SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યo-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫ પણ તેને પકડ્યો. બંધક બનાવીને રાજ દરબારે તેને લઈ ગયા. ત્રણેએ જે બન્યું હતું તે કહ્યું. અપુચકને મંત્રીએ પૂછ્યું કે શું આ વાત બરાબર છે ? તેણે કબૂલ કર્યું. કુમાર મંત્રીએ કહ્યું કે – આ તને બે બળદ આપી દેશે, પણ તું તેને બે આંખો કાઢી આપ, આ તને અશ્વ આપી દેશે, બદલામાં તારી જીભ ઉખેડીને આપ. આ અપૂન્યક નીચે સુઈ રહેશે. ત્યારે મલોમાંના કોઈ એકે ફાંસો બાંધીને તેના ઉપર પડવું. એ પ્રમાણે કહીને કુમાર મંત્રીએ પુચકને છોડાવ્યો. આ તે મંત્રીની વૈનાયિકી બુદ્ધિ જાણવી. હવે કર્મના બુદ્ધિના લક્ષણોનું પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ -૯૪૬ - ઉપયોગ ટસર, કમપસંગ પરિવોલણથી વિશાલ, સાધકૃત ફલવતી, કર્મ કરવાથી ઉત્પન્ન તે કમળ બુદ્ધિ જાણવી. • વિવેચન-૯૪૬ - ઉપયોજન તે ઉપયોગ, વિવક્ષિત કર્મમાં મનથી અભિનિવેશ, સાર- તે જ કર્મનો પરમાર્થ ઉપયોગ વડે દષ્ટ સાર જેનાથી છે છે. કર્મમાં પ્રસંગ - અભ્યાસ, પરિઘોલન - વિચાર, આ કર્મના અભ્યાસથી થયેલ વિચારનો વિસ્તાર, સાધકૃત - સારી રીતે કરાયેલ, વિદ્વાનો વડે પ્રશંસા કરાયેલ કે “સારું કર્યું” તેથી ફળવતી અથવા ‘સારુ કર્યું’ એવું શેષ ફળ જેનું છે, તે તથા, કર્મ-(કાર્ય) વડે ઉદ્ભવેલ બુદ્ધિ. આનું પણ શિષ્યવર્ગની અનુકંપાને માટે ઉદાહરણ વડે સ્વરૂપ દર્શાવવાને માટે કહે છે - • નિયુક્તિ-૯૪૭ : (૧) કૈરશ્ચિક, (૨) કૃષિક, (૩) કોલિક, (૪) દd, (૫) મોતી, (૬) ઘી, (૭) પ્લવક, (૮) તુwાગ-તંતુવાય, (૯) વકી -સુતર, (૧૦) પૂતિક, (૧૧) ઘટકાર, (૧૨) ચિત્રકાર - એ બાર દષ્ટાંત છે. • વિવેચન-૯૪૭ : (૧) દૈશ્ચિક એટલે સુવર્ણકાર - વારંવારના યોગથી અંધકારમાં પણ રૂપિયાને જાણે છે, હાથના સ્પર્શ માત્રથી ઓળખી જાય. (૨) કર્ષક એટલે ખેડૂત - ફળની નિષત્તિને જાણે છે, દષ્ટાંત છે – એક ચોરે ક્યાંક પદ્માકારે ખાતર પાડ્યું. તે જનવાદ સાંભળે છે [કેમકે લોકોને આશ્ચર્ય થયેલી ખેડૂત બોલ્યો – શિક્ષિતને શું દુષ્કર છે ? ચોરે તે કથન સાંભળ્યું, જઈને પૂછ્યું તે ખેડૂતને કે મારી તું નિંદા કેમ કરે છે ? ચોર છરી ખેંચીને બોલ્યો કે હું તને મારી નાંખીશ. ખેડૂતે કહ્યું - તું પહેલા જો. કપડું પાથર્યું. ડાંગરની મુઠ્ઠીભરી. પછી બોલ્યો કે - આ ડાંગરને ઉંધી પાડું કે સન્મુખ પાડું કે પડખાં ભેર પાડું ? ચોરે ખેડૂતને જેમ કહ્યું, તેમ ખેડૂતે કરી બતાવ્યું. ચોર ખુશ થઈ ગયો. આ તે ખેડૂતની કમજા બુદ્ધિ જાણવી. (3) કોલિક - મુઠ્ઠીમાં ગ્રહણ કરેલા તંતુ વડે જાણી શકે છે કે – આટલા ૨૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ તંતુથી - કંડકથી આવડું વસ્ત્ર બવશે. (૪) દર્દી - કુંડિકામાં આટલું સમાશે તેમ વર્ધકી જાણે છે. (૫) મોતી - મોતીને આકાશમાં ઉછાળીને મણિકાર એવી રીતે પાડે કે જેથી કોલવાલ - ભુંડના વાળમાં પરોવાઈ જાય. (૬) ઘી - ઘી વેચનારો ગાડામાં હોવા છતાં જ્યારે યે ત્યારે કુંડિકા નાલકમાં નાખી શકે [સાંકડા મુખવાળા પાત્રમાં પણ ઘીને ઢોળ્યા વિના નાંખી શકે છે.) (9) પ્લવક - આકાશમાં રહીને - અદ્ધર રહીને પણ તેનું નૃત્યાદિ જે કંઈ કરણ હોય તે કરી શકે છે. (૮) તુન્નાગ - તંતુવાય, પહેલાં સ્થૂળ પણ પછી કોઈને ખબર ન પડે તેવું સૂમ, સોંય વડે સીવીને એ રીતે પુરુ કરે કે જાણે સ્વામી પાસે રહીને તે વસ્ત્ર સંધિકારે કરેલ હોય. (૯) વર્ધકી - શિલાકાર, માયા વિના જ દેવકુલના રયોનું પ્રમાણ જાણે છે ચિત્યાદિના તાપને જાણે છે.] (૧૦) ઘટકાર - પ્રમાણથી માટીને ગ્રહણ કરે છે. માટીના વાસણ પણ માયા વિના જ કરી દે છે. [આટલામાંથી આટલા ઘડાં જ બને.] (૧૧) આપૂપિક - પૂડલા બનાવનારો. પલ પ્રમાણ વગેરે માપ્યા વિના જ આના આટલા પૂડલા બનશે તે જાણે છે. (૧૨) ચિત્રકાર - માયા વિના જ પ્રમાણયુક્ત ચિત્ર બનાવે છે. જે કંઈ વર્ણન કર્યું, તે બધાં કર્મજા બુદ્ધિના દેહાંત જાણવા. - હવે પારિણામિડી બુદ્ધિના લક્ષણો પ્રતિપાદિત કરતા કહે છે - • નિયુક્તિ-૯૪૮ : અનુમાન, હેતુ, દષ્ટાંત વડે સાધિત, વયના વિપાકથી પરિણામ પામનારી, હિત અને મોક્ષના ફળવાળી જે બુદ્ધિ તેને પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. • વિવેચન-૯૪૮ - અનુમાન, હેતુ અને દષ્ટાંત વડે સાધ્ય અર્થને સાધે છે - તેવી, અહીં લિંગથી જ્ઞાનનું અનુમાન છે સ્વાર્થ, તેનો પ્રતિપાદક વચન હેતુ તે પરાર્થ અથવા જ્ઞાપક અનુમાન કારક તે હેતુ, દષ્ટ અર્થમાં લઈ જાય તે દટાંત * * * * * * * સાધ્ય ઉપમા ભૂત તે દેટાંત. * * * * * કાળકૃત દેહની અવસ્થા વિશેષ વય. તેના વિપાકમાં પરિણામ-પુટતા જેની છે તે તેવા પ્રકારની, અમ્યુદયના કારણરૂપ, મોક્ષના નિબંધનરૂપ ફળવાળી જે બુદ્ધિ તે પારિણામિત. આ ગાથાર્થ કહ્યો. આના પણ શિષ્યગણના હિતને માટે દટાંતથી સ્વરૂપ કહે છે. • નિયુક્તિ -૯૪૯ થી ૯૫૧ - અભય, શ્રેષ્ઠી, કુમાર, દેવી, ઉદિતોદય રાજા, નદીપેણ સાધુ, દીનદd, શ્રાવક, અમાત્ય, ક્ષાક, અમાત્ય પુત્ર, ચાણક્ય, સ્થૂલભદ્ર, નાસિક્ય સુંદરી નંદ, વજ, ચરણાઘાત, આમંડ, મણી, સર્પ, ગેંડો, સૂપ, ઈન્દ્ર એ બાવીશ પરિણામિકી બુદ્ધિના ઉદાહરણો છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy