SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યo-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫ ર૧ ૨૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ - આ ઝેર શત-સહસ બેધી છે. રાજાએ પૂછયું - કઈ રીતે ? મરવા પડેલા હાથીને મંગાવ્યો. તેના પૂંછડાના વાળને ઝેરવાળો કર્યો. ઔષધના કણ વડે તે ઝેર પાછું ખેંચી લીધું. પચી તે જ વાળ વડે ત્યાં ઝેર આપ્યું. ઝેર તેના આખા શરીરમાં વ્યાપ્ત થઈ ગયું. આ આખો પણ હવે ઝેશ્યકત થઈ ગયો છે. જે કોઈ હવે આને ખાશે, તે પણ ઝેર થઈ જશે. આ શતસહસવેધી ઝેર છે. રાજાએ પૂછયું - તેના નિવારણની કોઈ વિધિ છે ? વૈધે કહ્યું – તે પણ છે. પૂર્વવત્ અગદે-વૈધે તે વિધિ પણ આપી. આ તે વૈદ્યની વૈનાયિકી બુદ્ધિ જાણવી. વધુ કેટલું કહેવું ? અસાર વડે અને પ્રતિપક્ષ દર્શન વડે તેણે આય અને ઉપાયનું કુશળ દર્શન કરાવ્યું. (૧૧) રથિક અને ગણિકા - એક જ દેટાંત છે. તે આ પ્રમાણે - પાટલીપુત્રમાં બે ગણિકા હતી - કોશા અને ઉપકોશા. કોશાની સાથે સ્થૂલભદ્ર સ્વામી રહ્યા અને દીક્ષા લીધી. જેણે તેણીને ત્યાં ચોમાસુ પણ કર્યું અને પછી કોશા ગણિકા શ્રાવિકા થઈ. રાજાના નિયોગ સિવાય અન્યત્ર બધે જ તેણીએ બ્રાહ્મ ના આયરવા પ્રત્યાખ્યાન કર્યું. કોઈ ચિકે રાજાને ખુશ કર્યો અને તેણે ઈનામમાં કોશા ગણિકાને માંગી, સજાએ ઈનામમાં આપી. તેણી વારંવાર સ્થૂલભદ્ર સ્વામીના ગુણગાન કર્યા કરે છે, પણ રચિકને તે પ્રમાણે સેવતી નથી. થિક તેણીને પોતાનું વિજ્ઞાન દર્શાવવાની ઈચ્છાથી અશોકવનિકામાં લઈ જાય છે. તેણે જમીન ઉપર જ રહીને આંબાની લુમને તોડી બતાવી. તેણે બાણની પાછળ બાણ છોડી, એકબીજાને જોડતા જોડતા હાથના અભ્યાસથી અર્ધચંદ્રાકાર કરી, લુમ તોડીને ગ્રહણ કરી બતાવી. તો પણ કોશાને સંતોષ પમાડી શક્યો નહીં. ત્યારે ગણિકાને પૂછ્યું કે - શું આ દુષ્કર નથી ? ત્યારે ગણિકા બોલી - જો હવે મારી કળા બતાવું સરસવનો ઢગલો કર્યો, સોયને તેમાં મૂડી, તેમાં ફૂલની કર્ણિકાને પરોવી. તેના ઉપર નૃત્ય કરી બતાવ્યું. રવિક આભો બની ગયો. ત્યારપછી ગણિકા બોલી કે – આ આંબાની લુમને તોડવી તે કોઈ દુકર કાર્ય નથી અને મેં જે નર્તન કર્યું તેમાં પણ કંઈ દુકર નથી. કેમકે બંને શિક્ષા દ્વારા સાધ્ય કૃત્યો છે. દુકર તો તે મહાનુભવ છે, જે મુનિ પ્રમદાવનમાં - ગણિકાની ચિત્રશાળામાં વસ્યા. [છતાં બ્રહ્મચારી રહ્યા કે જે કળા તેઓ શીખ્યા ન હતા.) એ રીતે તેણે રથિકને બોધ પમાડ્યો, રસિક શાંત થયો. આ તે બંનેની પૈનચિકી બુદ્ધિ જાણવી. (૧૨) સીતા સાટી, ઈત્યાદિ અહીં કથા આવી કંઈક છે - કોઈ આચાર્ય વડે રાજપુત્રોને શિક્ષણ અપાયું. તેણે ધન મેળવ્યું દ્રવ્યલોભી એવો તે રાજા તે આચાર્યને મારી નાંખવા ઈચ્છતો હતો. તે બાળકોએ વિચાર કર્યો કે - આણે આપણને વિધા આપી. કોઈ ઉપાયથી આપણે તેનો વિસ્તાર - બચાવ કરવો જોઈએ. જ્યારે તે જમીને આવતા હતા ત્યારે ખાનની સાડી - ધોતીને માંગે છે. તે શક બોલ્યા કે - અહો સાડી શીતા છે અર્થાત ધોતી ઠંડી છે. એ પ્રમાણે જણાવ્યું. ઘાસના તણખલાંને દ્વારની સન્મુખ કર્યું અને કહ્યું કે અહો! આ તૃણ તો લાંબુ છે. કયને પહેલા પ્રદક્ષિણા કરાવાય છે. તે દિવસે પ્રદક્ષિણા ન કરાવાઈ. તેથી જાણ્યું કે રાજા વિક્ત છે. માર્ગ લાંબો છે, રક્ષણ શીત છે, તારો સંહાર નક્કી છે. એ પ્રમાણે જાણીને તે આચાર્ય [શિક્ષક] નાસી ગયો. આ તે બંનેની વૈનાયિકી બુદ્ધિ (૧૩) નીવોદક - કોઈ વણિકની પત્ની હતી, વણિક-પતિને ઘણો કાળ પરદેશ ગયે થયો હોવાથી તે સ્ત્રી પોતાના મનનો ભાવ દાસીને કહે છે - પ્રાદુર્ણક • કોઈ જાર પુરુષને મહેમાન તરીકે લઈ આવ. દાસી એવા પ્રાધુર્ણક-મહેમાનને ઘેર લાવી. તેનું ભદ્ર કર્યું અર્થાત્ નખ વગેરે કપાવ્યા, સ્નાનાદિ કરાવ્યું. સમિના ઘરમાં પ્રવેશ કરાવ્યો. તે પુરુષને તરસ લાગી, તેને નીવોદક - નેવાનું પાણી પીવડાવ્યું, તે પાણી પીને મરી ગયો. ત્યારે તેને દેવકુલિકામાં ત્યજી દીધો. તેના નખ વગેરે તાજા કપાયેલા જોઈને વાણંદોને બોલાવીને અમાત્યએ પુછતાછ કરી. કોણ આવેલ હતું. વાણંદે કહ્યું - દાસી આવેલી. તેણીને પ્રહાર કરતા તે સાચું બોલી ગઈ. વણિકની પત્નીને બોલાવીને પૂછ્યું- તેણી જે ઘટના જેમ બનેલી તેમ કહી દીધી, નેવાને તપાસવામાં આવ્યા. ત્યાં એક વયામાં વિધવાળો સર્પ જોયો. આ તે અમાત્યની વૈકયિકી બુદ્ધિ જાણવી. (૧૪) ગાય, ઘોડો, વૃક્ષથી પડવું. આ એક જ દૈટાંત છે, તે આ રીતે - કોઈ એક કૃતપુન્ય - કમભાગી હતો, તે જે કંઈ કરે છે. તે વિનાશ પામતું, તે મિત્રની પાસે બે બળદ માંગીને લાવ્યો, તેના વડે હળ ચલાવે છે. વિકાલે બંને બળદને લાવ્યો, વાડામાં બાંધ્યા. રણે ચોરો આવી બળદને ચોરીને લઈ ગયા. મિત્રે બળદ પાછા માંગ્યા, પણ તે લજ્જાથી મિત્રની પાસે આવતો નથી. કેમકે તે જમતો હતો અને મિત્ર સુતો હતો. ત્યારે ચોરો વાડામાંથી બળદોને લઈ ગયેલા. બંને વચ્ચે વિવાદ થયો, તેનો મિત્ર તેને રાજકુળમાં ઢસડી ગયો. માર્ગમાં કોઈ પુરા ઘોડા ઉપર આવી રહ્યો હતો. તેણે તે ઘોડેસ્વારને પાડી દીધો, તે નાસી ગયા. ઘોડેસ્વારે અપુણ્યકને કહ્યું - ઘોડાને વાળ, તેણે મર્મમાં ઘાત કર્યો. ઘોડો મરી ગયો. તે ઘોડેસ્વાર પણ ઘોડા માટે તેની પાછળ લાગ્યો. રાજધાની જતાં તે ત્રણે વિકાલે નગરીની બાહિરિકામાં સુતા હતા. ત્યાં મલ્લો સુતા હતા, આ ગણ પણ ત્યાં જ રહ્યા. તે અપુન્યક વિચારે છે કે – મને ચાવજીવનું બંધન કરશે. તેના કરતા તો મારે શ્રેયસ્કર એ છે કે – મને પોતાને ઉંચે બાંધીને લટકી જવું. બીજા સુતા હતા ત્યારે તે પાશો બાંધીને વૃક્ષની ડાળે લટકી ગયો. તે ડાળ ઘણી પાતળી હતી. તેથી તુટી ગઈ. તે સીધો મોટા મલ ઉપર પડ્યો, તે મલ ત્યાં જ મરી ગયો. તે મલોએ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy