હતો, તેની અતિ પ્રિય રાણી મૃત્યુ પામી. રાજા મુગ્ધ હતો, તેણીના વિયોગમાં દુ:ખી થઈ શરીર સ્થિતિને કરતો નથી. મંત્રી વડે કહેવાયું - હે દેવ ! આવી સંસારની સ્થિતિ છે, શું કરીએ ? રાજા બોલ્યો – હું દેવીના શરીની સ્થિતિને અકુર્વતી નહીં કરું. મંત્રીએ વિચાર્યું - આનો કોઈ ઉપાય નથી. પછી કહ્યું - હે દેવી! દેવી સ્વર્ગે ગયા છે, તેથી ત્યાં રહીને જ તેણીને બધું મોકલવું, પ્રાપ્તિમાં દેવીકૃત સ્થિતિમાં પ્રવૃત્ત થયું રાજાએ તે વાતને સ્વીકારી. ઈત્યાદિ - X - X - X - દષટાંત તો લાંબુ ચાલે છે. - X - X - ૪ - છેલ્લે મૃતકને બાળી નાંખ્યું. આ મંત્રીની પારિણામિકી બુદ્ધિ. ૨૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ (૧૦) ક્ષાપક-બાલ સાધુ :- કોઈ પક, શૈક્ષની સાથે ભિક્ષા લેવા માટે નીકળ્યો. શૈક્ષ વડે દેડકી મરી ગઈ. આલોચનાના અવસરે તે શૈક્ષ, દેડકી મર્યાની આલોચના કરતો નથી. ક્ષુલ્લકે કહ્યું – દેડકી માર્યાની આલોચના કરો. તે શૈક્ષ સાધુ ક્રોધિત થયા. હવે આ ક્ષપકને મારું, એમ વિચારી મારવા દોડ્યા. એક થાંભલામાં અચકાતા, તે સાધુ મૃત્યુ પામ્યા. વિરાધિત શ્રામસ્યવાળા ઘણાં સાધુઓ તે કુળમાં દૃષ્ટિ વિષ સર્પ રૂપે જન્મીને એકઠાં થયેલા હતાં. એકબીજાને બરાબર જાણતા હતાં. [જાતિ સ્મરણ જ્ઞાનને પામેલા હતા.] તેઓ સગિના જ ચરતા હતા. જેથી તેઓ દ્વારા કોઈ જીવ મરાઈ ન જાય. પ્રાસુક આહાર કરતા હતા. કોઈ દિવસે રાજાનો પુત્ર સર્પ વડે ડંસ દેવાવાથી મૃત્યુ પામ્યો. રાજાને સર્પો ઉપર ઘણો જ Àષ થયો. તેણે ઘોષણા કરાવી કે જે કોઈ સપને મારી નાંખશે, તેને રાજા દિનાર (સુવર્ણ મુદ્રા) આપશે. કોઈ દિવસે ન ચાલવાથી તેઓની રેખા દેખાઈ. તેથી તે બિલમાં ઔષધિ વડે ધમણ કરી. મસ્તકો બહાર નીકળે છે, તેને છેદે છે. તે સર્પ અભિમુખ નીકળતો નથી. જાતિસ્મરણજ્ઞાનથી તે સર્પ વિચારે છે - ખેને ! કોઈ પણ જીવ મારાથી મરણ ન પામો. તે જેમ જેમ નીકળતો જાય છે, તેમ તેમ તેના છેદીને ટુકડા કરતા જાય છે. ત્યારપછી નાગની દેવીએ રાજા પાસે ઉપસ્થિત થઈને કહ્યું કે- હવે નાગનો વધ ન કરશો. રાજાને બોધિત કર્યો. વર [દાન આપ્યું કે - તમને એક પુત્ર થશે. તે ક્ષપક સર્પ મરીને તે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે અવતર્યો. તે બાળકનું ‘નાગદત્ત' એવું નામ રાખ્યું. તે બાળકે બાળભાવનો ત્યાગ કર્યો, પછી કોઈ સાધુને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થતાં તેણે દીક્ષા લીધી. તેને ખૂબ જ ભુખ લાગતી હોવાથી આહાર વગર ચાલતું ન હતું, તેથી તેણે અભિગ્રહ લીધો કે મારે રોષ ન કરવો. તે પષિત [ઠંડા, પડી રહેલા અશનાદિ માટે ભ્રમણ કરે છે. તે આચાર્યના ગચ્છમાં ચાર ક્ષપક હતા, એક માસિકી, બેમાસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી તપશ્ચર્યાવાળા. સત્રિના દેવી આવી, તે બધાં તપસ્વીને ઓળંગીને પે'લા ક્ષલક સાધુને વંદન કર્યું. તે નીકળતી હતી ત્યારે તે દેવીને કોઈ ક્ષપકે હાથેથી પકડી લીધી અને કહ્યું - હે કટપૂતના ! આ ત્રિકાળભોજીને તું વંદન કરે છે ? આ મહા તપસ્વીને વાંદતી નથી ? દેવી બોલી - હું ભાવપક [ભાવ તપસ્વીને વાંદુ છું. દ્રવ્ય ક્ષાકોને વાંદતી નથી, એમ કહી તે ચાલી ગઈ. પ્રભાતે તે ક્ષુલ્લક પર્યાષિત શનાદિને શોધવા નીકળ્યા. આવીને ક્ષકોને નિમંત્રણા કરી. એક ક્ષપકે આહાર પગ લઈને તેમાં બળખો નાંખ્યો. તે ક્ષુલ્લકે કહ્યું કે – “મિચ્છા મિ દુક્કડં” હું આપને પ્લેખ પાત્ર લાવીને આપી ન શકયો. એ પ્રમાણે જ બાકીના ત્રણ તપસ્વીઓએ પણ કર્યું. ક્ષલકે તે [આહાર એક તરફ કરી] ખાવાનો આરંભ કર્યો. તેઓએ મુલકને આહાર કરતાં રોક્યો. ત્યારે તે ક્ષુલ્લક સાધુ નિર્વેદ પામ્યો. ત્યાં જ શુક્લ ધ્યાનારૂઢ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy